સિદ્ધ યોગીનું જીવન ચરિત્ર – વાંચો સંત સવૈયાનાથ (ગુરુ તુલસીનાથ) ના જીવનમાં બનેલી સત્ય ઘટનાઓ.

0
2361

સંત સવૈયાનાથ સંત સવૈયાનાથ ઝાંઝર બજે રે રદય મે :

સંત સવૈયાનાથ ધંધુકા તાલુકાના ઝાંઝરકા ગામના હતા તેમના બાપદાદાનું ગામ ટુડાલ(મહેસાણા) છે તેમનો જન્મ ૧૮૦૭ માં ઝાંઝરકા મુકામે વણકર સુરા ભગત ને ત્યાં થયો હતો તેમના માતુશ્રીનું નામ ગરવી બહેન હતું તેનું પોતા નું મૂળ નામ સવો અને ટુંડિયા અટક હતી.

સંત મહાતમાં તુલસી નાથ મહારાજે ભાદર નદીના કાંઠે સંત સવૈયાનાથ ને નાથ ધારાની દીક્ષા આપેલ. સંત સવૈયા નાથે ગૃહસ્થાશ્રમી રહીને જીવન ગુજારેલ.

વંશ પરંપરામાં સંત સવૈયાનાથ તેમના દીકરા સંત પાલા નાથ તેમના દીકરા સંત ઉગમશી નાથ તેમના દીકરા સંત ગોવિંદ નાથ તેમના દીકરા સંત ભાણનાથ તેમના દીકરા સંત મુળદાસ તેમના દીકરા સંત બળદેવ નાથ અને તેમના દીકરા હાલના મહંત શ્રી શંભુનાથ અને તેમના દીકરા લઘુ મહંત શ્રી યોગ નાથ આમ કુલ નવ પેઢીનો ઇતિહાસ છે.

ઇષ્ટદેવ પરંપરામાં વિષ્ણુ ભગવાન અને નૃ સંગ નારાયણ અને ભગવાન શ્રીકૃષ્ણ ચંદ્રની ઉપાસના થાય છે. ગુરુ પરંપરામાં સંત સવૈયાનાથ ના ગુરુ શ્રી તુલસી નાથ મહારાજ અને તુલસી નાથ મહારાજ ના ગુરુ નવ નાથ સંપ્રદાયના આધ્યા સ્થાપક ગુરુ ગોરખનાથ ગુરુ પરંપરામાં ભગવાન સદાશિવની ઉપાસના ગુરુ પરંપરામાં થાય છે.

સંત સવૈયાનાથ ના પિતાનો ધંધો વણાટકામ નો હોવાથી, પોતે વણાટ કામ શરૂ કરેલ ધંધુકામાં દામોદર હીરૅજી શેઠને વણેલુ કાપડ સોપી એનો હિસાબ કરવો અને એમાંથી ઘર વપરાશની ચીજો ખરીદી સુતર ના પોટલા માથે લઇ ઝાંઝરકા ની કેડી પકડવી. એ જ તેમનો રોજિંદો ક્રમ હતો. પોતાનું વણાટકામ ચોકસાઈ ભર્યું અને સ્વચ્છ હતું.

સંત સવૈયાનાથ ના લગ્ન લીંબડીના જાદવજીભાઈ ની દીકરી મેઘા બાઈ સાથે થયેલ. પોતાના રોજિંદા વણાટકામ ના ધંધામાંથી ટાઈમ મેળવી નાહીને ધૂપ અગરબત્તી કરી વાળુપાણી કરી પછી આકાશના તારા ચંદ્રની કળાઓ અને પૂર્ણિમાના ચંદ્રને નીરખી નીરખી પોતે આવાક બની જતા હતા. અને પોતાને વિચાર આવતો કે, રાત્રિનું આભામંડળ અને સવારનો સૂર્ય ચંદ્રનો તેજ બધાને ઘડનારો કોણ હશે? આ નીંદર એટલે બીજું મો તકે બીજું કાંઈ આવી પ્રશ્નોત્તરી મનોમન કર્યા કરતા અને પોતાની રીતે જવાબ પણ આપતા પણ સવાલ તેની જગ્યાએ રહેતો.

આ શરીર આત્મા કેવી રીતે અને ક્યારે પ્રવેશ કરતો હશે અને અંતે ક્યાં જતો રહેતો હશે? આ સ્વપ્નાઓ ક્યાંથી અને કેવી રીતે આવે છે? આ દુનિયા પણ સપના જેવી તો નથી ને મુક્તિ શું છે? લો હી મા સના ખોળિયામાં રહી અનેક કર્મો ની જાળ ગુથતો જીવ કેમ સુખી-દુઃખી થયા કરે છે. કહે છે કે સાધુ સંતો સતત આનંદમાં રહે છે.

