જાણો કોણ હતા પ્રભુ શ્રીરામના પ્રિય સખા કેવટ.

0
440

ભગવાન શ્રીરામના પ્રિય સખા (મિત્ર) નિષાદ રાજની જ્યંતી પર કેવટ સમાજ દ્વારા ખુબ જ ભવ્ય રૂપથી શોભા યાત્રા કાઢવામાં આવે છે, અને પ્રસાદ વિતરણ કરવામાં આવે છે.

પૌરાણિક ગ્રંથો અનુસાર કેવટ ભોઇવંશના હતા અને હોડી ચલાવવાનું કામ કરતા હતા. કેવટ રામાયણનું એક ખાસ પાત્ર છે, જેણે વનવાસ દરમિયાન પ્રભુ શ્રીરામને માતા સીતા અને લક્ષ્મણ સાથે પોતાની નાવડીમાં બેસાડીને ગંગા પાર કરાવી હતી.

નિષાદરાજ કેવટનું વર્ણન રામાયણના અયોધ્યાકાંડમાં કરવામાં આવ્યું છે.

રામ કેવટને કહે છે કે : નાવડી કિનારે લઇ આવો, પેલે પાર જવાનું છે.

मागी नाव न केवटु आना। कहइ तुम्हार मरमु मैं जाना॥

चरन कमल रज कहुं सबु कहई। मानुष करनि मूरि कछु अहई॥

શ્રીરામે કેવટ પાસે નાવડી મંગાવી, પર તે લાવયો નહિ. તે કહેવા લાગ્યો : મેં તમારો મર્મ જાણી લીધો છે. તમારા ચરણ કમળોની ધૂળ માટે બધા લોકો કહે છે કે, તે મનુષ્ય બનાવી દેનાર કોઈ જડી છે. તે કહે છે કે, પહેલા તમારા પગ ધોવડાવો પછી જ તમને નાવડી પર ચઢાવીશ.

કેવટ પ્રભુ શ્રીરામના અનન્ય ભક્ત હતા. અયોધ્યાના રાજકુમાર કેવટ જેવા સામાન્ય માણસને વિનંતી કરી રહ્યા હતા. આ સમાજની વ્યવસ્થાની અદભુત ઘટના છે. કેવટ ઈચ્છે છે કે, તે અયોધ્યાના રાજકુમારનો સ્પર્શ કરે. તેમનું સાન્નિધ્ય પ્રાપ્ત કરે. તેમની સાથે નાવડીમાં બેસીને પોતાનો ગુમાવેલો સામાજિક અધિકાર પ્રાપ્ત કરે. પોતાના સંપૂર્ણ જીવનની મજૂરીનો ફળ મેળવી લે.

રામ તે બધું કરે છે, જેવું કેવટ ઈચ્છે છે. તેમના શ્રમને સંપૂર્ણ માન-સમ્માન આપે છે. કેવટ રામ રાજ્યનો પ્રથમ નાગરિક બની જાય છે.

રામ ત્રેતા યુગની સંપૂર્ણ સમાજ વ્યવસ્થાના કેન્દ્રમાં છે, તેને સિદ્ધ કરવાની જરૂર નથી. તેના સ્થાનને સમાજમાં ઉપર લાવે છે. રામની સંધર્ષ અને વિજય યાત્રામાં તેના કામને મહત્વ આપે છે. ત્રેતાના સંપૂર્ણ સમાજમાં કેવટની પ્રતિષ્ઠા કરે છે.

આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.