શું કર્મ નસીબને બદલી શકે છે? સ્ટોરી દ્વારા જાણો દરેકના જીવન સાથે જોડાયેલા આ પ્રશ્નનો જવાબ.

0
668

ચોરના ખરાબ કર્મ હોવા છતાં મળી સોના મોહર, પણ સાધુના સારા કર્મ છતાં મળી સજા, વાંચો રોચક સ્ટોરી. આ સમગ્ર સંસારમાં બે પ્રકારના લોકો રહે છે, ઘણા લોકો કર્મને જ સર્વોપરી મને છે અને ભાગ્ય ઉપર વિશ્વાસ નથી કરતા. બીજી તરફ ઘણા લોકો ભાગ્યને જ સર્વસ્વ માને છે, એવા લોકોનું માનવું છે કે ભાગ્યમાં જે લખ્યું છે તે થઈને જ રહેશે, તેને કોઈ ટાળી નથી શકતુ. માણસ તેના આખા જીવનમાં કર્મ અને ભાગ્ય એ બંને બિંદુઓ વચ્ચે ફરતો રહે છે, છેલ્લે એક દિવસ આ દુનિયા છોડીને જતો રહે છે. ભાગ્ય અને કર્મને લઈને આપણા પુરાણોમાં ઘણી બધી કથાઓનું વર્ણન મળે છે. તેમાંથી અમે એક કથાના માધ્યમથી જણાવી રહ્યા છીએ કે શું છે કર્મ અને ભાગ્ય વચ્ચે અંતર.

પુરાણોની કથા મુજબ એક વખત દેવઋષિ નારદ વૈકુઠ ધામ ગયા અને ત્યાં તેમણે ભગવાન વિષ્ણુને નમન કર્યું અને કહ્યું કે પ્રભુ તમારી પૃથ્વી ઉપર અસર ઓછી થઇ રહી છે અને ધર્મ ઉપર ચાલવા વાળાને કોઈ સારું ફળ નથી મળી રહ્યું. જે પાપ કરી રહ્યા છે તેમનું ભલું થઇ રહ્યું છે, ત્યાર પછી શ્રી હરિએ કહ્યું એવું નથી દેવઋષિ જે પણ થઇ રહ્યું છે, તે નિયતિ દ્વારા જ થઇ રહ્યું છે. ત્યાર પછી ભગવાન વિષ્ણુએ નારદના એ પ્રશ્નનો આગળ એથી વધુ રોચક જવાબ આપ્યો અને કહ્યું કે શું તમે એવી કોઈ એક ઘટના જણાવી શકો છો, જેમાં ખરાબ કર્મ કરવા વાળા સાથે સારું થયું હોય અને સારું કર્મ કરવા વાળા સાથે ખરાબ થયું હોય.

ત્યારે દેવઋષિ નારદે કહ્યું પ્રભુ હાલમાં હું જંગલ માંથી આવી રહ્યો હતો, ત્યાં એક ગાય કાદવમાં ફસાઈ ગઈ હતી, કોઈ તેને બચાવવા વાળા ન હતા અને ગાય ધીમે ધીમે મૃત્યુ તરફ જઈ રહી હતી. ત્યારે એક ચોર ત્યાંથી પસાર થયો અને તેણે જોયું કે ગાય કાદવમાં ફસાઈ ગઈ છે. પરંતુ ચોરે ગાયને ફસાયેલી જોઈ પણ ઉભો ન રહ્યો અને તેની મદદ કરવાની તો દુર પરંતુ તેની ઉપર પગ મુકતા જતો રહ્યો. આગલા જઈને ચોરને સોનામોહરોથી ભરેલી એક થેલી મળી ગઈ.

થોડી વાર પછી ત્યાંથી એક વૃદ્ધ સાધુ પસાર થયો અને તેણે તે ગાયને બચાવવાનો પુરતો પ્રયત્ન કરી આખા શરીરનું જોર લગાવીને તે ગાયને બચાવી લીધી અને જેવો સાધુ આગળ ગયો, તો તે એક ખાડામાં પડી ગયો અને તે સાધુને ઘણી બધી જગ્યાએ વાગ્યું. પછી નારદે ભગવાન વિષ્ણુને પૂછ્યું બતાવો આ કેવો ન્યાય છે. એક તરફ તો ચોરે ગાયની મદદ સુદ્ધાં ન કરી, તો તેને સોનાથી ભરેલી થેલી મળી ગઈ અને તે બીજી તરફ એક સાધુએ જીવની પરવા કર્યા વગર ગાયને કાદવ માંથી બહાર કાઢી, તો તેને તેના બદલે શું મળ્યું ઈજા અને પીડા. આ ક્યાંનો ન્યાય છે?

ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે તે સાચું જ થયું છે કેમ કે જે ચોર ગાયની ઉપર પગ રાખીને ભાગી ગયો હતો, તેના ભાગ્યમાં તો એક ખજાનો હતો પરંતુ તેના એ પાપ (ખરાબ કર્મ) ને કારણે તેને થોડી સોનામોહરો જ મળી. અને તે સાધુને ખાડામાં એટલા માટે પડવું પડ્યું કે કેમ કે તેના ભાગ્યમાં મૃત્યુ લખાયેલું હતું, પરંતુ ગાયને બચાવવાને કારણે તેના પુણ્ય વધી ગયા અને તેનું મૃત્યુ એક નાની એવી ઈજામાં બદલાઈ ગયું.

માણસ કર્મથી જ તેનું ભાગ્ય નક્કી હોય છે, એટલા માટે તો કર્મ કરતા રહેવું જોઈએ કેમ કે કર્મથી ભાગ્ય બદલી શકાય છે. એટલે તમે આ કથાના માધ્યમથી જીવનનો અર્થ સમજો અને તમારા જીવનને યોગ્ય દિશા આપો.

આ માહિતી એસ્ટ્રો સાઇન્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.