શ્રી સત્યનારાયણ કથા અધ્યાય – 5 (અંતિમ) ઘોર કળીયગુમાં બધાાં દુ:ખોનું નિવારણ કરવા કરાવો આ કથા.

0
1932

શ્રી સત્યનારાયણ કથા અધ્યાય ૧ થી ૪ માં આપણે જાણ્યું કે, કેવી રીતે અલગ અલગ લોકોએ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો. આવો હવે આગળનો અધ્યાય – ૫ વાંચીએ.

શ્રી સુતજીએ કહ્યું. “આ પછીનું ચરિત્ર પણ ધ્યાન પુર્વક સાંભળો.પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે રાજા હતો. તેણે શ્રીસત્યદેવ ભગવાનનો પ્રસાદ તરછોડી ઘણું દુ:ખ મેળવ્યું.

એક વાર રાજા તુંગધ્વજ અનેક પશુપંખી મારી પાછા ફરતા એકવડના ઝાડ નીચે આરામ કરવા બેઠો. તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઇ-ભાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા.

રાજા અભિમાનના કારણે ન તો ત્યાં ગયો, કે ન તો તેણે ભગવાનનેહાથ જોડ્યા.

પૂજા બાદ ગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો, પરંતુ રાજાએ તે પ્રસાદન લીધો. પ્રસાદની અવજ્ઞાને લીધે રાજાના સો પુત્રો, ધનસંપતિવગેરે જે કંઇ હતું તે બધું નાશ પામ્યું. (આ રીતે ભયંકર દુ:ખો પડવાથી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક આદુઃખો પડવાનું કારણ વિચાર્યુ અને નિર્ણય કર્યો )

“શ્રી સત્યનારાયણ ભગવાને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે.આથી જ્યાં પેલા ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં જાઉ.” આ રીતે મનમાં નિશ્ચય કરીને રાજા પેલા ગોવાળો પાસે ગયો. તે લોકો સાથે મળી ઘણી ભક્તી અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણભગવાનનું પૂજન કર્યુ પ્રસાદ લીધો. આથી શ્રી સત્યદેવની કૃપાથી ફરીથી ધન-ધાન્ય, પુત્ર-પૌત્રાદીથી સંપન્ન થઇ ગયો, અને આલોકનાં બધાં સુખ ભોગવી અંતે વૈકુંઠવાસી થયો.

પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધનધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરે છે. દરીદ્ર હોય તે ધનવાન બને છે, કોઇ જાતના બંધનમાં હોય તો તેનાથી મુક્ત થાય છે. ભયભિત મનુષ્ય ભયમુક્ત બને છે, એમાં લેશ માત્ર શંકા નથી. આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદફળ ભોગવી અંતમાં મોક્ષપદ પ્રાપ્ત કરે છે.

હે મહર્ષિ! હે બ્રાહ્મણો! આપ સહુના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનુ વર્ણન કર્યુ છે. આ ઘોર કળીયગુમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધાાં દુ:ખોનું નિવારણ કરી શકે છે. હે શ્રેષ્ઠ મુનિઓ! જે આકથા દરરોજ વાંચે છે કે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના બધાં પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે.

હે મુનિશ્વરો! જે લોકોએ પહેલાં વ્રત કર્યું હતું તેમના બીજા જન્મની કથા સાંભળો : કાશી નગરનો પેલો શતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા હતો. ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તેને પરમ પદ પ્રાપ્ત થયું. લાકડાં વેચનાર પેલો કઠીયારો કેવટ થયો, જેણે પોતાના હાથે ભગવાન રામચંદ્રનાં ચરણો ધોયાં અને તેમની સેવા કરી જન્મ-મરણનાં બંધનોથી મુક્ત થઇ ગયો.

ઉલ્કામખુ રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો. તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ મેળવ્યું. પેલો વેપારી શેઠ બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો. પોતાના પુત્રનું અડધું શ રીર કરવત વડેકા પી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા. મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યા. તેમણે ભગવત્ સંબંધી કથાઓ દ્વારા સહુને ભગવાનના ભક્ત બનાવ્યા.

બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય.

શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સમાપ્ત.

સાભાર એમ. વડોદરિયા (અમર કથાઓ ગ્રુપ)

શ્રી સત્યનારાયણ કથા અધ્યાય ૧ થી ૪ તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.