શૂરવીર વીરપાનાથજી ઝાલા અને તેમના પરિવારની વીરતાની સ્ટોરી વાંચવા જેવી છે, ગાયો માટે તેમણે….

0
2016

તા.૨૩-૪-૨૦૨૧ શુક્રવાર

ઉત્તમ ગુજરાતનું ડંઢાવ્યા પરગણું

શૂરવીર વીરપાનાથજી ઝાલા

આ વાત છે ઉત્તર ગુજરાતના ડંઢાવ્યા પરગણાના પંખીના માળા જેવા મુલસણ ગામના પાદરે શૂરવીર ઝાલાબાવજીના ઉભા પાળિયાના ઈતિહાસની છે. આ વાતને તો ઘણા વર્ષોના વહાણ વહી ગયા. વાત એમ હતી કે સાબરકાંઠાના અડપોદરા ગામને ગોંદરે રુડો ઢોલ ઢમકી રહ્યો છે. ઢોલી કંઈક હોંશમાં આવી ઢોલ પર હાથ વધુ ને વધુ ઉપાડતો જાય છે. શરણાઈના સૂર ગામના વાતાવરણમાં મીઠાશ ભરતા જાય છે.

ગામને ઉગમણે ઝાંપે આવેલા ઘટાદાર લીમડા નીચે મોદો નંખાણી છે. જાનને લેવા ગયેલા વેલડાના બળદોના ઘૂઘરા‌ના અવાજ આવવા લાગ્યા. જાન આવી જાન, આવી એમ વાટ જોતા ગામના માણસો બોલતા હતા. વેલડા ઉભા રહેતા જાનૈયા ઉતર્યા. સૌ કોઇ જાણે જાનૈયાઓને મોદમાં બેસાડવામાં આવ્યા. કાળુભા અને ભોજાભાએ બધાને હેતથી રામ રામ કર્યા. ગામની યુવતીઓ મુરતિયો જોવા ટોળે વળી હતી. (વીરદેવસિંહજી ઝાલા) વીરપાજીની ફાટ ફાટ થતી જુવાની, ઘઉંવર્ણો દેહ, વાકળીયા વાળ, મજબૂત શરીર, લીંબુની ફાળ જેવી આંખો, જોવા આવનારી યુવતીઓતો વરરાજા ને જોઈને છક થઈ ગઈ, બાઈ આ તો માણસ છે કે દેવ?

પરણનારીના પુન્ય ફળ્યાં?

આપણી દિકરી રૂપમાં ઉતરે એવી નથી.

જોડી જામશે!! કહેતી યુવતિઓ વરરાજાના વખાણ કરવા લાગી.

મોદમાં બેઠેલા કાળુ મામો ને ભોજો મામો મરક મરક હસી રહ્યા છે! ભાણેજને પરણવાના કોડજસ્તો જે! કંઈક બોજો ઓછો થશે, એમ માની ઉમળકો માતો નથી. વીરપાજી ને જેશણીબાને નાના મુકીને માતા પિતાએ સ્વર્ગાપુરી વહાલી કરી! પોતાના ભાણેજ ને બંને મામાએ અદકા હેતથી ઉછેર્યા હતા. મોસાળમા મોટાં થતાં ભાઈ-બહેન મામાના નહીં પણ આખા બજાણા પાટડીના માનીતા બની ગયા હતા. વીરપાજી મોટાં હતા. જેશણીબા નાના હતા. વીરપાજીની પચ્ચીસેક વર્ષની ઉંમર થતાં સાબરકાંઠાના અડપોદરા ગામે મામાએ વેવિશાળ ગોઠવ્યું હતું. આજે એ શુભ ઘળી આવી ગઈ છે. આજે તો લગ્ન મંડપની ચોરીમાં ભાણેજ મંગળફેરા ફરવા બેઠો છે.

