શું લઈને આવ્યાં,
શું લઈ જવાનાં!
અંતે તો માટી ભેગાં,
માટી થવાનાં…
તોય ક્યાં છુટે છે!
નિત નવાં બહાનાં,
ધરપત ક્યાં છે કે,
થશે સૌ સારાં વાનાં…
શું છે તારુ અહીં કે,
ગાય છે એનાં ગાણાં?
પડ્યાં રહી જશે ,
તને પિરસેલાં ભાણાં…
નથી ધન સંપતિ કે,
નથી તારાં નાણાં
કાં બેઠો છે! જો,
વહી રહ્યાં છે વ્હાણાં…
બંધ કર હવે સબંધોનાં,
રોજ રોજ હટાણાં.
નહીં મળે મનખા’દે નાં,
ફરી મોઘાં ટાણાં…
ખોલ પરમાર્થનાં હાટ,
ના બન ઉખાણાં.
કંઈક એવું કર,
દે જગત તારાં પરમાણાં…
કરેલાં કર્મ તારાં,
નથી રહેવાનાં છાનાં.
ખોલી દે હવે જીંદગીનાં,
અમુલ્ય પાનાં.
રચના :- નટવરભાઈ રાવળદેવ થરા.