બ્રાહ્મણ હોવા છતાં પણ શુક્રાચાર્ય કેમ બની ગયા અસુરોના ગુરુ? અહીં જાણો તેનું કારણ.

0
1897

શુક્રાચાર્ય સાથે એવું તે શું થયું કે તેમણે દૈત્યોના ગુરુ બનવાનું નક્કી કર્યું, પૌરાણિક કથા દ્વારા જાણો સત્ય.

શુક્રાચાર્ય વિષે તો તમે બધા જાણતા જ હશો કે તે દૈત્યો અને રાક્ષસોના ગુરુ હતા. પણ ઘણા ઓછા લોકો જાણતા હશે કે ખરેખર શુક્રાચાર્ય દૈત્યો, દાનવો અને રાક્ષસોના આચાર્ય કેમ બન્યા? આ લેખથી અમે તમને શુક્રાચાર્યનું એક ઋષિ દ્વારા દૈત્યગુરુ બનવાની કથા વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

પુરાણોમાં વર્ણિત કથા મુજબ શુક્રાચાર્ય મહર્ષિ ભૃગુના પુત્ર અને ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદના ભત્રીજા હતા. મહર્ષિ ભૃગુની પહેલી પત્નીનું નામ ખ્યાતી હતું, જે તેના ભાઈ દક્ષની પુત્રી હતી. ખ્યાતીથી ભૃગુને બે પુત્ર દાતા અને વિધાતા મળ્યા અને એક દીકરી લક્ષ્મીનો જન્મ થયો. લક્ષ્મીના લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરી દીધા હતા. ભૃગુના બીજા પણ પુત્ર હતા જેમ કે ઉશના, ચ્યવન વગેરે. માનવામાં આવે છે કે ઉશના જ આગળ જઈને શુક્રાચાર્ય કહેવાયા. જયારે એક બીજી કથા મુજબ શુક્રાચાર્ય મહર્ષિ ભૃગુ અને હિરણ્યકશિપુની પુત્રી દિવ્યાના પુત્ર હતા.

પહેલી કથા મુજબ શુક્રાચાર્યનો જન્મ શુક્રવારના રોજ થયો હતો એટલા માટે મહર્ષિ ભૃગુએ તેમના પુત્રનું નામ શુક્ર રાખ્યું. જયારે શુક્ર થોડા મોટા થયા તો તેમના પિતાએ તેને બ્રહ્મઋષિ અંગીરસ પાસે શિક્ષણ લેવા માટે મોકલી દીધા. મિત્રો તમને જણાવી આપું કે અંગી રસ બ્રહ્માના માનસપુત્રો માંથી સર્વશ્રેષ્ઠ હતા અને તેમના પુત્રનું નામ બૃહસ્પતિ હતું જે પાછળથી દેવોના ગુરુ બન્યા. શુક્રાચાર્ય સાથે તેમના પુત્ર બૃહસ્પતિ પણ ભણતા હતા.

એવું માનવામાં આવે છે કે શુક્રાચાર્યની બુદ્ધી બૃહસ્પતિ ની સરખામણીમાં કુશળ હતી તેમ છતાં પણ બૃહસ્પતિને અંગીરસના પુત્ર હોવાને લીધે વધુ સારી રીતે શિક્ષણ આપ્યું જેને લઈને એક દિવસ શુક્રાચાર્ય ઈર્ષાવશ તે આશ્રમ છોડીને સનક ઋષિઓ અને ગૌતમ ઋષિ પાસે શિક્ષણ લેવા લાગ્યા. શિક્ષણ પૂર્ણ થયા પછી જયારે શુક્રાચાર્યને જાણ થઇ કે બૃહસ્પતિને દેવોએ તેમના ગુરુ નિયુક્ત કર્યા છે તો ઈર્ષાવશ દૈત્યોના ગુરુ બનવાનો મનમાં નિશ્ચય કરી લીધો. પરંતુ તેમાં સૌથી મોટી અડચણ દૈત્યોને દેવોના હાથે હંમેશા મળતા પરાજય હતા.