એવા વિચાર કરે છે ત્યાં ગામના પટેલ ના યુવાન દીકરાએ દુનિયામાંથી વિદાય લીધી. બધી જ જગ્યાએ ગામમાં કાળો કેર વર્તાય ગયો આ યુવાનના કાલે લગ્ન થવાના હતા તેના બદલે એકાએક જતો રહ્યો. લગ્નના ફેરાને બદલે તેમના જુવાન દેહને સળગતી ચિતામાં ભડભડ બળતા દેહને સવો જોઈ રહ્યો વિચારવા લાગ્યો કે, થોડીવાર પહેલા હસતો રમતો રામદાસ પટેલનો હરજીવન ભર જુવાનીમાં રાખ થઈ ગયો. કેવું છે આ સંસારનું ચક્ર?

આજીવન મો તના ચક્રને ફેરવવા વાળો ક્યાં રહેતો હશે? ક્યારેક એવું લાગવા લાગ્યું કે જાણે પટેલ ના છોકરા ની જગ્યાએ પોતાનું શરીર બળી રહ્યું છે એવો ભાસ થયો જેથી જીવનમાં વૈરાગ્યની શરૂઆત આ બનાવથી થઈ.

બીજા દિવસે ધંધુકા થી પરત ઝાંઝરકા આવતા તેમને એક સાધુ મળ્યા જે નાથધારાના હતા. સંત તુલસી નાથ જાગ્રત સિદ્ધ પુરુષ પાસે જઈ થોડા દૂર ઊભા રહી સવાએ સાધુને પ્રણામ કર્યા. આ સાધુ ના દર્શનથી સવામા અનાયાસ આનંદની હેલી જનમી.

સવા એકાપડનુ પોટલુ માથેથી ઉતારી નિરાંતે બેસી વાતવાતમાં તુલસી નાથે સવાને કહ્યું, પટેલ ના યુવાન હરજીવન ને ચીતામા સળગતો જોયો ને સવા બસ આ દેહની એ જ ગતિ છે. તે પછી સવાની સત્ય અંગેની પ્યાસ મજબૂત થાય તેવું માર્ગદર્શન તુલસીનાથે આપ્યું અને સવાની વિનંતીથી નાથધારાની પંચાક્ષરી મંત્રની દીક્ષા યોગ વિદ્યાની સરળ સમજ આપી સવૈયાનાથ નામ આપયુ.

અખંડ ઝપથી ઉજવળ થયેલો આત્મા જ્ઞાનનો ઊબરો. વટાવે ત્યારે એને પિંડ અને બ્રહ્માંડ નો ભેદ સમજાય છે સવાએ ફરીથી ગુરુને પ્રશ્ન કર્યો પિંડ અને બ્રહ્માંડ એ વળી શું છે?

તુલસીનાથે કહ્યું યથા પિંડે તથા બ્રહ્માંડે શરીર એતો આ બ્રહ્માંડનું નાનું રૂપ જ છે. બ્રહ્માંડમાં જે છે તે સૂર્ય, ચંદ્ર, તારા બધુ આ શરીરમાં રહે છે. તમો માલિક બનો પછી એ હાજર.

સવાએ ફરી પ્રશ્ન કર્યો મનને ભટકતું કેમ બંધ કરવું અને ઇન્દ્રિયોને કેમ વશમાં રાખવી? ગુરુ તુલસીનાથે કહ્યું મન અને ઇન્દ્રિયો ઉપર ધ્યાન આપવાથી મન બંધ થાય છે અને ઈન્દ્રિયોના વશમાં આવે છે.

અનાયાસ સવાના માથા ઉપર ગુરુએ હાથ મૂક્યો તે જ સમયે સવાના શ્વાસોશ્વાસની ગતિ મંદ પડી સ્થિર થઈ ગઈ. ગુરૂએ બે આંખ વચ્ચે આજ્ઞાચક્રમાં ધ્યાન રાખવા જણાવ્યું ત્યાં સવાએ સંત તુલસીદાસ સાથેનો જન્મ જન્માંતર નો સબંધ જોયો, અને આ જન્મમાં તેનુ કરવાનું અધૂરું રહેલ કામ દેખાયું અને પોતાના સ્વરૂપનું ભાન થયું ક્ષણ માત્રમાં સત્યના દર્શન થઇ ગયા.

આળસ કર્યા વિના પ્રભુ સ્મરણ કરવા તથા ભુખયાની આંતરડી ઠારવા બીજો એક મંત્ર આપ્યો. ટુકડો ત્યાં પ્રભુ ઢુકડો, પછી પોતાની જાત મહેનત માંથી ટુકડો દેવાનું તથા પ્રભુ ભજન શરૂ કર્યું ત્યારથી સવૈયાનાથ (સવ ગુણદાદા) તરીકે પ્રસિદ્ધ થયા.

