શુક્રએ મકર રાશિમાં શરુ કરી દીધી ઉંધી ચાલ, આ 5 રાશિઓ વાળાએ રહેવું પડશે સતર્ક.

0
1147

હાલમાં જ શુક્રની ચાલમાં થયેલા પરિવર્તનને કારણે 7 રાશિઓને થશે લાભ તો અન્યનો ખરાબ રહેશે સમય, વાંચો રાશિફળ.

ગુરુ ગ્રહ પછી શુક્ર ગ્રહ સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે. શુક્રની શુભ અસરથી વ્યક્તિને ધન લાભ પ્રાપ્ત થાય છે. શુક્ર ગ્રહ વૃષભ અને તુલા રાશિઓના સ્વામી છે. તે મીન રાશિમાં પોતાની ઉચ્ચ રાશિમાં તથા કન્યા રાશિમાં પોતાની નીચ રાશિમાં સ્થિત માનવામાં આવે છે. અને શુક્રની વક્રી (ઉંધી) ચાલ ઘણી મહત્વની માનવામાં આવે છે, જે તમામ રાશિઓને પ્રભાવિત કરે છે. શુક્ર ગ્રહએ 19 ડીસેમ્બરના રોજ મકર રાશિમાં વક્રી ચાલ શરુ કરી દીધી છે. આવો જાણીએ તે કઈ રાશિ ઉપર કેટલી અસર કરશે.

આ રાશિઓ માટે શુભ છે શુક્રની વક્રી ચાલ :

(1) મેષ : મેષ રાશિના લોકો માટે શુક્ર બીજા ગૃહ અને સાતમાં ગૃહના સ્વામી છે. શુક્ર આ સમયે મકર રાશિમાં વક્રી છે. શુક્રના વક્રી થવાને કારણે મનપસંદ પરિણામ મેળવવા માટે કાર્યક્ષેત્રમાં વધુ મહેનત કરવી પડશે. કોઈ નવું સ્ટાર્ટઅપ કરવા માંગો છો અને તેના માટે પ્રયત્નશીલ છો, તો આ સમય તમને સફળતા અપાવશે. આર્થિક રીતે પણ આ સમય સારો રહેશે અને ધંધામાં મહેનતના પ્રમાણમાં તમને ધન પ્રાપ્તિ થઇ શકે છે.

(2) વૃષભ : વૃષભ રાશિના લોકોની કુંડળીના ભાગ્ય સ્થાનમાં શુક્ર ગ્રહ વક્રી થયા છે. શુક્ર દેવની વક્રી ચાલ તમારા માટે અનુકુળ સાબિત થશે. તમારા ભાગ્યમાં વધારો થશે. ભાગ્યનો સાથ મળવાથી તમારા કામમાં સફળતા મળશે અને જે કામ હાથમાં લેશો તેમાં સફળતા મળવાની સંભાવના ઘણી વધી જશે. આ સમયમાં તમને તમારા મિત્રોનો પૂરો સહકાર અને સમર્થન મળશે.

(3) કન્યા : કન્યા રાશિના લોકો માટે શુક્ર ગ્રહની વક્રી સ્થિતિ તમારી રાશિના પાંચમાં ગૃહમાં છે. શુક્રની વક્રી ચાલ તમારા માટે કાંઈક સારી તકો પણ લઈને આવશે અને કેટલાક પડકારો પણ. એક તરફ તમારી નોકરીના ક્ષેત્રમાં તમને સફળતા મળશે અને તે સમય દરમિયાન એકથી વધુ નોકરીની તકો પણ મળી શકે છે એટલા માટે જો તમે ઘણા સમયથી નોકરી બદલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તો શુક્ર ગ્રહની આ વક્રી અસર તમને નોકરી બદલવાની પ્રબળ તક પ્રાપ્ત કરશે.

(4) તુલા : તુલા રાશિના લોકો માટે શુક્ર ગ્રહની વક્રી ગતિને કારણે કૌટુંબિક સુખ સકારાત્મક રીતે પ્રભાવિત થશે. તમારા ભૌતિક સુખોમાં વધારો થશે અને માતા સાથે પ્રેમ વધશે અને તેના માધ્યમથી તમને કોઇ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. શુક્ર ગ્રહની અસરથી તમે તમારા સુખ સંસાધનોને પણ વધારશો અને ઘરેલું ખર્ચ પણ કરશો. આર્થિક રીતે આ સમય અનુકુળ રહેશે અને કુટુંબની આવકમાં પણ વધારો જોવા મળશે.

(5) ધનુ : ધનુ રાશિ માટે શુક્રની વક્રી સ્થિતિ તમારી રાશિના બીજા ગૃહમાં છે. તમારા બેંક બેલેન્સમાં વધારો થશે અને ઉધાર આપેલું ધન પાછું આવી શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. તમારી વાણીમાં પણ મીઠાશ વધશે જે તમારા વિરોધીઓને પણ તમને તમારા બનાવવામાં મદદ કરશે. તમે સારા ભોજનનો આનંદ ઉઠાવશો અને કેટલાક મોંઘા કપડા પણ ખરીદી શકો છો.

