શ્રી સત્યનારાયણ કથા અધ્યાય – 1, વાંચો પવિત્ર અને જીવને પાવન કરનારી કથા.

0
678

શ્રી સત્યનારાયણ કથા અધ્યાય ૧

એક સમયની વાત છે. નૈમીષારણ્ય તિર્થક્ષેત્રમા શૌનક વગેરે ઋષીઓ ભેગા થયા હતા. તે સમયે પુરાણો તથા મહાભારતના રચયીતા શ્રી વ્યાસ મુનીના પ્રધાન શિષ્ય સુતજી પણત્યા બિરાજમાન હતા. શૌનક વગેરે રૂષિઓએ શ્રી સુતજીને પછ્યુ કે હે મહામુની! વ્રત અથવા તપથી ક્યુ મનોવાંછીત ફળ પ્રાપ્ત થાય છે, તે આપ અમનેસમજાવીને કહેવાની કૃપા કરો.

શ્રી સુતજીએ કહ્યુ: એક વાર આજ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રીલક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછયો હતો, એનો જે ઉત્તર ભગવાનેઆપ્યો હતો તે જ કથા હુ તમને સંભળાવુ છું. એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમા ફરનાર યોગીરાજનારદજી ફરતા ફરતા મૃત્યુલોક મા આવ્યા. ત્યા એમણે ઘણાલોકોને પોતપોતાના પુર્વજન્મના કર્મ અનસુાર અનેક પ્રકારના દુ:ખો ભોગવતા જોયા.

“એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના આ દુ:ખો દૂર થઈ શકે” એવુ વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુલોકમા શ્રી વિષ્ણુભગવાન પાસે પહોચ્યા.મન-વાણીથી પર, આદી, મધ્ય અને અંત રહીત, અનંત શક્તિવાળા, સર્વના મૂળ કારણરૂપ, નિર્ગુણ છતા ગુણાત્મા, ભક્તોના દુ:ખો દૂર કરનાર તે દેવોના દેવને જોઈ નારદજી બોલ્યા, ‘હું આપને વંદન કરુ છું.’

શ્રી ભગવાન બોલ્યા, હે ભાગ્યશાળી તમે શા માટે આવ્યા છો? તમારા મનમાં જે કાંઈ હોય તે સઘળુ કહો, હું તમને બધુ જ જણાવીશ.

નારદ બોલ્યા: હે ભગવાન! પૃથ્વી પર કેટલાયે લોકો વિવિધ પ્રકારના દુ:ખોથી પીડાય છે. એ દુ:ખો દૂર કરવાનો કોઈ સરળઉપાય આપ જાણતા હો તો કૃપા કરી મને કહેવા આપને નમ્રવિનંતી કરુ છું.

શ્રી વિષ્ણુ ભગવાને કહ્યુ હે નારદ! લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પછ્યો. જે કરવાથી મોહમાંથી મુક્ત થવાય તે હું કહું છું તે સાંભળો. મનુષ્ય લોકમા અને સ્વર્ગલોકમાં પણ દુર્લભ તથા મહા પુણ્ય આપનારૂ એક વ્રત છે. હે વત્સ ! તારા પરના પ્રેમને કારણે હું તને એ કહુ છું. એ છે સત્યનારાયણનુ વ્રત. યોગ્ય વિધિવિધાનથી એ વ્રત કરવાથી તરત જ સુખ મેળવી પરલોકમાંં મોક્ષ મળે છે.

ભગવાનનાં આ વાક્યો સાંભળી નારદ બોલ્યા: ‘આ વ્રતનું ફળ શું? એની વિધી શી છે? એ વ્રત ક્યારે કરવું ? તથા એ કોણે કર્યુ હતુ તે આપ મને વિસ્તારથી કહો.’ આ પવિત્ર વ્રત દુ:ખ શોક દૂર કરી સુખ, સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે. ભક્તિ અને શ્ર્રદ્ધાથી કોઈ પણ દીવસેસાંજે બ્રાહ્મણો, વડીલો, ઈષ્ટ મીત્રો અને સગાં વહાલાં સહીત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનુ વ્રત પૂજન કરવુ જોઈએ. સવાયોપ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદબધાંને વહેંચવો અને પોતે પણ લેવો.

આ પછી શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા બધા લોકો પોતપોતાના ઘરે જાય,અને નિશ્ચય કરે કે સત્ય વાણી અને સત્યાચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશુ. આ રીતે સત્યનારાયણ ભગવાનનુ વ્રત કરવાથી મનષ્યની બધી મનોકામના અવશ્ય પુર્ણ થાય છે.

બોલો શ્રી સત્ય નારાયણ ભગવાનની જય.

વધુ આવતા અંકે.

સાભાર એમ, વડોદરિયા (અમર કથાઓ ગ્રુપ)