એક કથા અનુસાર સવૈયાનાથ ના બદલે વેઠનાવારે જઈને પ્રભુએ ભક્તની લાજ રાખી. લીંબડીના મીઠા ભગત ઢાઢી ભજન ગાવા માટે ઝાંઝરકા આવ્યા તે દિવસે સવૈયાનાથને વેઠનાકામે જવાનું હતું. તે ભજનમાં લીન થવાથી ભૂલી ગયા અને તેના બદલે ભગવાને તેનું રૂપ ધારણ કરીને ગયા. સવંત ૧૮૬૯ ની સાલમાં ધાંગધ્રાના નરેશ રાજા માનસિંહે સવૈયા નાથની પ્રસિદ્ધિ સાંભળી તેમણે તેના રાજ દરબારમાં સવૈયાનાથને પધારવા નિમંત્રણ આપ્યું.
સવૈયા નાથની રાજ દ્વારમાં પધરામણી થઈ પલંગ પર આસન ગ્રહણ કરવા રાજા માનસિંહે વિનંતી કરી.

સવૈયાનાથે જણાવ્યું કે હું તો રાજ નીરૈયત તેમાંય વળી મેઘવાળ નો દીકરો એ પલંગ ઉપર બેસે તે ઠીક નહીં. માન સિંહે કહ્યું, બાપુ તમે તો રાજના મહેમાન એટલે આ પહેલા આસન ઉપર બેસી અમારા ભાવનો સ્વીકાર કરો. એમ કહી બે હાથ જોડી પ્રણામ કર્યા. રાજા માનસિંહ પાસે સવૈયાનાથ બેઠા તેવામાં રાજાએ પ્રશ્ન કર્યો, બાપુ વાત સાંભળી છે કે તમે ચમત્કાર કરો છો. તમને ભગવાનના દર્શન થયા છે એ વાતનું કાંઈ પ્રમાણ આપશો.

સવૈયાનાથ હસવા લાગ્યા અને જવાબ આપ્યો કે, હું કાંઈ ચમત્કાર કરતો નથી. મારી પહેલા ક્યા મેઘવાળ ના દીકરાને તમે રાજ સિંહાસન પાસે બોલાવી બેસાડ્યો હતો. પહેલો ચમત્કાર એ કે તમે મારા જેવા ગરીબ મેઘવાળ ને બોલાવ્યો અને પાસે બેસાડીને પ્રશ્ન પૂછો છો એ જ ભગવાને દર્શન દીધા છે તેનું પ્રમાણ છે. ચમત્કાર હરપલે મારા ભગવાન કરી રહેલ છે. આ સૂર્યનારાયણનો પ્રકાશ, તારા – ચંદ્ર ના તેજ, પાણી ની ગતિ, પૃથ્વી અને આકાશનું સમન્વય, જડ ચેતનની જાગૃતિ આ બધી કેવી અકળ લીલા છે હવે બીજા ચમત્કાર જોવા શું ફાંફાં મારવા.

આસવા માટે રાજ નો ધણી જાતે પુરા સન્માનથી પોતાથી ઊંચું આસન મુકાવે અને ધાંગધ્રા નો રાજા પોતે શ્રીફળથી આ મેઘવાળ નું સન્માન કરે એ ચમત્કાર નહિ તો બીજું શું છે.

પુરા રાજ દરબારમાં માણસો બાપુ ની વાણી સાંભળતા અવાક થઈ ગયા અને સર્વેના હૃદયમાં પ્રતીતિ થઈ કે સવૈયાનાથ ને ખરેખર પ્રભુના દર્શન થઈ ગયા.

સંત સવૈયાનાથે ધ્યાન યોગ માં આકાશવાણી સાંભળી કે સવગુણ બેટા હવે તારા જીવનનું કાર્ય પૂર્ણ થાય છે. તારા આયુષ્યમા હવે માત્ર દસ દિવસ બાકી રહ્યા છે.

સંત સવૈયાનાથ નામસ્મરણ અને ગુરુકૃપાથી સ્વયં શિવ ગોરખ સ્વરૂપ બની ગયા. ત્યાં આકાશવાણી મુજબ દસમા દિવસે સવંત ૧૮૯૮ ના ફાગણ સુદ ૧૩ ને ગુરુવારે સમાધિ લીધી. ઝાંઝરકા ગામે હાલમાં તેમનું સમાધિ મંદિર આવેલ છે.

સંત સવૈયાનાથ ને મારા કોટી કોટી વંદન.

લાખાભાઈ એમ. ભટ્ટી (અમરેલી) ના જય શ્રી કૃષ્ણ.

(સાભાર રાકેશગીરી રામદત્તી, અમર કથાઓ ગ્રુપ)