શું તમે જાણો છો? કેવી રીતે થયો ચારેય યુગોનો આરંભ, અહીં મેળવો વિસ્તૃત માહિતી.

0
643

પુરાણો અનુસાર જાણો સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગની કેવી રીતે થઈ શરૂઆત. મિત્રો એ તો આપણે બધા જાણીએ જ છીએ કે હિંદુ પુરાણો મુજબ કાળખંડ એટલે સમયને ચાર યુગોમાં વહેચવામાં આવ્યા છે અને એ કાળખંડને સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગના નામથી ઓળખવામાં આવે છે.

હિંદુ પુરાણો મુજબ એવું માનવામાં આવે છે કે જયારે પણ કોઈ કાળખંડમાં તે સમયની પરિસ્થિતિ માપદંડો મુજબ ધર્મ લુપ્ત થવા લાગે છે, તો ભગવાન શ્રી હરિ અવતરીત થઈને અધર્મીઓનો નાશ કરે છે અને પછી ત્રણે લોકમાં ધર્મની સ્થાપના કરે છે ત્યાર પછી એક નવા કાળખંડ એટલે નવા યુગનો આરંભ થાય છે. તો મિત્રો આવો મળીને જાણીએ કે પુરાણો મુજબ સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગનો આરંભ અને અંત કેવી રીતે થયો?

આમ તો હિંદુ ધર્મશાસ્ત્રો મુજબ આ ચારે યુગોનું ઘણી વખત પરિવર્તન થઇ ચુક્યું છે પરંતુ એવું માનવામાં આવે છે કે સૃષ્ટિના આરંભમાં સૌથી પહેલા કાળખંડ એટલે યુગ સતયુગ હતો. સતયુગની કાળ અવધી 4,800 દિવ્ય વર્ષ અર્થાત 1728000 માનવ વર્ષ માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે આ યુગમાં મનુષ્યોનું આયુષ્ય એક લાખ વર્ષની નજીક હોય છે સાથે જ સતયુગમાં મનુષ્યોની લંબાઈ પણ આજની સરખામણીમાં ઘણી વધુ હોય છે. આ યુગમાં પાપનું પ્રમાણ ૦ વિશ્વા અર્થાત ૦% હતું જયારે આ યુગમાં પુણ્યનું પ્રમાણ 20 વિશ્વા એટલે કે 100% હોય છે. છતાં પણ આ યુગમાં શ્રી હરીએ મત્સ્ય, કુર્મ, વારાહ, નૃસીહ રૂપમાં અવતાર લીધો હતો.

હવે અહિયાં એ સવાલ ઉઠે છે કે જયારે સતયુગમાં પાપ ન થયા, તો પછી શ્રી હરિએ એ રૂપોમાં કેમ અવતાર લીધો તો દર્શકો તમને જણાવી આપું કે જયારે પરમપિતા બ્રહ્માએ આ સૃષ્ટિની રચના કરી તો તે સમયે દેવો, મનુષ્યો, નાગો, ગંધર્વો વગેરે સાથે સાથે દેત્યોની પણ ઉત્પતી કરી, જેથી સૃષ્ટિનું સંતુલન જળવાઈ રહે. અને આ સંતુલન જાળવી રાખવા માટે સતયુગમાં શ્રી હરિ શંખાસુર, હરીન્યાણ્યાક્ષ દૈત્ય અને હિરણ્યકશિપુનો વધ કરવા માટે જુદા જુદા રૂપમાં અવતરીત થયા.

હિંદુ ધર્મગ્રંથોના માનવા મુજબ આમ તો તે સમયે મનુષ્ય તેના વિકાસ તરફ આગળ વધી રહ્યા હતા અર્થાત મનુષ્ય જાનવરો માંથી ધીમે ધીમે તેના વાસ્તવિક રૂપમાં આવી રહ્યા હતા. તે ઉપરાંત હરિના આ બધા અવતાર માનવના વિકાસનું પણ પ્રતિક માનવામાં આવે છે.

સતયુગની સમાપ્તિ પછી ત્રેતા યુગ આવ્યો. આ યુગની વાત કરીએ તો આ યુગમાં શ્રી હરિએ વામન અને શ્રી રામના રૂપમાં પૂર્ણ અવતાર લીધો હતો, જયારે પરશુરામના રૂપમાં તેમણે અંશાવતાર લીધો હતો. આ યુગની કાળ અવધી 3,600 દિવ્ય વર્ષ અર્થાત 1296000 માનવ વર્ષ માનવામાં આવે છે. આ યુગમાં મનુષ્યોની ઉંમર દસ હજાર વર્ષ રહેતી હતી, જયારે લંબાઈ સો થી દોઢસો ફૂટ રહેતી હતી. આ યુગમાં પાપનું પ્રમાણ 5 વિશ્વા અર્થાત 25% હતું જયારે પુણ્યનું પ્રમાણ 15 વિશ્વા એટલે 75% હતું.