વરકન્યા સાવધાન! મંત્રોચ્ચાર સાથે પ્રથમ ફેરો પૂરો થયો. માંહ્યરામા મંગળફેરા ફરતો ભાણેજ જોઈ મામાની આંખમાં હરખનાં આહુડા આવી ગયા. બે મંગળ ફેરા પુરા થયા ને જ્યાં ત્રીજા મંગળફેરાની તૈયારી થઈ ત્યાં તો બુગીયો ઢોલ વાગ્યો. ધ્રુબાંગ… ધ્રુબાંગ… બુગીયો વધારે ને વધારે જોરથી વાગવા લાગ્યો. અડપોદરાની ગામની ગાયો ને ક સાઈઓ વારી જઈ રહ્યા હતા. આ સાંભળતાં જ વીરપાજીનો તર વાર પકડેલો હાથ સહસા ઉંચો થયો બાજુમાં ઉભેલી કોડભરી કન્યા જોઈ રહી.

એણે રાજપૂત ની વીરતા પારખી. શૂરાપતિનું શૂરાતન જોઈ ગદ ગદ છાતીએ ઘૂંઘટ ઉંચો કરી ધીમે પણ રણકતા સાદે બોલી, શાબાશ છે રાજપૂત! ધન્ય છે તારી જનેતાને. તમારી દ્રિધા હું સમજી ચૂકી છું રાજપૂત, જરીએ કોચવાશો મા! સિધાવો, ગૌમાતાની વહારે ધાઓ. જીવશું તો બે મંગળ ફેરા આજ લગ્ન મંડપમાં ફરીશું. નહી તો સ્વર્ગમાં મળીશું.

વીરપાજી તો બુગીયો સાંભળી ધુંવાપુંવા થઈ રહ્યા હતા. રાજપૂતાણીના છેલ્લા વાક્યો સાંભળીને તર વારના એક ઝાટકે વરમાળા કાંપી ગાયોની વહારે ચડ્યા. બહેન જેશણીબા પણ વીરપાજીથી કાંઈ કમ નહોતા. તેઓ પણ ઉગાડી તર વાર લઈને ભાઈ પાછળ પાછળ દોડ્યા. કાળુમામા ને ભોજામામા ને જાનૈયાઓ વહારમા ભળ્યા. ઝાલા કુળની વીરતા જોઈ સૌ દિગ્મુદ્ર થઈ ગયા!

લગ્નનાં ગીતો બંધ થયા શરણાઈના સૂર વીરતાને વધાવતાં થયા. ગાયોનું ધ ણ લઈ જતા વિધર્મીઓ લૂ ટારાઓ બે ટુકડીમાં વહેંચાઈ ગયા. અડધા ગાયો લઈને આગળ નીકળી ગયા અને અડધા રસ્તો રોકીને ઉભા રહ્યાં. સાબરમતીના કિનારે સાદરા ગામને ગોંદરે ધીંગાણું ખેલાયું દુશ્મનો સામે ર વારો વીંઝાવા લાગી.

વીરપાજી કશો વિચાર કર્યા વગર દોટ મેલીને લુ ટારુઓના ટોળામાં કૂદી પડ્યા અને દુશ્મનો તેમનો સામનો કરે એ પહેલાં તો એમને ચાર પાંચ લુ ટારુઓના ઘડીના છઠ્ઠા ભાગમાં પતાવી લીધા. રણમેદાનમા કૂદી પડીને વીરપાજીએ કાળોકેર વર્તાવી દીધો. તર વારોની સામ સામે તાળીઓ પડવા લાગી. ધા રીયા અને બર છીઓની બાકાઝીક બોલવા લાગી. અહી જેશણીબા એ સાક્ષાત રણચંડી નું રૂપ ધર્યું હતું અસુરોનો વ ધ કરે એવી રીતે વિધર્મીઓનામા થાકાપીને ખપ્પરમાં હોમી દીધા હતા.

