મીન રાશિમાં બનશે શુક્ર અને ગુરુની જોડી, આ 3 રાશિવાળા માટે બનશે ધનલાભના પ્રબળ યોગ.

0
1760

ધનના દાતા શુક્ર અને જ્ઞાનના દાતા ગુરુ આટલા દિવસ મીન રાશિમાં સાથે રહેશે, જાણો કોને મળશે તેના શુભ પરિણામ.

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે પણ કોઈ ગ્રહ અન્ય કોઈ ગ્રહ સાથે ગોચર કરે અથવા જોડી બનાવે છે, ત્યારે તેની સીધી અસર માનવ જીવન પર પડે છે. તમને જણાવી દઈએ કે, દેવતાઓના ગુરુ બૃહસ્પતિ અને દાનવોના ગુરુ શુક્રાચાર્યનો સંયોગ થવા જઈ રહ્યો છે એટલે કે બંને એક સાથે એક રાશિમાં ભેગા થવા જઈ રહ્યા છે.

જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુને જ્ઞાન અને વૃદ્ધિનો કારક માનવામાં આવે છે, જ્યારે શુક્ર ગ્રહને ધન, વૈભવ અને ઐશ્વર્યનો કારક માનવામાં આવે છે. તેથી જ્યોતિષની દૃષ્ટિએ આ યોગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચાલો જાણીએ કે આ યોગ ક્યારે બનવા જઈ રહ્યો છે અને કઈ રાશિને આ યોગથી ફાયદો થઈ શકે છે.

ગુરુ અને શુક્રની જોડી આ રીતે બનશે :

વૈદિક પંચાંગ મુજબ શુક્ર અને ગુરુની જોડી મીન રાશિમાં બનવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે, ગુરુ ગ્રહ મીન રાશિમાં ગોચર કરી ચૂક્યો છે અને હવે 27 એપ્રિલે શુક્ર આ રાશિમાં પ્રવેશ કરશે. 27 એપ્રિલથી 23 મે સુધી આ બે ગ્રહો (ગુરુ-શુક્ર) ની જોડી મીન રાશિમાં રહેશે.

આ રાશિ વાળાને થઈ શકે છે ધનલાભ :

વૃષભ : ગુરુ અને શુક્રની જોડી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ જોડી તમારી ગોચર કુંડળીથી 11 મા ભાવમાં બનશે. જેને આવકનું સ્થાન કહેવાય છે. તેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. પૈસા આવવાનો માર્ગ બનશે. આ સાથે આવકના નવા સ્ત્રોત પણ બનશે. વ્યાવસાયિક જીવનમાં તમને સારી સફળતા મળશે. વેપારમાં સારો ફાયદો થશે. વૃષભનો સ્વામી શુક્ર ગ્રહ છે. એટલા માટે શુક્રની વિશેષ કૃપા તમારા લોકો પર રહેશે.

મિથુન : તમારી ગોચર કુંડળીમાં ગુરુ અને શુક્રની જોડી દસમા ભાવમાં બનશે. જેને કાર્યક્ષેત્ર અને નોકરીનો ભાવ કહેવાય છે. તેથી, આ સમય દરમિયાન તમને નવી નોકરીની ઓફર મળી શકે છે. ઉપરાંત, જો તમે નોકરી કરી રહ્યા છો તો તમને પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. વેપારમાં આ સમયે સારો ફાયદો થઈ શકે છે. તેમજ વેપારનો વિસ્તાર થઈ શકે છે. કાર્યસ્થળ પર તમને વરિષ્ઠોનો સહયોગ પણ મળશે.

કર્ક : ગુરુ અને શુક્રની જોડી તમારી રાશિથી નવમા ભાવમાં બનશે. જેને નસીબ અને વિદેશ સ્થાન કહેવામાં આવે છે. તેથી, આ સમયે તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે. તેની સાથે પેન્ડિંગ કામ પણ કરવામાં આવશે. ધંધામાં જે ડીલ અટવાયેલી હતી તે પણ ફાઈનલ થઈ શકે છે.

નાણાકીય સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. વાહન સુખ મળવાની પ્રબળ શક્યતાઓ છે. આવકમાં સારો વધારો થવાની શક્યતા છે. જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓ પણ આ સમયે ભાગ્યનો પૂરો સાથ મળશે. મતલબ કે તેઓ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવી શકે છે.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.