શ્રીરામે શબરીને જણાવ્યો હતો તેમના આવવાનો સાચો હેતુ, વાંચો રામાયણનો અદ્દભુત પ્રસંગ.

0
1570

માતા શબરીએ કહ્યું – જો રાવણનો અંત નહિ કરવાનો હોત, તો રામ તમે અહીં ક્યાંથી આવત?

આ સાંભળી રામ ગંભીર થયા અને કહ્યું, ભ્રમિત ન થાઓ, માઁ! રામ શું રાવણનો અંત કરવા આવ્યા છે? અરે, રાવણનો અંત તો લક્ષ્મણ પોતાના પગથી બા-ણ ચલાવીને પણ કરી શકે છે. રામ હજારો ગાઉ ચાલીને આ ગાઢ જંગલમાં આવ્યા છે, તે માત્ર તમને મળવા માટે માઁ, જેથી હજારો વર્ષો પછી જ્યારે કોઈ ઢોંગી ભારતના અસ્તિત્વ પર સવાલ ઉઠાવશે ત્યારે ઈતિહાસ બૂમો પાડીને કહેશે કે, આ રાષ્ટ્રને ક્ષત્રિય રામ અને તેમની ભીલણી માઁ એ મળીને બનાવ્યું છે.

જ્યારે કોઈ કપટી ભારતની પરંપરાઓ પર આંગળી ઉઠાવશે તો કાળ તેનું ગળું પકડીને કહેશે કે, આ એકમાત્ર સંસ્કૃતિ છે જ્યાં એક રાજકુમાર જંગલમાં રાહ જોઈ રહેલ ગરીબ વનવાસીને મળવા માટે ચૌદ વર્ષનો વનવાસ સ્વીકારે છે.

રામ વનમાં એટલા માટે આવ્યા છે, કારણ કે જ્યારે યુગોનો ઈતિહાસ લખાય ત્યારે તેમાં લખવામાં આવે કે જ્યારે સત્તા પોતે પગપાળા ચાલીને સમાજના છેલ્લા વ્યક્તિ સુધી પહોંચે છે ત્યારે તે રામરાજ્ય કહેવાય છે. રામ વનમાં એટલા માટે આવ્યા છે જેથી ભવિષ્ય સ્મરણ રાખવાની પ્રતીક્ષાઓ જરૂર પૂરી થાય છે.

શબરી આંખનો પલકારો ઝબકાવ્યાં વગર રામ સામે જોઈ રહ્યા. રામે ફરી કહ્યું – રામની વન યાત્રા રાવણ સાથે યુદ્ધ માટે નથી, માઁ! રામની યાત્રા ભવિષ્ય માટે આદર્શની સ્થાપના કરવા માટે શરૂ થઈ છે. રામ આવ્યા છે જેથી ભારતને જણાવી શકે કે અન્યાયનો અંત લાવવો એ ધર્મ છે. રામ એટલા માટે આવ્યા છે કે, તે યુગોને શીખવી શકે કે પરદેશમાં બેઠેલા દુશ્મનોને ખતમ કરવા માટે પહેલા દેશમાં બેઠેલા તેમના સમર્થકો રૂપી સુપર્ણખાઓના નાક કા પવામાં આવે અને એવા લોકોનું અભિમાન તોડવામાં આવે.

અને રામ આવ્યા છે જેથી યુગોને જણાવી શકે છે, રાવણો સાથેના યુદ્ધો માત્ર રામની શક્તિથી જ નહીં પણ જંગલમાં બેઠેલા શબરીના આશીર્વાદથી જીતી શકાય છે.

શબરીની આંખો આંસુથી ભરાઈ ગઈ. તેમણે વાત બદલીને કહ્યું – શું તમે ફળ ખાશો, રામ?

રામ હસ્યા અને કહ્યું, હું ખાધા વગર જઈશ પણ નહીં માઁ.”

શબરી પોતાની ઝૂંપડીમાંથી ફળ લાવ્યા અને રામની સામે મુક્યા. જ્યારે રામ અને લક્ષ્મણ ફળ ખાવા લાગ્યા ત્યારે કહ્યું – ફળ મીઠા છેને પ્રભુ?

પછી રામ બોલ્યા – અહીં આવીને મીઠા અને ખાટ્ટાનો તફાવત ભૂલી ગયો છું માઁ, ફક્ત એટલું સમજી રહ્યો છું કે આ અમૃત છે.

માતા શબરી હસ્યાં અને કહ્યું – ખરેખર તમે મર્યાદા પુરુષોત્તમ છો રામ! ગુરુદેવે સાચું જ કહ્યું હતું.”