જાણો કેમ દરેક મહત્વપૂર્ણ કામ માટે શુભ મુહૂર્ત જોવા જરૂરી છે, કુલ કેટલા મુહૂર્ત હોય છે અને તેમાં શું જોવામાં આવે છે. કોણ નથી ઇચ્છતું કે જે પણ કામ તે કરે તેમાં સફળતા પ્રાપ્ત થાય અને તેને સકારાત્મક પરિણામ મળે. તમે પણ જયારે કોઈ કામની શરુઆત કરવા વિષે વિચારો છો, તો સમય અને પરિસ્થિતિઓનું આંકલન કરો છો. જોઈએ છીએ કે પરિસ્થિતિ મુજબ અમુક કામ કરવા ઠીક રહેશે કે નહિ. જે ઉદેશ્ય સાથે કામ પૂરું કરવામાં આવી રહ્યું છે તે પ્રાપ્ત કરવામાં સફળતા મળશે કે નહિ. શુભ મુહુર્ત પણ કાંઈક એવા જ છે.
જ્યોતિષશાસ્ત્ર મુજબ ગ્રહોની ચાલ આપણા દરેક સારા ખરાબ નિર્ણયને અસર કરે છે. ઘણી વખત તમે સારા માટે કોઈ શરુઆત કરો છો પરંતુ તેના પરિણામ નકારાત્મક મળે છે. જ્યોતિષ શાસ્ત્ર તે બધા પાછળ ગ્રહોનું અનુકુળ ન હોવાનુ માને છે એટલા માટે જ્યોતીષાચાર્ય કોઈ પણ કામ કે શુભ મુહુર્તમાં કરવાની સલાહ આપે છે. આવો જાણીએ શું હોય છે શુભ મુહુર્ત અને શું હોય છે જરૂરી.
શું હોય છે શુભ મુહુર્ત? જ્યોતિષ શાસ્ત્રીય દ્રષ્ટિથી આંકલન કરવાથી શુભ મુહુર્ત વિષે કહેવામાં આવી શકે છે કે શુભ મુહુર્ત કોઈ પણ શુભ કાર્ય શરુ કરવાનો એવો શુભ સમય હોય છે, જેમાં તમામ ગ્રહ અને નક્ષત્ર શુભ પરિણામ આપવા વાળા હોય છે. આ સમયમાં કાર્ય શરુ કરવાથી ધ્યેય પ્રાપ્ત કરવામાં સફળતા મળે છે અને કામમાં આવતી અડચણ દુર થાય છે. આજકાલ શુભ મુહુર્તને શુભઘડી પણ કહેવામાં આવે છે. તમારા માટે શુભ ઘડી કઈ રહેશે કે પછી કેવી રીતે તમારા કાર્યમાં આવી રહેલી અડચણ દુર થશે જાણવા માટે ચર્ચા કરો ભારતના જાણીતા જ્યોતિષાચાર્ય સાથે.
કેટલા હોય છે મુહુર્ત? આમ તો શુભ મુહુર્ત કાર્યની પ્રકૃતિ અને કાર્ય શરુ કરવા વાળા વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની દશા મુજબ જ નક્કી થાય છે, પરંતુ રોજીંદા જીવનમાં દરરોજ કાંઈક એવા શુભ અશુભ મુહુર્ત હોય છે, જેની જાણકારી પછી દરરોજ દરેક કાર્ય માટે જ્યોતિષીય ચર્ચાની જરૂર નથી પડતી. જો દિવસ અને રાતના 24 કલાકના સમય અનુસાર જોવામાં આવે તો સવારે 6 વાગ્યાથી લઈને દિવસ રાત મળીને સવારના 5 વાગીને 12 મિનીટ સુધી કુલ 30 મુહુર્ત હોય છે. એક મુહુર્ત 48 મિનીટ સુધી રહે છે.
મૂહુર્તોના નામ અને સમય? એ તો તમે જાણી ચુક્યા છો કે દિવસમાં 30 મુહુર્ત હોય છે આવો હવે તમને જણાવીએ એ મૂહુર્તોના નામ અને સમય વિષે. સૌથી પહેલા મુહુર્તનું નામ રુદ્ર છે. જેના શરુ થવાનો સમય સવારે 6 વાગ્યાનો છે. ત્યાર પછી ક્રમશઃ દર અડતાલીસ મિનીટ પછી આહી, મિત્ર, પિતૃ, વસું, વરાહ, વિશ્વદેવા, વિધિ, સપ્તમૂકી, પૂરુહુંત, વાહિની, નક્તનકરા, વરુણ, આર્યમાં, ભગ, વિષ્ણુ, યુમીગદયુતિ, બ્રહ્મ અને સમુદ્રમ મુહુર્ત હોય છે.
મુહુર્તમાં શું દેખાય છે? વેદ, સ્મૃતિ વગેરે ધાર્મિક ગ્રંથોના આધાર ઉપર મુહુર્ત સંબંધી જાણકારી આપવા વાળા ઘણા મુહુર્ત વિશેષ ગ્રંથ પણ છે જેનાથી મુહુર્ત સંબંધી વિસ્તૃત જાણકારી મળી શકે છે. તેમાં મૂહર્ત માર્તન્ડ, મુહુર્ત ગણપતિ, મુહુર્ત ચિંતામણી. મુહુર્ત પારિજાત, ધર્મ સિંધુ, નિર્ણય સિંધુ વગેરે છે. તેની સાથે જ શુભ મુહુર્ત જાણતી વખતે સમય તિથી, વાર, નક્ષત્ર, પખવાડિયું, અયન, ચોઘડિયા અને લગ્ન વગેરેનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
આ માહિતી એસ્ટ્રો યોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.