સત્ય ઈતિહાસ સાથે ગાથા છે કે શ્રી પુંજા આપા ધગલ ના પાળીયા ઉભા છે. એની વાત તો વિક્રમ સવંત ૧૨/૭૫ આસો સુદ ૧૩ ને શુક્રવાર હતો એ દિવસે બની હતી.
શ્રી પુંજા આપા ની એ ઈતિહાસ સાથે ગાથા. કટાહર કરી ને ગામ હતું સાવરકુંડલા તાલુકામાં. હાલમાં ત્યાં ગામ હયાત નથી ડેમ બની ગયા છે લુવારા પાસે છે એ ડેમ. શ્રી પુંજા આપા ધગલ ના નેહ હતો કટાહાર ગામને પાદર શ્રી પુંજા આપા માં મોમાઈ ના ઉપાસક હતા. આપાને દિકરા તો હતા પણ એક સોનલ બા દિકરી હતા. આપને દિકરા કરતા પણ વધારે વહાલાં હતાં બેન બા.
એક દિવસ આપા ને કોઈ વહેવારીક કામ માટે બહાર જવાનું પ્રયાણ કર્યું છે. આપા ને એક સાંઢ પણ હતી એટલે પુંજા આપા સાંઢ ને દોરી ને જાપા સુધી પહોંચે એટલે વારમાં તો સોનલ બા દિકરી આપા ને સાથે જવા ની હઠ પકડી છે, એટલે બાપુ એ દિકરી સોનલ બા ને સાંઢ ઉપર બેસાડી ને ગાધકડા ના માર્ગે આગળ વધી યા હતા એટલા તો પુંજા આપા સાંઢ સાથે ગાધકડાના પંદર પહોંચી ગયા હતા.
ફુલઝર નદી કિનારે એક વડલાની છાયામાં સાંઢ ઝુકાવી સોનલ બા દિકરી ને બાપુ શિતળ સાયામા થોડા વિશ્રામ કરવા બેઠા હતા, એટલી વારમાં તો પુંજા આપા ના કાને કોઈ બેન દિકરી ના અવાજ સંભળાયો એટલે આપા ઉભા થયા ને હાંકલ મારી કોનછે નરાધમો રાક્ષસ સોડી દયો એ બેન દિકરી ને મારી હાજરી માં એમની ઈ જ્જત નહીં જવા દઉં.
એટલી વાત સાંભળીને નરાધમો એ એ બેન દિકરી ઓ ને તો સોડી મુક્યા પણ પુંજા આપા સાથે સાંઢ સાથે એમના દિકરી ની માંગણી કરશે. માં મોમાઈ ના ઉપાસક પુંજા આપા ને રોમરોમ અગ્નિ ની જ્વાળા રદયથી ઉત્પન્ન થાય છે, ને એ નરાધમો સાથે બોલાચાલી થઈ ને વાત ધીંગાણામાં સુધી પહોંચી છે. એ જમાનામાં સામી છાતીએ ધીગાણા નો રીવાજ એટલે પુંજા આપા એ નરાધમો સાથે સરત મુકીને કહ્યું કે, આપડે ધીંગાણું કરી એ ને હું મરાવ તો સાંઢ ને દિકરી તમારે હવાલે, આ ગામના દિકરી ઓ ને મુક્ત કરો.
વાત આગળ વધેશે એ વાત પુંજા આપા ના દિકરી સોનલ બા સાંભળે છે. બેન બાને વિચાર આવ્યો કે મારા બાપુ એકલા છે એ નરાધમો જાજા છે. મારા બાપુ એની સાથે ધીંગાણામાં કામ આવી જાય તો મારા બાપુ ની ઈ જ્જત મર્યાદા આબરૂ જાય. હે માં મોમાઈ મારા બાપુ ની ઈ જ્જત સાચવી લેજે ને મને તારા ખોળે લેજે એવી પ્રાર્થના માં મોમાઈ ને કરે છે.