આખરે એક લૂ ટારાએ પાછળથી ઘા ઝી કયો જે ઘાતક નીવડયો અને જેશનીબા વીરગતિ પામ્યા. બહેનનો કારમો ઘા ગળી જઈ વીરપાજી વધારે ઝનુને ચડ્યા. ગાયોના મસીહાએ કોણ જાણે કેટલાય લુ ટારુઓને ધૂવાંપૂઆં થઈ ઊઠેલા આ શૂરવીર જુવાને નાળિયેર ની જેમ કેટલાયને વધેરીને ધરતીમાતાના ખોળે ધરી દિધા.

આ જોઈને ઘણા લુ ટારુઓ જી વલઈને નાઠયા. પણ વીરપાજી તેમનો પીછો ના છોડ્યો. મહેસાણા સાંગલપુર ગામ આવતા ગાયો લઈને જતા લુ ટારુઓને આંબી ગયાં. વહાર પહોંચતા ગાયો મુકીને લુ ટારુઓ જીવ લઈને નાઠયા. મામા અને ભાણેજે પીછો કર્યો ફરી ધીંગાણું ખેલાયું. દુશ્મનોને જનોઈવઢ કાંપવા લાગ્યા. સાંગલપુર ગામને ગોંદરે ભોજામામા વીરગતિ પામ્યા. લાંઘણજ ગામે કાળુમામા વીરગતિ પામ્યા.

વીરપાજીના આ ખાશરીરે ઘાવા ગ્યા હતા. આખાય શરીરમાંથીલો હીવહી રહ્યું હતું. ગાયો પાછી વાળી એક પણ લુ ટારુને જીવતા નહોતો જવા દિધો. આખરે ઝનુન ઉતરતાં વીરપાજીનું શરીર શાંત પડ્યું અને લથડયું હાથ બાંધેલ મીંઢળ ને પીઠી ભરેલો દેહ ધરતી પર પડ્યો. હાથનું મીંઢળલો હીથી રંગાયું !! આકાશમાં ત્યારે તારાઓ ટમટમી રહ્યા હતા. ખોળિયામાંથી વહી રહેલા વીરનાલો હીને ખોળો પાથરી ધરતીમાં જાણે ટીપેટીપું ગોદમાં સમાવી લેતા ન હોય તેમ વહેતોલો હીનો રેલો ન ચાલતાં સીધું ધરતીમાં સમાતું હતું.

થોડીવાર માં જાનૈયાઓ આવી પહોંચ્યા. વીરગતી પામેલા વીરપાજીના દેહને ઝોળીમાં લઈને અડપોદરા જવા નીકળ્યા. રાત્રીના અંધારું હોવાથી મુલસણ ગામને ગોંદરે ઉંચા ટેકરા પર રાત વિસામો કરવા થાકેલા માણસોએ શબની ઝોળી ઝાડે લટકાવી આરામ કર્યો. વહેલી સવારે ચાલવાની તૈયારી કરી ત્યારે આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ થઈને અહીં જ છેલ્લો સંસ્કાર કરવાની આજ્ઞા થઈ‌.

વીરપાજીનો અગ્નિસંસ્કાર કર્યો ને જાનૈયા વિદાય થયા! મુલસણ ગામના માણસોએ તે જગ્યાએ દેરી કરી પૂજન કરવા લાગ્યા. હાલમાં દેરીની જગ્યાએ શૂરવીર વીરપાજીના બલિદાનની યાદ અપાવતું સુંદર કલાત્મક મંદિર ઉભું છે. દર વર્ષે ભાદરવા માસના પ્રથમ રવિવારે મોટો મેળો ભરાય છે. ફરતા ગામનાં લોકો તેમને પૂર્ણ શ્રદ્ધાથી પૂજે છે. મેળે આવતા લોકો વીરપાજીની શૂરવીરતાને યાદ કરીને વીરપાનાથનો જય !! ના અવાજથી આકાશને ભરી દે છે.

– લિ વિષ્ણુસિંહ ચાવડા પેથાપુર

સાભાર શ્રી મોહનભાઈ દેસાઈ, શ્રી ઝાલાબાવજી મંદિરના મહારાજ.

(વિષ્ણુસિંહ ચાવડાએ અમર કથાઓ ગ્રુપમાં શેર કરેલી પોસ્ટ)