સોમનાથના મંડોર ગામે આવેલ શુરવીર દાના ઢોલીની ખાંભીનો ઇતિહાસ ઘણા ઓછા લોકો જાણે છે, અહીં જાણો.

0
703

વાર ચઢી જે દિ ગામ’મા રે..

અને બૂંગિયા વાગ્યા ઢોલ રે..

જે દિ બૂંગિયા વાગ્યા ઢોલ…

ખાંડા ના ખેલ ખેલાણા…

તેથી અમે આંય ખોડાણાં…

સોમનાથ ના મંડોર ગામે પાંડવગુફા (બૌદ્ધગુફા) પાસે શુરવીર દાના ઢોલી ની ખાંભી નો ઇતિહાસ.

વેરાવળ, સોમનાથ પાટણ થી 15-17 કીમી દૂર મંડોર ગામ પાસે, અને ગાગડિયા તરીકે ઓળખાતી, જગ્યાએ જ્યાં પાંચ પાંડવગુફા (બૌદ્ધગુફા) આવેલી છે એ હિરણ નદી ના કાંઠે ચરલ ના ઝાડ નીચે અનુ.જાતિ વાલ્મિકી સમાજના ઢોલી એવા “દાના ઢોલી” ની ખોખારા દેતી ખાંભી ઉભી છે. જેમાં સંવત 1700 ની સાલ વંચાય છે, વાલબાઈ નામ ની ક્રાંતિકારી મહિલાએ ત્યાં દેરી બનાવી છે.

પદ્મશ્રી કવિ દાદુદાન ગઢવી(દાદ બાપુ) અને નાનાભાઈ જેબલિયાના સૌરાષ્ટ્રના પાળિયા ની વિગત મુજબ વેરાવળ તાલુકા નું નાનું એવુ ગામ મંડોર જે ઇતિહાસ મા મંડોરગઢ તરીકે ઓળખાય છે. અહીંયા હિરણ નદી ના કાંઠા ઉપર આભ ને બાથ લઈને ચરલ નું ઝાડ હતું. જે હાલના સમયે અસ્તિત્વમાં નથી પરંતુ આ જગ્યાએ એક સામાન્ય પાળિયો આવેલ છે. આ ખાંભીમાં કોઈ નામ, ગામ, પંજા, ઘોડા કે તર વાર ભા લાના કોઈ કંડાર નથી, છતાં અડબીડ શોર્ય ના ગીત ગાતો પાળિયો એટલે દાના ઢોલીની ખાંભી.!

સામી છાતીએ લડી ખપી જનાર એ મર્દ આદમી અણલખ્ખો અનુ.જાતિ સમાજના વાલ્મિકી સમાજનો એક ઢોલી છે.

ખંઢેરને ખોલો તો સમાજ અને દેશ માટે ખપી જનારા અમારા પણ ઇતિહાસ ઘણા પડ્યા છે, બસ માનસિકતા સમાનતા વાળી હોવી જોઈએ, એ જમાના મા અઢારેય વરણ મા ભેદભાવ આભડછેટના ઘોડાપુર ચાલતા હતા. એવા સમય મા પણ પછાત અછૂત સમાજ ક્યારેય પાછળ ન હોય એની સાક્ષી પાળિયા ઓ હજી પુરે છે. આમ દાના ઢોલી નો 300 વર્ષ પહેલાનો પડકારો આજે પણ હિરણ ની ભેખડો મા પડછંદો પુકાર કરે છે.!

વાત એવી છે કે 300 વર્ષ પહેલા ગામડામાં જાન બળદ ગાડાં મા પરણવા જતી. આમ મંડોર ગામે સાત જેટલી દીકરી ના લગ્ન હતા. અલગ અલગ ગામથી જાનો આવી હતી. એમાં એક જાન સોમનાથ પાટણ થી આવેલી. અનુ.જાતિ સમાજના વાલ્મિકી સમાજના દાના ઢોલી વિશે વધુ માહિતી નથી, એ કયા પરિવાર મા થઇ ગયો છે, કારણ કે આપણો ઇતિહાસ દબાવવા મા જ આવ્યો છે.

