શ્રી સત્યનારાયણ કથા અધ્યાય ૨ માં આપણે જાણ્યું કે, કેવી રીતે કઠીયારો વિધિપુર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી તેના પ્રભાવથી ધન અને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકનાં સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષ પદને પ્રાપ્ત થયો. આવો હવે અધ્યાય – ૩ વાંચીએ.
શ્રી સત્યનારાયણ કથા અધ્યાય – 3 :
શ્રી સુતજી બોલ્યા: “હે મુનીશ્રેષ્ઠ! હવે એની આગળની કથા ધ્યાન પુર્વક સાંભળો. ઘણા સમય પહેલાંની વાત છે. ઉલ્કામુખ નામનો એકઘણો મોટો, ઈન્દ્રિયજીત અને બુદ્ધીમાન રાજા હતો તે નિયમિત દેવમંદીરમા ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુઓને દાન આપતો. આ રાજાની પ્રમુગ્ધા નામની રાણી પતિવ્રતા અને કમળસમાન સુંદર મુખવાળી હતી. ઉલ્કામુખ રાજાએ પત્ની સહીત ભદ્રાનદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યુ. તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન લઇ ત્યાં આવી પહોચ્યો.
પોતાના વહાણને માલ સહીત કિનારા પર રાખી રાજા નજીક આવ્યો અને વિનયપુર્વક પૂછ્યું: “હે રાજા! ભક્તિપૂર્ણ મનથી આપ શું કરી રહયા છો? એકરવાથી શું ફળ મળે? એ બધુ આપ મને વિગતવાર કહેવાની કૃપા કરો.”
રાજાએ કહ્યું, “હે શઠે! અમે પુત્રાદીની ઇચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત-પૂજન કરીએ છીએ.” રાજાની આવી વાણી સાંભળી આદરપુર્વક શેઠે કહ્યું: “હે રાજન ! આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો, કેમ કે અમને પણ સંતતિ નથી. જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો એ વ્રત હું જરૂર કરીશ.”
આ રીતે રાજાનાં વચનો સાંભળી વેપારમાંથી પરવારી તે શેઠે આનંદપુર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપનારા વ્રત વિશે બધુ જ કહ્યું. સંતતિ દેનાર શ્રી સત્યનારાયણનું એ વ્રત જ્યારે આપણને સંતતિ થશે ત્યારે અવશ્ય કરીશ.” એક દિવસ તેની ધર્મપરાયણ પત્ની લીલાવતી આનંદપૂર્ણ મનથી પતિ સાથે યુક્ત બની. આથી શ્રી સત્યનારાયણ ભગવાનનીકૃપાથી તે ગર્ભવતી થઈ.
દસમા મહીને એક સુંદર કન્યાને તેણે જન્મ આપ્યો. તે કન્યા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી. તેનું નામકલાવતી રાખવામાાં આવ્યું. આ પછી એક દીવસ લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું: “ આપે શ્રી સત્યનારાયણ ભગવાનનુ વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પુરો કરતા નથી?”
શેઠે કહ્યું: “અત્યારે વેપારમા તેજીને લીધે અવકાશ નથી, પુત્રીનાલગ્ન સમયે કરીશું” આ રીતે પોતાની પત્નીને દીલાસો આપી વેપાર અર્થે બીજા નગરમાંચાલ્યો ગયો. સમય વિતવા સાથે કલાવતી મોટી થવા લાગી. એકવાર કલાવતીને શેઠે સખીઓ સાથે રમતી જોઈ અને તે વિવાહનેયોગ્ય થયેલી લાગી. આથી શેઠે પોતાના ભાઇ-ભાંડુઓની સલાહલઇ વાળંદને આજ્ઞા આપી કે જલ્દી કલાવતીને યોગ્ય મુરતિયોશોધી લાવે.
શેઠની આજ્ઞાથી વાળંદ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાનાવિચારથી કાંચન નામની નગરીમાં પહોચ્યો. એક સુંદર શરીરવાળા અને ગુણવાન વૈશ્ય પુત્રને જોઇ વિવાહનીવાત પાકી કરી આવ્યો. શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનો સાથે રાખી તે શાહકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી. દુર્ભાગ્યે શેઠ આ સમયે પણ શ્રીસત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો. આથી શ્રીસત્યનારાયણ ભગવાન નારાજ થયા.
કન્યાના વિવાહ બાદ નિયત સમય મુજબ વેપારમા પરમ ચતુર તે શેઠ પોતાના જમાઈને લઇ રાજા ચંદ્રકેતુ રત્નસારપુર નામના સમદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોચી ગયો. તે સમયે શેઠને પ્રતિજ્ઞાભ્રષ્ટ થયેલો જોઈ સત્ય નારાયણ ભગવાને શાપ આપ્યો કે તને મહાન, દારુણ અને કઠીન દુ:ખ પ્રાપ્ત થાઓ.
એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરી લઇ આ વેપારીઓ જ્યાં હતા ત્યાં આવ્યો. રાજાના સીપાઇઓ એ પીછો પકડ્યો જોઇ ભયને લીધે તેણે ધન ત્યાં નાંખી દીધુ અને ભાગી ગયો. જ્યાં આ સજ્જન વણીકો હતા ત્યાં રાજાના સીપાઇઓ આવ્યા, અને રાજાનુ ધન ત્યાં જોયું આથી એ બંનેને દોરડાંથી બાંધી રાજા પાસે લઇ આવ્યા અને કહ્યું:“હે પ્રભું! આપનું ધન ચોરનાર આ બંને ચોર આપની સમક્ષહાજર છે.”
સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવાનું કશું ન સાંભળ્યું અને બંનેને મજબુત રીતે બાંધી કારાગારમાં પુરાવી દીધા. તેમનું જે ધન હતું તે પણ લઇ લીધું. શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે શેઠના ઘરે એની પત્ની અને પુત્રીની પણ ઘણી ખરાબ દશા થઇ.
ઘરમાં જે કાંઇ ધન-સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા. ભૂખ તરસથી દુ:ખી થઈ તેઓ મજુરી કરવા લાગી અને ભીક્ષા માગવા ચિત્તભ્રમ થઈ ઘર ઘરભટકવા લાગી. એક દીવસ ભૂખ-તરસથી વ્યાકુળ કલાવતી એકબ્રાહ્મણના ઘરે ગઇ. ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનુ વ્રત-પૂજન જોયું. શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી, પ્રસાદ લઇમોડી રાતે કલાવતી ઘરે ગઇ.
માતાએ કલાવતીને પ્રેમથી પુછ્યું: “હે પુત્રી! આટલી રાત વીતવા સુધી ક્યાં હતી? મનમાન્યું કેમ કરે છે?”
કલાવતીએ શાંત સ્વરે કહ્યુ: “મા, એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત-પૂજન જોયુ, જે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારુ છે.”
કલાવતીનાં વચન સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઇ આવ્યુ. તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગા વહાલા સાથે વ્રત પૂર્ણ કર્યુ. લીલાવતીએ ભગવાનને પ્રાર્થના કરી વારંવાર વિનંતિ કરી: “હે પ્રભુ! મારા પતિ અને જમાઇને જલદી ઘરે મોકલો. તેઓના અપરાધ ક્ષમા કરવામાં આપ જ સમર્થ છો.”
વ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને તે જ રાત્રેસ્વપ્નમાં કહ્યું:“હે રાજન ! પેલા બન્ને બંદીવાન વણીકોને જેલમાંથી મુક્ત કરી જે કાંઇ ધન તેમનુ લઇ લીધું છે તે પરત જ પાછુ આપી દો. જો તું નહી ચેતીશ તો ધનપુત્ર સહીત તારા રાજ્યનો નાશ કરીશ.” આમ કહીને ભગવાન અદ્રશ્ય થયા. સવાર થતા જ રાજા ચદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પુરેલા પેલા બંને વણીક મહાજનનેપોતાની સમક્ષ લાવવામાં આવે.
રાજાનાં આ વચનો સાાંભળી બંને મહાજનોને સેવકોએ મુક્ત કરીરાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું: ‘બંને વણીક પુત્રોને મુક્ત કરી લાવવામાં આવ્યા છે.’ બંનેએ રાજા ચંદ્રકેતુને નમસ્કારકર્યા. અને પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરી બંને જણા ભય વિવહ્વળ બની મૌન રહ્યા.
ત્યારે રાજાએ કહ્યું “તમને આ દારુણ દુ:ખ દૈવના પ્રકોપને લઈને ભોગવવું પડ્યું પણ હવે તમારે કોઈ ભય રાખવાનું કારણ નથી.” હજામત તથા સ્નાનાદી કરાવી, વસ્ત્રાલંકાર આપી, એમની પાસેથી લઈ લીધેલા ધનથીબેવડુ ધન આપી રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યુ: “હવે ખુશીથીતમે તમારા ઘરે જાઓ.”
રાજાને પ્રણામ કરી ‘આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈશું’ કહી તે બંને વૈશ્યોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યુ.
બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય.
વધુ આવતા અંકે.
સાભાર એમ. વડોદરિયા (અમર કથાઓ ગ્રુપ)
શ્રી સત્યનારાયણ કથા અધ્યાય ૧, ૨ તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.