ત્યાર પછી શુક્રાચાર્ય મનમાંને મનમાં વિચારવા લાગ્યા કે જો હું ભગવાન શિવને પ્રસન્ન કરી તેમની પાસેથી સંજીવની મંત્ર પ્રાપ્ત કરી લઉં તો હું દૈત્યો ને દેવો ઉપર જરૂર વિજય અપાવી શકું. અને એવું વિચારી તેમણે ભગવાન શિવની કઠોર તપસ્યા શરુ કરી દીધી. ત્યાં દેવોએ તકનો લાભ ઉઠાવીને દૈત્યોનો સંહાર શરુ કરી દીધો. શુક્રાચાર્યને તપસ્યામાં જાણી દૈત્ય તેમની માતા ખ્યાતીના શરણમાં જતા રહ્યા. ખ્યાતીએ દૈત્યોને શરણ આપ્યા અને જે પણ દેવતા દૈત્યને મારવા આવતા તો તેને મૂર્છિત કરી દેતી અથવા તેની શક્તિથી લકવાગ્રસ્ત કરી દેતા. તેથી દેત્ય શક્તિશાળી બની ગયા અને ધરતી ઉપર પાપ વધવા લાગ્યું.

શુક્રાચાર્યની માં નો વધ :

ત્યારે ધરતી ઉપર ધર્મની સ્થાપના માટે ભગવાન વિષ્ણુએ શુક્રાચાર્યની માં અને ભૃગુ ઋષિની પત્ની ખ્યાતીનું સુદર્શન ચક્રથી માથું કાપી દૈત્યોના સંહારમાં દેવોની અને સમગ્ર જગતની મદદ કરી. જયારે એ વાતની જાણ શુક્રાચાર્યને થઇ તો તેમને ભગવાન વિષ્ણુ ઉપર ઘણો ગુસ્સો આવ્યો અને તેમણે મનમાંને મનમાં બદલો લેવાનું નક્કી કરી લીધું અને તે એક વખત ફરીથી ભગવાન શિવની તપસ્યામાં લીન થઇ ગયા. ઘણા વર્ષો સુધી ઘોર તપસ્યા પછી છેવટે તેમણે ભગવાન શિવ પાસે સંજીવની મંત્ર મેળવ્યો અને દૈત્યોનું રાજ્ય પુનઃ સ્થાપિત કરી તેમની માં નો બદલો લીધો. એવું માનવામાં આવે છે કે ત્યારથી શુક્રાચાર્ય અને ભગવાન વિષ્ણુ એક બીજાના દુશ્મન બની ગયા.

મિત્રો કથા અહિયાં સમાપ્ત નથી થઇ ત્યાં મહર્ષિ ભૃગુને જયારે એ વાતની જાણ થઇ કે ભગવાન વિષ્ણુએ તેમની પત્ની ખ્યાતીનો વધ કરી દીધો છે તો તેમણે વિષ્ણુજીને શ્રાપ આપ્યો કે વિષ્ણુજીએ એક સ્ત્રીનો વધ કર્યો છે એટલા માટે તેમને વારંવાર પૃથ્વી ઉપર માં ના ગર્ભ માંથી જન્મ લેવો પડશે અને ગર્ભમાં રહેલા કષ્ટ ભોગવવા પડશે.

આ રીતે ભગવાન પ્રગટ થઈને જ અવતાર લેતા હતા જેમ કે વરાહ, મત્સ્ય, કૃમા અને નરસિંહ પરંતુ ત્યાર પછી તેમણે પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધના રૂપમાં જન્મ લીધો તો માં ના પેટમાં કોખમાં રહેવાની પીડા સહન કરવી પડી હતી. ત્યાર પછી શુક્રાચાર્ય પાસે બૃહસ્પતિ ના પુત્રએ સંજીવની વિદ્યા શીખીને તેમનું પતન કર્યું.

આ માહિતી ધ ડિવાઇનટેલ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.