શ્રી સત્યનારાયણ કથા અધ્યાય – 2, વાંચો પવિત્ર અને જીવને પાવન કરનારી કથા.

0
805

શ્રી સત્યનારાયણ કથા અધ્યાય ૧ માં આપણે જાણ્યું કે, સત્યનારાયણ ભગવાનનુ વ્રત કરવાથી મનષ્યની બધી મનોકામના અવશ્ય પુર્ણ થાય છે. આવો હવે બીજો અધ્યાય વાંચીએ.

શ્રી સત્યનારાયણ કથા અધ્યાય ૨

આ રીતે સત્યનારાયણ ભગવાનનાં વ્રત વિધાન તથા મહાત્મ્ય જણાવતા શ્રી સુતજીએ શૌનક આદી ઋષિઓને કહ્યુ. આ વ્રત સૌપ્રથમ જેણે કર્યુ તેની કથા કહુ છું.

હે ઋષીઓ! અત્યંત રમણીય કાશી નગરીમાં શતાનંદ નામનો એકગરીબ બ્રાહ્મણ રહેતો હતો. ભૂખ તરસથી વ્યાકુળ થઈ તે દરરોજભીક્ષા માગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો.

એક દિવસજેને બ્રાહ્મણ પ્રિય છે એવા ભગવાન પોતે જ એક વૃદ્ધ બ્રાહ્મણનોવેષ ધારણ કરી એમની પાસે આવ્યા અને આદર પુર્વક કહ્યું.

“હે પ્રિય! તમે અત્યંત દીન બની રોજે રોજ શા માટે ભિક્ષા માગો છો?”

વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમ ભરી વાણી સાંભળી તે શતાનાંદ બ્રાહ્મણે કહ્યું. “હું બહુ જ ગરીબ છુ, આથી ભિક્ષા માટે ભટકું છું. જો આકષ્ટમાથી મુક્ત થવાનો કોઈ ઉપાય આપ જાણતા હો તો કૃપા કરીનેમને અવશ્ય કહો.”

વૃદ્ધ બ્રાહ્મણ વેષધારી ભગવાન બોલ્યા:

“હે બ્રાહ્મણ! ઈચ્છીત ફળ આપનાર અને બધી જ મનોકામનાપુર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે. તમે એનુ જ પૂજનઅને સર્વશ્રેષ્ઠ વ્રત કરો. આ વ્રત કરવાથી મનુષ્ય આવા ગમનનાબંધનમાથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનુ સુખ મેળવે છે.”

તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધી બતાવી બ્રાહ્મણનો વેષ ધારણકરેલ ભગવાન શ્રી સત્યનારાયણ અંતર્ ધ્યાન થઈ ગયા.

આ બ્રાહ્મણે જે વ્રત કહ્યુ તે હું કરીશ એવો નિશ્ચય તેણે કર્યો, આથીરાત્રેે બરાબર ઊંઘ પણ ન આવી. બીજે દીવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરી શતાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માગવાગયો. તે દિવસે તેને દરરોજ કરતા વધુ ધન મળ્યુ. તે ધન વડેશતાનંદે ભાઈબંધુઓ સહીત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યુ.

આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા દુ:ખોથી મક્ત થઈ ગયો તથા સંપત્તિવાન બન્યો. શતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠબની ગયો.

ત્યારથી તે દર મહીને શ્રી સત્યનારાયણનું વ્રત કરતો.એ રીતે બધા દુ:ખોથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો.

શ્રી સુતજી બોલ્યા: “ હે ઋષીમુનીઓ! શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજીને જે કંઈ કહ્યુ હતુ તે બધું જ મેં તમને કહયુ છે. બીજુ વધારે તમારે શું સાંભળવું છે?”

શૌનકાદી ઋષીઓએ કહ્યુ: “હે મુનીશ્રેષ્ઠ! અમને શ્રદ્ધા જન્મે આથી વધુ સાંભળવાનીઈચ્છા થાય છે. તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે આ પૃથ્વી પર એવ્રત કર્યુ તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ. તો કૃપા કરીને અમનેકહો.”

શ્રી સુતજી બોલ્યા: “ હે ઋષીઓ! એક સમયે આ બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠીયારો એના ઘરપાસેથી નીકળ્યો. તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકીબ્રાહ્મણના ઘરમાં ગયો. તેને વ્રત કરતા જોઈને નમન કરી કઠીયારાએ પુછ્યું: “હે બ્રાહ્મણ ! આપ આ શું કરી રહયા છો અને એ કરવાથી શું ફળ મળે એ વિસ્તાર પુર્વક મને કહેવાની કૃપા કરો.”

કઠીયારાની વાણી સાાંભળી બ્રાહ્મણે કહ્યુ : “બધાં ઈચ્છીત ફળ આપનાર આ શ્રી સત્યનારાયણભગવાનનુ વ્રત છે. એની કૃપાથી જ મને ધનધાન્યાદી સર્વ પ્રાપ્ત થયું છે.” તેની પાસેથી આ વ્રતનુ મહાત્મ્ય જાણી કઠીયારો ઘણો જ ખુશી થયો, અને પ્રસાદ લઈ તથા પાણી પી લાકડાંનો ભારો માથે મૂકી“હું પણ આ વ્રત કરીશ” એમ વિચારી નગરમાં એના સદ્ ભાગ્યે જ્યા ધનીક લોકો રહેતા હતા ત્યા પહોચી ગયો.

તે દીવસે તે કઠીયારાને એનાં લાકડાંનો રોજ કરતા બમણો ભાવ મળ્યો. આ પછી ખુશ થઈ સારા પાકાં કેળાં, દૂધ, ઘી, ઘઉનો લોટ વગેરે લઈ ઘરે આવ્યો. આ પછી પોતાના સગાં વહાલાંને બોલાવી વિધિપુર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યુ આ વ્રતના પ્રભાવથી ધનઅને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકનાં સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષ પદને પ્રાપ્ત થયો.

બોલો શ્રી સત્ય નારાયણ ભગવાનની જય.

વધુ આવતા અંકે.

સાભાર એમ, વડોદરિયા (અમર કથાઓ ગ્રુપ)

શ્રી સત્યનારાયણ કથા અધ્યાય ૧ તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.