આમ તો એ જમાના મા લગ્ન મા ઢોલ શરણાઈ ના સૂર રેલાતા હતા એટલે 14 ઢોલી, અને 14 જેટલાં શરણાઈ વાદક હતા એમાં પાટણ ની જાન નો દાનો ઢોલી, હોશિયાર અને બહાદુર હતો. રબ્બર ના દડા જેમ ઢોલ વગાડતો હતો, લોકો જોવા થનગનતા હોય, પરંતુ જાનમાં ભૂંડપ ના ભારા જેવા એક માણસ ને દાનો જોઈ રહયો હતો, એ અજાણ્યો જાનડીઓ ના ઘરેણાં ગણતો હતો. એ અંદાજ પ્રમાણે દાના ને ખાતરી થઇ કે આ લૂ ટારો લાગે છે.

બસ દાના નો તાલ તૂટી ગયો, વગડા મા આજે જાન લૂ ટાશે જ! પણ વર ના બાપે શેખી હાંકી – આપણી સાથે બન ડુકધારી જમાદાર છે, તર વારધારી ઘોડેસવાર છે ચિંતા કરો નહિ. દાના ને ખાતરી હતી કે જાન લૂ ટાવા ની છે જ, વળી ઢોલ વગાડતા ગરીબ માણસ ની વાત કોણ માને?

આમ મંડોર ગામે થી સાતેય જાનો પોત પોતાના ગામ તરફ રવાના થઇ, પણ પાછળ ના ગાડા મા ઘરડા અને ઢોલીઓ હતા, દાનો ઢોલી જાત નો પછાત એટલે ગાડાની આગળ જવાય નહીં. ઘણાએ આગળ જતા રોક્યો પણ દાનો કહે વરરાજા નું મારે રખવાળું કરવા નું છે એમ કહેતો હતો. બસ આમ જાનો જતી હતી, વાજિંત્રો બંધ થતા તમામ માણસો જોલે ચડી ગયેલા.

હિરણ ની ભેખડો, કોતરો નજીક આવતા દાના નું કાળજું થડક લેવા માંડ્યું ત્યાં તો ભેખડો પરથી એક સાથે દસેક જેટલાં લૂ ટારાઓ ખાબક્યા અને ગાડાઓ ને ઘેરી લીધા, “જો ચુ કે ચા કરશો તો મા રીના ખશું માટે ટપોટપ ઘરેણાંઓ ઉતારી નાખો”.

એ સમયે દાનો ઢોલી બોલેલો કે રહેવા દો મર્દ હોય ઈ જાન ન લૂ ટે, પાલવડા ન ચૂંથે. તમે મર્દ છો કે બાયલાઓ? બાકી આજ તો ઢોલ ની સાથે સાથે ધીંગાણું કરી લઈએ ને તર વાર પણ ચલાવવી છે, બસ આટલી વાર મા તો વર કન્યા ને પુરા કરી નાખેલા…. ઓહ, દાના એ વરરાજા ની તર વાર લઈને એક પછી એક એમ ત્રણ ચાર નો હોથ બોલાવી દીધો, ત્યારે લૂ ટારાઓ એ ત્રાડ નાખી કે આ ઢોલીને પૂરો કરી નાખો બાકી બધા કાળનો કોળિયો બની જશો.

આમ, લૂ ટારાઓ દાના ઉપર લાકડીઓ, ધા રિયા, તર વાર થી તૂ ટી પડ્યા. એમાં પેલા દાના નો ઢોલ પડ્યો પછી ત્રણ કટકા થઇ એ પડ્યો. આમ લૂ ટારા વર કન્યા જાન ને લૂ ટી ને વગડા ના અંધકાર મા ઓગળી ગયેલા, રાત રોતી હતી દાનો ઢોલી સમરંગણે શુરાતન વાપરી ને ધરતી ઢંક થયો હતો. વર, કન્યા, લગ્ન ગીતો અને જાનડીઓ ના લો હીથી ખરડાઈ ને ધરતી નો ટુકડો, હિરણ નદી ગોજારી બની.!

ખળખળ વહેતા પાણી આંસુ બન્યા હતા. કાલ નેય કંપાવે એવી ગોઝારી રાત, દાના ઢોલી ના મ રણના મરસીયા આજ પણ ત્યાં સંભળાય છે, ગવાય છે.! આ સિવાય ગુફાની આજુબાજુ વાવ અને છતરડી પાસે ઘણાંય પાળીયાઓ વીરગાથા ગાતા ઊભા છે.!

Visited and fact finding by Satish Makvana.

– સાભાર જયદિપ ભારતીય (અમર કથાઓ ગ્રુપ)