શું તમે જાણો છો, ભોજપુરના 40 ફૂટ ઊંચા શિવલિંગ અને અધૂરા મંદિરની સ્ટોરી?

0
877

ભોજપુરનું એક એવું શિવ મંદિર જે ક્યારેય પૂરું ન થઇ શક્યું, અહીં છે ભારતના સૌથી મોટા શિવલિંગમાંથી એક શિવલિંગ. ક્યારે ક્યારે આપણે કોઈ એવી જગ્યાએ પહોચી જઈએ છીએ જે અલૌકિક અનુભવ આપે છે. ભારતમાં એવા ઘણા સ્થળો છે જ્યાંની સુંદરતા ઘણી સારી હોય છે. જેને ઘણું જ સુનીયોજિત રીતે બનાવવામાં આવ્યા છે, પણ એવી જગ્યા પણ છે, જેને વેરાન છોડી દેવામાં આવ્યું કે પછી પૂરું નથી બનાવવામાં આવ્યું કે પછી તે ઘણું સુંદર છે. તેમાંથી જ એક છે ભોપાલની પાસે આવેલા ભોજપુરનું મંદિર, જેને ભોજેશ્વર મહાદેવ પણ કહેવામાં આવે છે.

ભોજપુરનું મંદિર અધૂરું છે, તેને સદીઓથી પૂરું નથી કરવામાં આવ્યું. આ મંદિર એટલું જુનું છે. જેના વિષે કદાચ કોઈને ખબર નહિ હોય, પરંતુ ઘણા ઈતિહાસ કારો તેને રાજા ભોજના સમયનું જ માને છે અને તે ફેક્ટ આ મંદિરને 11મી સદીનું બનાવી દે છે. એટલે આ મંદિર 1000 વર્ષ જુનું છે.

તે મંદિર જે ક્યારે પણ પૂરું નથી કરી શક્યા : આ મંદિરને પૂરું નથી કરી શક્યા કેમ કે યુદ્ધ, કુદરતી આપત્તિઓ કે પછી પૈસાની ઉણપને કારણે આ મંદિરને પૂરું નથી કરી શક્યા. તે શિવ મંદિર ઘણું વિશાળ થવાનું હતું કેમ કે અહિયાં મંદિર બનાવવાનો સામાન અને અમુક નકશા મળ્યા હતા, જે એ સાબિત કરતા હતા કે આ મંદિરને ઘણું વધુ વિશાળ બનાવવામાં આવવાનું હતું. આમ તો તે સમયે વૈભવશાળી રાજા જ આટલું મોટું નિર્માણ કરાવી શકતા હતા.

આ મંદિર આસપાસ ત્રણ ડેમ પણ બનાવવામાં આવ્યા હતા. સાથે જ એક શિવ પાર્વતી મંદિર અને એક જૈન મંદિરનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિર પોતાની રીતે અલૌકિક છે. જયારે આ મંદિર વિષે ચર્ચા થઇ ત્યારે જાણવા મળ્યું કે અહિયાંની છત ન હતી. મંદિરની છત પાછળથી બનાવવામાં આવી છે.

ઘણા ઈતિહાસકારોનું માનવું છે કે આ મંદિરની છત પાછળથી પડી ગઈ જેના કારણે તેનું નિર્માણ પૂરું ન થઇ શક્યું. 2006-2007 માં આર્કીયોલોજીકલ સર્વે ઓફ ઈડિયાની ટીમે પણ એ નિષ્કર્ષ કાઢ્યો હતો. પરંતુ ઈતિહાસકાર એમ. એ. ઢાકીનું કહેવું છે કે આ મંદિર સ્વર્ગારોહણ પ્રસાદ મંદિર છે. આ પ્રકારના મંદિરમાં ઘુમ્મટ નથી હોતા, જે આત્માઓના સ્વર્ગ તરફ ઈશારો કરે છે.

શું કહે છે લોકકથા? હું પોતે ભોપાલનો છું અને હોશંગાબાદમાં જન્મ્યો છું. હું કદાચ 100 થી વધુ વખત આ શિવલિંગના દર્શન કરી ચુકી છું અને લોકકથા જે મેં નાનપણમાં સાંભળી છે, તે મુજબ હોશંગાબાદ (ભોપાલ પાસે આવેલું શહેર) ના સુલતાન હોશંગાશાહના રાજા ભોજના વિસ્તારમાં આક્રમણ કરી દીધું હતું. જયારે તે મંદિર બનાવવામાં આવી રહ્યું હતું.

તે સમયે યુદ્ધના કારણે આ મંદિરને પૂરું ન કરી શકાયું. પરંતુ આ મંદિરનું નિર્માણ થોડા આ કારણોથી કરવામાં આવી રહ્યું હતું કે તે સદીઓ સુધી ચાલતું રહે અને એ કારણ છે કે 1000 વર્ષથી એમ જ ઉભું છે. કારણ ભલે ઈતિહાસકારોનું માનીએ કે પછી લોકકથાનું, પરંતુ ભોજપુર મંદિર છે, ઘણું જ સુંદર અને સાથે સાથે આ મંદિરની ખ્યાતી આખા ભારતમાં છે.

40 ફૂટની ભૂરત અને દરવાજા વગરનું મંદિર : ભોજપુરમાં ખાલી શિવલિંગ જ 7.5 ફૂટનું છે. જો શિવલિંગનો અડધો અને તેને સ્ટેન્ડ પણ ગણવામાં આવે તો તે આખી મૂર્તિની ઊંચાઈ 40 ફૂટ થઇ જાય છે. તેની પહોળાઈ 17.8 ફૂટ છે અને એટલા માટે તે ભારતના સૌથી ઊંચા શિવલિંગ માંથી એક છે. તે મોટા મોટા થાંભલા ઉપર ટકેલું મંદિર છે.

આસપાસમાં પાંડવોના પદચિન્હ, રમવા માટે પાર્ક, શોપિંગ માટે થોડી દુકાનો જ્યાં ઘણી સુંદર વસ્તુ મળે છે અને આ આખા મંદિર કોમ્પલેક્ષમાં બેસવાની ઘણી જગ્યા પણ છે. ઘણા પરિવાર અહિયાં પીકનીક માટે આવે છે.

ક્યાં આવેલું છે ભોજપુરનું મંદિર? ભોજેશ્વર મહાદેવ જેને ભોજપુર મહાદેવ પણ કહેવામાં આવે છે, તે ભોજપુર ગામમાં જ છે. આમ તો લોકોને લાગે છે કે આ મંદિરનું નામ છે, પરંતુ ભોજપુર વાસ્તવમાં ગામનું નામ છે, જે ભોપાલથી 28 કી.મી. દુર છે. આ મંદિર ઘણું જ વિશેષ છે અને તે જોવા વાળા તેની સુંદરતાના દીવાના થઇ જાય છે. ખરેખર ભોજપુરનું મંદિર તમારે એક વખત જરૂર જોવું જોઈએ.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.