ગુજરાતમાં આવેલું આ સિદ્ધિવિનાયક મંદિર જે જગ્યા પર છે તે જગ્યા ભગવાને પોતે પસંદ કરી હતી, જાણો તેના વિષે.

0
1403

જેમ મુંબઈ મા ગણેશજી નું સિદ્ધિ વિનાયક મંદિર પ્રખ્યાત છે તેમ આપણા ગુજરાત મા અરણેજ ની બાજુમાં કોઠ ગામમાં આવેલ ગણેશપુરા મા પણ લાખો શ્રદધાળુઓ ઉમટી પડે છે.

ગણેશપુરા સિદ્ધિવિનાયક મંદિર, કોઠ ગામ. અરણેજ થી ૮ કિલોમીટર, ધોળકા તાલુકો.

વિક્રમ સવંત ૯૩૩ અષાઢ વદ ચોથ રવિવાર ના દિવસે હાથેલ નામના ગામમાં વૃક્ષ અને ઝાડીઓ ની નીચે ગણેશ ભગવાન ની મૂર્તિ મળી આવી હતી.

આ મૂર્તિ ના પગ મા સોના ના ઝાંઝર, કાન મા સોનાના કુંડળ, કેડે કંદોરો હતો. બધા ને એ સમય એ નવાઈ લાગી હતી કે જમીન મા આ સોના ના આભૂષણ વાળી મૂર્તિ કોણે દાટી હશે?

જ્યારે આ મૂર્તિ જમીન માથી નીકળી ત્યારે કોઠ, રોચકા અને વાંકોટા ગામના લોકો હાજર હતા.

આથી હવે આ દિવ્યમૂર્તી ની ક્યાં ગામમાં સ્થાપના કરવી એ બાબતે ત્રણેય ગામ વચ્ચે ઝઘડો થવા લાગ્યો. કોઈ ગામ નીચું મૂકવા તૈયાર ના હતું.

પછી ત્યાં હાજર રહેલા અમુક લોકો એ એવું નક્કી કર્યું કે આ મૂર્તિ ને બળદ વગર ના ગાડા મા મૂકવા મા આવે. પ્રભુ ની જ્યાં ઈચ્છા હશે ત્યાં તે લઇ જશે.

જેવી આ મૂર્તિ ગાડા મા રાખી કે તરત જ ગાડું ચાલવા લાગ્યું અને જ્યાં હાલ મા ગણેશપુરા છે ત્યાં જઈ ને અટક્યું અને મૂર્તિ એની મેળે નીચે પડી ગઈ અને તે સ્થળ ગણેશપુરા ના નામ એ પ્રસિદ્ધ થયું.

આ મંદિર મા દર મહિના ની વદ ચોથ એ ખાસ દર્શન કરવાનું મહત્વ હોય છે. અહી ગામ એ ગામ એ થી લોકો વદ ચોથ ના દિવસે ગણેશ જી ના દર્શન કરવાનો લાભ લેવા આવે છે.

મંગળા આરતી નો સમય સવારે ૫.૩૦ કલાકે છે અને સંધ્યા આરતી નો સમય ૭.૩૦ કલાક નો છે.

મંદિર ની બહાર રમકડાં ના સ્ટોલ અને કાચા કેળા ની વેફર ના સ્ટોલ જોવા મળે છે.

જ્યારે તમે આ મંદિર એ દર્શન કરવા જાવ ત્યારે અરણેજ બુટ ભવાની માતા ના મંદિર એ અવશ્ય જાજો અને ત્યાં થી ૮ કીલોમીટર ના અંતરે ઐતિહાસિક સ્થળ લોથલ પણ આવેલ છે. ભાવનગર થી કોઠ એટલે કે ગણેશપુરા મંદિર ૧૧૫ કિલોમીટર થાય છે.

– તુષાર પટેલની કલમે.

(સાભાર ઈંગ્લીશ મીડીયમ )