આ યુગમાં રાવણ, કુંભકર્ણ, બાલી, અહીરાવણ જેવા અત્યાચારી રાજા પણ હતા, જે તેના બળ અને અહંકારમાં આવીને ત્રણેલોકના પ્રાણીઓ ઉપર અત્યાચાર કરતા રહેતા હતા. જેના કારણે શ્રી હરિ પ્રભુ શ્રી રામ બળ અને અહંકારમાં આવીને રૂપમાં અવરતીત થયા અને આ અત્યાચારીઓનો નાશ કર્યો. પછી જયારે તે અયોધ્યા પાછા આવ્યા, તો તેમણે ઘણા વર્ષો સુધી ત્યાં શાસન કર્યું પછી સીતા દેવીના પૃથ્વીમાં સમાઈ ગયાના થોડા વર્ષો પછી તેમણે પણ પોતાનો દેહ ત્યાગ કરી દીધો અને એવું માનવામાં આવે છે કે પ્રભુ શ્રી રામે દેહ ત્યાગ કર્યા પછી એક વખત ફરી નવા યુગનું સર્જન થયું જેને દ્વાપરયુગના નામથી ઓળખવામાં આવે છે.

દ્વાપરયુગમાં શ્રી હરિએ કૃષ્ણના રૂપમાં જન્મ લીધો હતો. આ યુગની કાળ અવધી 2,400 દિવ્ય વર્ષ અર્થાત 864000 માનવ વર્ષ માનવામાં આવે છે. આ યુગમાં મનુષ્યોનું આયુષ્ય હજાર વર્ષ રહેતું હતું. આ યુગમાં પાપનું પ્રમાણ 10 વિશ્વા અર્થાત 50% રહેતું હતું. દ્વાપર યુગને યોદ્ધાનો યુગ પણ કહેવામાં આવે છે આ યુગમાં ધર્મનો ઝડપથી ક્ષય થવા લાગ્યો હતો. ચારે તરફ અધર્મ પોતાનો પગ પેસારો ઝડપથી કરવા લાગ્યો હતો, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ પાપીઓનો એક એક કરીને નાશ કરવાનું શરુ કર્યું.

અને જયારે મહાભારત યુદ્ધ પછી તમામ અધર્મીઓનો નાશ થઇ ગયો ત્યારે યુધિષ્ઠિરને હસ્તિનાપુરના રાજા જાહેર કરવામાં આવ્યા. જે સમયે યુધીષ્ઠીરનો રાજતિલક થઇ રહ્યો હતો, તે સમયે ગાંધારી તેના તમામ પુત્રોના જવાબદાર માનીને ભગવાન શ્રીકૃષ્ણને શ્રાપ આપી દીધો. ગાંધારીએ ભગવાન કૃષ્ણને શ્રાપ આપતા કહ્યું કે કૃષ્ણ જે રીતે તમે મારા કુળનો નાશ કર્યો, તે રીતે તમારા પણ કુળનો નાશ થશે.

ત્યાર પછી પાંડવોએ 36 વર્ષ સુધી હસ્તિનાપુરમાં રાજ કર્યું. પછી ગાંધારીએ આપેલા શ્રાપને કારણે ભગવાન શ્રીકૃષ્ણની દ્વારિકા નગરીની સ્થિતિ દિવસેને દિવસે બગડવા લાગી. દ્વારકાવાસી મદિરા પી ને અંદરો અંદર લડવા લાગ્યા અને એક બીજાને મારવા લાગ્યા. તે જોઇને એક દિવસ ભગવાન શ્રીકૃષ્ણ આખા યાદવ વશને પ્રભાસ લઇ આવ્યા. પરંતુ ત્યાં પણ શ્રાપને કારણે સંપૂર્ણ યાદવ વંશ એક બીજાના લોહીના તરસ્યા થઇ ગયા. અને અંતમાં સ્થિતિ એટલી બગડી ગઈ કે આખું યાદવ વંશનો જ નાશ થઇ ગયો.

