પોતાના મિત્રને જાડા બનાવવા માટે શ્રીકૃષ્ણ બન્યા હતા માખણચોર, જાણો રસપ્રદ કિસ્સો.

0
553

કૃષ્ણ બાળ લીલા : વાસુદેવ કૃષ્ણની મિત્રતાની કથાને લોકો ભલે સુદામા કે અર્જુન સાથે જોડતા હોય, પણ નંદલાલના બાળપણમાં લગભગ 20 ગાઢ મિત્ર હતા. તેમાં પણ સૌથી વધુ ખાસ સખા મધુમંગલ એટલે મનસુખા હતા. તે એ મિત્ર હતા, જેમને જાડા બનાવવાની શરત પૂરી કરવા માટે શ્રીકૃષ્ણ માખણ ચોર બની ગયા.

ભગવાન શ્રીકૃષ્ણના બાળ સખાઓમાં સુબાહુ, સુબલ, ભદ્ર, સુભદ્ર, મણીભદ્ર, ભોજ, તોકકૃષ્ણ, વરુથપ, શ્રીદામા, સુદામા, મધુકંડ, વિશાલ, રસાલ, મકરન્દ, સદાનંદ, ચન્દ્રહાસ, બકુલ, શારદ અને બુદ્ધીપ્રકાશ વગેરે હતા. ઉદ્ધવ અને અર્જુન સાથે ઘણી મોડેથી મિત્રતા થઇ.

પુષ્ટિમાર્ગ મુજબ કૃષ્ણની બાલ અને કિશોર લીલાના આઠ આત્મીય સંગી તોક, અર્જુન, ઋષભ, સુબલ, શ્રીદામા, વિશાલ અને ભોજ રહ્યા, પણ તે ઉપરાંત મધુમંગલ એવા બાલ સખા હતા જે ગોકુલમાં રહેતા હતા. તે ઘણા ગરીબ બ્રાહ્મણ પોર્ણમાસી દેવીના પૌત્ર અને શ્રીસાંદીપનીજીના પુત્ર હતા. તેમની ખાસિયત હતી કે તે પરમ વિનોદી હતા, જેના લીધે મિત્રો વચ્ચે તેમને ‘મસખરે મનસુખા’ કહીને પણ બોલાવવામાં આવતા હતા. બાલ કૃષ્ણ જયારે પણ કોઈ તોફાન કરતા હતા તો મનસુખાની સલાહ જરૂર લેતા હતા.

ગરીબીને કારણે મનસુખાને પેટભરીને ભોજન મળતું ન હતુ. તે દુબળા-પાતળા અને નબળા હતા. એક દિવસ કૃષ્ણએ તેની ઉપર હાથ મૂકીને કહ્યું કે મનસુખા તમે મારા મિત્ર છો કે નહિ? આવા દુર્બળ મિત્ર મને પસંદ નથી. તમે મારા જેવા તંદુરસ્ત થઇ જાવ. એ સાંભળીને મનસુખા રડી પડ્યા અને કહ્યું – કાન્હા તમે એક રાજાના દીકરા છો, તમને રોજ દૂધ અને માખણ ખાવા મળે છે. હું ગરીબ છું, ક્યારેય માખણ નથી ખાધું.

તે સાંભળીને નંદલાલે જણાવ્યું કે હવે હું તમને રોજ માખણ ખવરાવીશ. તો મનસુખાએ કહ્યું, જો તમે રોજ માખણ ખવરાવશો તો તમારી માતા ગુસ્સે થઇ જશે. તો કનૈયાએ કહ્યું કે અરે, નહિ હું મારા ઘરનું નહિ, પણ બહારથી લાવીને તમને ખવરાવિશ. આ રીતે શ્રીકૃષ્ણ પોતાના પરમમિત્ર માટે માખણ ચોર બની ગયા.

મિત્રનું રૂપ ધારણ કરવું મનસુખાને પડ્યું ભારે :

કહેવામાં આવે છે કે એક વખત મધુમંગલ એટલે મનસુખાએ શ્રીકૃષ્ણનું રૂપ ધારણ કર્યું, જેથી બધી ગોપીઓ તેમને પ્રેમ કરી શકે અને તેમને લાડુ મળી શકે. ત્યારે ત્યાં ઘોડાના રૂપમાં કેશી દૈત્ય આવી ગયો. તેણે મનસુખાને જ શ્રીકૃષ્ણ સમજી લીધા અને તેમની પાછળ પડી ગયો. એટલામાં શ્રીકૃષ્ણ આવી ગયા અને તેમણે તે દૈત્યનો વ ધકરી મનસુખાનો જીવ બચાવી લીધો. આ ઘટના પછી મનસુખાએ સોગંધ ખાઈ લીધા હતા કે, તે ક્યારે પણ શ્રીકૃષ્ણનું રૂપ ધારણ નહિ કરે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.