(6) મકર : મકર રાશિ વાળા માટે આ સમય ઘણો મહત્વપૂર્ણ છે કેમ કે મકર રાશિ વાળા માટે શુક્ર ગ્રહ એક યોગકારક ગ્રહ છે. તે તમારા પાંચમા ગૃહ અને દશમા ગૃહના સ્વામી છે. વર્તમાન સમયમાં તે તમારી જ રાશિમાં વક્રી ચાલ ચાલવાને કારણે આ સમય તમારા માટે અનુકુળ રહેશે. તમારા જીવનમાં આનંદ આવશે અને તમે રાજી થઈને તમારા બધા કામોને સકારાત્મકતા આપસશો.

(7) મીન : મીન રાશિના લોકો માટે શુક્ર ગ્રહની વક્રી ચાલ વધુ અનુકુળ દેખાઈ રહી છે. ખાસ કરીને આર્થિક દ્રષ્ટિકોણથી આ સમય તમારા માટે વધુ અનુકુળ રહેશે. તમારી જે આર્થિક સ્થિતિ ચાલી રહી છે, તેમાં મોટા પાયે ફેરફાર આવશે અને તમને વધુ ધનની પ્રાપ્તિ થશે. સામાજિક રીતે તમારી સક્રિયતા વધશે અને તમે સમાજમાં લોકપ્રિય બનશો.

આ રાશિવાળા રહે સાવચેત :

(1) મિથુન રાશિ માટે શુક્ર બારમા ગૃહ અને પંચમા ગૃહના સ્વામી છે. વર્તમાન સમયમાં શુક્રની વક્રી ચાલ તમારી રાશિના આઠમા ગૃહમાં છે, જે તમને ભવિષ્યમાં થનારી ઘટનાઓ પ્રત્યે ચિંતિત કરશે. આર્થિક રીતે આ સમય નબળો રહી શકે છે એટલા માટે પૈસાનું રોકાણ કરતા પહેલા સારા-ખરાબ બંને પાસા વિષે વિચારી લો, નહિ તો પૈસા ડૂબવાની સંભાવના પણ બની શકે છે.

(2) કર્ક : કર્ક રાશિના લોકો માટે શુક્રની વક્રી ચાલ સારી રહેશે. જો તમે કોઈ ધંધો કરો છો તો આ સમય દરમિયાન તમારા ધંધામાં વધુ મહેનત કરીને તમારા ધંધાના ક્ષેત્રમાં આગળ વધવાની તક મળશે. કેટલાક નવા લોકો સાથે મુલાકાત થશે. આ સમય દરમિયાન તમારા દાંપત્ય જીવન કે પછી ધંધાને લઈને કોઈ પણ મોટો નિર્ણય લેવાથી દુર રહેવું જોઈએ કેમ કે તે સમય દરમિયાન લેવામાં આવેલા નિર્ણય ખોટી દિશામાં હોઈ શકે છે તમને દુઃખી કરી શકે છે.

(3) સિંહ : સિંહ રાશિ વાળા માટે શુક્ર ગ્રહની વક્રી ચાલ તમારી રાશિમાંથી છઠ્ઠા ગૃહમાં છે. આ સમય કોઈ બીમારીના સંકેત આપી રહ્યા છે એટલા માટે તમારે સતર્ક અને સાવચેત રહેવું જોઈએ, જો કોઈ સમસ્યા પહેલાથી ચાલી રહી છે તો તેના વધવાની સંભાવના ઉભી થઇ શકે છે એટલા માટે સમયસર મેડીકલ સારવાર ઉપર ધ્યાન આપો અને કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખો, નહિ તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

(4) વૃશ્ચિક : વૃશ્ચિક રાશિના લોકો માટે શુક્રની વક્રી ગતિ ત્રીજા ગૃહમાં છે. આ સમય દરમિયાન કોઈ પણ મોટું જોખમ લેવાથી દુર રહો કેમ કે તેનાથી વેપારમાં નુકશાન થવાની સંભાવના છે. જો તમે નોકરી કરો છો તો તમારી સાથે કામ કરવા વાળા લોકો ઉપર વિશ્વાસ રાખો. જે વસ્તુ ખુબ જ જલ્દી પ્રાપ્ત થવા જેવી લાગે છે, તે તમારાથી દુર જતી જોવા મળશે, પણ તેનાથી નિરાશ ન થશો.

(5) કુંભ : કુંભ રાશિના લોકો માટે વર્તમાન સમયમાં શુક્રની વક્રી અસર દશમ ગૃહમાં ખાસ રહેશે. બારમાં ગૃહમાં શુક્રની વક્રી ચાલ થોડી તકલીફનું કારણ બની શકે છે. ખાસ કરીને આરોગ્ય અને ધનની બાબતમાં તમારે સાવચેત રહેવાની જરૂર રહેશે. આ સમય દરમિયાન ખોટા ખર્ચા પણ વધુ થશે અને તમે ભોગ વિલાસમાં વધારે રહેશો, જેથી તમારા ખોટા ખર્ચા વધી જશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.