ત્યાર પછી એક દિવસ ભગવાન શ્રીકૃષ્ણ એક વૃક્ષની નીચે વિશ્રામ કરી રહ્યા હતા. તે સમયે કોઈ શિકારીએ ભગવાન કૃષ્ણ ઉપર નિશાન તાકી દીધું. કેમ કે ભગવાને મૃત્યુલોકમાં જન્મ લીધો હતો એટલા માટે આ માણસ રૂપી શરીર માંથી એક દિવસ તેને દુર થવાનું જ હતું. છેવટે ભગવાન શ્રીકૃષ્ણએ તેમનો દેહ ત્યાગી દીધો અને વૈકુઠ ધામ જતા રહ્યા.

ત્યાં જયારે એ વાતની માહિતી યુધીષ્ઠીરને મળી તો તેને પણ સમજાઈ ગયું કે હવે તેમના જીવનનો ઉદેશ્ય પૂર્ણ થઇ ગયો છે. દ્વાપર યુગ તે વખતે તેની સમાપ્તિ તરફ હતો અને કળિયુગનો પ્રારંભ થવાનો હતો. તે વાતને ધ્યાનમાં રાખીને યુધિષ્ઠિરે હસ્તિનાપુરનું રાજપાટ પરીક્ષિતને સોપી દીધું અને પોતે ચારે ભાઈઓ અને દ્રૌપદી સહીત હિમાલય તરફ તેમની અંતિમ યાત્રા ઉપર નીકળી પડ્યા. પછી પાંડવોએ હસ્તિનાપુરથી નીકળતા જ કળિયુગનો આરંભ થઇ ગયો અને આજે આપણે એ કળિયુગમાં જીવી રહ્યા છીએ. આ યુગમાં પાપનું પ્રમાણ 15 વિશ્વા અર્થાત 75% માનવામાં આવે છે, જયારે પુણ્યનું પ્રમાણ માત્ર 5 વિશ્વા એટલે 25% માનવામાં આવે છે.

મિત્રો તમને જણાવી આપું કે હાલમાં કળિયુગનો પ્રથમ જ તબક્કો ચાલી રહ્યો છે અને એવું માનવામાં આવે છે કે કળિયુગનો પ્રારંભ 3102 ઇ.સ. પૂર્વથી થયો હતો. એટલે હજુ સુધી કળિયુગે પોતાના 5120 વર્ષ જ પુરા કર્યા છે, જયારે તેનો અંત થવામાં 426880 વર્ષ બાકી છે. પરંતુ કળિયુગનો અંત કેવી રીતે થશે તેનું વર્ણન પહેલા જ બ્રહ્મપુરાણમાં કરવામાં આવી ચુક્યું છે. બ્રહ્મપુરાણ મુજબ કળિયુગના અંતમાં મનુષ્યની ઉંમર માત્ર 12 વર્ષ રહી જશે. તે દરમિયાન લોકોમાં દ્વેષ અને દુર્ભાવના વધશે. કળિયુગની ઉંમર જેમ જેમ વધતી જશે તેમ તેમ નદીઓ સુકાતી જશે. ખોટા અને અન્યાયથી ધન કમાવાવાળા લોકો વધવા લાગશે.

ધનના લોભમાં મનુષ્ય કોઈની પણ હત્યા કરવા લાગશે. માણસ તમામ ધાર્મિક કામ કરવાનું બંધ કરી દેશે. ગાય દૂધ આપવાનું બંધ કરી દેશે. માનવતા નષ્ટ થઇ જશે. છોકરીઓ જરાપણ સલામત નહિ રહે, તેનું તેના જ ઘરમાં શોષણ થવા લાગશે. પોતાના જ ઘરના લોકો તેની સાથે વ્યભિચાર કરવા લાગશે, તમામ સંબંધો નષ્ટ થવા લાગશે અને જયારે આતંક તેની ચરમ સીમા ઉપર હશે ત્યારે શ્રી હરિ કલ્કી અવતાર લેશે અને પૃથ્વીના સમસ્ત અધર્મીઓનો નાશ કરી દેશે.

અને ત્યાર પછી એક વખત ફરીથી નવા યુગ સતયુગનો આરંભ થશે. મિત્રો તમને જણાવી આપું કે અત્યાર સુધી યુગ પરિવર્તનનું આ બાવીસમુ ચક્ર ચાલી રહ્યું છે અને વર્તમાન યુગના સમાપ્તી પછી તે તેના ત્રેવીસમાં ચક્રમાં પ્રવેશ કરશે.

આ માહિતી ધ ડીવીન ટેલ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.