બેન સોનલ ના જમણે અગુઠે અગ્નિ પ્રગટ થયા ને પુંજા આપા ના દિકરી બા ગાધકડા ગામ ના પાદરે શતિ થયા. એ આપને દુઃખ થયું પછી પુંજા આપા એ પોતાના હાથ જ સાંઢ પણ મોક્ષ આપ્યો ને પછી પુંજા આપા એ માં મોમાઈ ને યાદ કરીને મ્યાન માંથી તર વાર ખેસી હરહર મહાદેવ એવું નામ લઈને ધડ થી મ સતક નોખા કરી ને આપા એ શિવ ને ચરણે કમળ પુંજા ચડાવી ને હરહર મહાદેવ નામની ગર્જના કરી.
હવે પુંજા આપા ના ધડ નરાધમો સાથે ધીગાણે ચડીયુ છે આપા એકલા હાથે એ નરાધમો ને તર વાર ના ઝાટકે વિધતા જાય છે. જાકાજીક બોલે નરાધમો ને મા રતા મા રતા મેવાસા ને ટીબે પુંજા આપા નું ધડ પહોંચે છે. એટલી વારમાં તો કોઈ ગોવાળો ની નજર એ સુરવીર ના ધડ ઉપર પડી. કોઈ બોલ્યું કે, એતો હમણાં મેવાસા ગામ ને વિધતુ જાછે મેવાસા ગામ તો નિર્દોષ છે તો હવે શું કરવું જોઈએ?
કોઈ બોલ્યું કે એ સુરવીર ની સાથે કોઈ દેવી શક્તિ હોય છે એમને અભડાવી એ તો એ ધડ છાત પડે પણ એમની સામે કોન જાય જે જાય એને શક્તિ વિધી ના ખે. એક ભોળા એવા ગોવાળ કરશન આપા નામ એ બોલ્યાં, લાવો હું એ ધડ ને છાતી પાડું. એ ભોળા એવા કરશન આપા ને ખબર નહોતી કે એ મારા કુટુંબ ના ભાઈ છે.
એવું બન્યું કે પુંજા આપા ના ધડ ને કરશન આપા એ છાત પાડે છે, ત્યાં તો બંને કુટુંબી ભાઈ ઓ એક બીજાને ઓળખે છે ને માં મોમાઈ ને યાદ કરી ને બોલ્યા કે માં મોમાઈ ને જે ગમ્યું એ બન્યા છે ભાઈ હવે આપડે એક ત્રરાસળી એ ચોખા જમ શું માં મોમાઈ એ શ્રી પુંજા શ્રી કરશન આપા ને એમના ચરણોમાં વાસ આપ્યો.
એ વાત ને આજે આઠસો વર્ષ વિતી ગયા છે પણ એ કળયુગમાં બંને સુરવીર ના પાળીયા એમજ ઉભા છે. હાલમાં મોજુત મેવાસા ને ટીબે પુંજા આપા આશ્રમ એવું નામ છે. સાવરકુંડલા થી ૧૫ કી. મીટર આવેલા છે મેવાસા ગામ પાસે શ્રી પુંજા આપા આશ્રમ મેવાસા. હાલમાં ત્યાં મહંત શ્રી સોહમ માતાજી છે માં મોમાઈ પણ બીરાજમાન છે. પુંજા આપા તેમજ કરશન આપા ની ખાંભી પાળિયા નામે ઓળખાય છે. કોઈ સાંસા રદયથી જો પુંજા આપા આશ્રમ ની માનતા માને એમના બધા દુઃખ દૂર થાય છે સાક્ષાત દર્શન નાગ રુપે દર્શન આપે છે. આપા ના દર્શન કરવા જરૂર ઝાઝો.
જ્ય પુંજા આપા. જ્ય માતાજી.
– સાભાર રામ કાઠી દરબાર (અમર કથાઓ ગ્રુપ)