ગુજરાતના પ્રતાપી રાજાઓમાંના એક ચક્રવર્તી સિદ્ધરાજ જયસિંહ સોલંકીનો આ ઇતિહાસ દરેકે જાણવો જરૂરી છે.

0
9532

રાજા સિદ્ધરાજ જયસિંહ ગુજરાતના પ્રતાપી રાજાઓમાંના એક છે. સિદ્ધરાજ જયસિંહ ગુજરાતના તમામ ઐતિહાસીક રાજાઓમાં સૌથી વધુ મહત્વ ધરાવતો રાજા છે. સોલંકી વંશના કર્ણદેવનો પુત્ર અને ભીમદેવનો તે પૌત્ર હતો. તેણે ગુજરાત રાજ્ય પર ૧૦૯૪ થી શરુ કરીને ૪૭ વર્ષ સુધી રાજ્ય કર્યુ હતુ.
અણહીલવાડ પાટણ તેની રાજધાની હતી.

ઇ.સ. ૧૦૯૪ માં ૧૩ વર્ષની નાની ઉંમરે પિતા કર્ણદેવનું બિમારીના લીધેમો તથવાથી, સિદ્ધરાજ ગુજરાતની ગાદી પર આવ્યા. મહમદ ગઝની ના ગુજરાત પરના આક્ર મણને હજુ ભૂલાયું ન હતુ અને ગુજરાતની ત્યારના શક્તિશાળી રાજ્ય માળવા (અવંતી) સાથે દુશ્મની પ્રખ્યાત હતી. વળી ગુજરાતમાં જ જુનાગઢના રાજવી રા’નવઘણે કર્ણદેવના ગયા પછી ગુજરાત સામે સ્વતંત્રતા ઘોષિત કરી હતી. આવા પ્રતિકૂળ સમયમાં તેણે રાજ્ય કારભાર સંભાળ્યો.

સિદ્ધરાજ જયસિંહનો કાર્યકાળ ગુજરાતનો સુવર્ણયુગ ગણાય છે. તેની ફેલાના રાજવીઓ મુળરાજ, ભીમદેવ, કર્ણદેવ વગેરે ચક્રવતી ન થયા. પણ સિદ્ધરાજે તે પદ મેળવ્યું હતું. તેની આ સિધ્ધિમાં તેનાં મંત્રીઓ મુંજાલ મહેતા, દાદક, મહાદેવ, શાંતનુ વગેરે એ ખુબ મોટો ભાગ ભજવ્યો હતો. આ ઉપરાંત તેના કાકાના દિકરા ત્રિભુવનપાળ, સેનાપતી કેશવ તેનાં રાજ્યસત્તાના અણનમ સ્તંભ હતાં. તેનાં ઉછેરમાં તેની માતા મીનળદેવીનો ખુબ મોટો ભાગ હતો.

સિદ્ધરાજ પ્રજાવત્સલ રાજા હતા. તેમણે ગુજરાતની પ્રજાને વીર વિક્રમની રાજ્યવ્યવસ્થાનું દર્શન કરાવ્યું હતું. મધરાતે વેશબદલી નગરછર્યા જોવા જવું, નિષ્પક્ષ ન્યાય આપવો જેવાં કૃત્યોએ તેને દંતકથાનું પાત્ર બનાવી દીધેલ છે.

તેમની લશ્કરી કારર્કિર્દીનો પ્રારંભ થયો બર્બરકને હરાવીને. દંતકથામાં બાબરાભૂત તરીકે ઓળખાતા ઉત્તર ગુજરાત નજીકના આદિવાસી રાજા બર્બરકને હરાવી તેમણે બર્બરકજષ્ણુનુ બિરુદ હાંસલ કર્યુ. એટલુ જ નહી, આ બર્બરક જયસિંહના જમણાં હાથની ફરજ સારીને તેમને અનેક પ્રસંગે મદદરૂપ થયો હતો. આ ઉપરાંત લોકોના મતે દૈત્ય મનાતા બર્બરકને વશ કરવા બદલ લોકો જયસિંહ પાસે કોઇ દૈવી શક્તિ હોવાનું માનવા લાગ્યા હતાં. આજે પણ રાજા જયસિંહ તેના મૂળ નામ કરતાં સિદ્ધરાજના નામે જ વધુ પ્રખ્યાત છે. સિદ્ધરાજ અને બાબરાની જોડી ઇતિહાસમાં પ્રખ્યાત વિક્રમ-વેતાલની જોડી સમાન ગણાય છે.

આ ઉપરાંત સિદ્ધરાજે લાટ (હાલનું દક્ષિણ ગુજરાત) સાથે વિગ્રહ ખેલી તે તરફની કનડગતનો કાયમ માટે અંત આણ્યો હતો. સિદ્ધરાજે કોંકણના રાજાને પણ યુ ધમાં હાર આપી પોતાનો સામંત બનાવ્યો હતો. ઉત્તરમાં અર્બુદામંડળ (આબુ), નડૂલ વગેરેને કાયમ માટે ગુજરાતમાં ભેળ્વી દીધા હતાં. ઉપરાંત શાકંભરી (સાંભાર કે અજમેર)ના અર્ણોરાજને પણ પોતાના તાબા હેઠળ લાવ્યો હતો. પોતાની પુત્રી કાંચનદેવીના લગ્ન તેની સાથે કરાવી પોતાનો જમાઇ બનાવ્યો હતો. (આ કાંચનદેવી નો પુત્ર તે સોમેશ્વર કે જેણે ગુજરાતની મદદથી રાજગાદી મેળવી હતી. અને આ સોમેશ્વરનો પુત્ર એટલે ભારતપ્રસિદ્ધ પૃથ્વીરાજ ચૌહાણ. આમ પૃથ્વીરાજ સિદ્ધરાજનો પ્રપૌત્ર થાય.)

સિદ્ધરાજનો ઇતિહાસ પ્રસિદ્ધ વિજય એટલે માળવા વિજય. વર્ષોથી પાટણના વેરી માળવાને તેણે સજ્જડ હાર આપી હતી. એટલું જ નહીં અવંતી(માળવાનું બીજું નામ)ના રાજા યશોવર્માને કાષ્ટના પિંજરમાં બેસાડી સમગ્ર પાટણશહેરમાં ફેરવ્યો હતો. અને તેને પદભ્રષ્ટ કરી પોતાના વિષ્વાસુ મહાદેવ મંત્રીને અવંતીનો દંડનાયક નિમ્યો હતો. અહીંયા એ બાબત ધ્યાનમાં લેવાં જેવી છે કે પરાજીત રાજાને પોતાનો સામંત બનાવી તેને ફરી રાજ આપવાની પરંપરાનો સિદ્ધરાજે અંત આણ્યો હતો. આમ તેનો રાજ્ય વિસ્તાર ઉત્તરમાં સાંભાર સુધી, દક્ષિણમાં કોંકણ, પૂર્વમાં અવંતી અને પશ્ચિમમાં સિંધ સુધી હતો. જો કે બુંદેલખંડના રાજા સાથેના યુ ધમાં તેનો પરાજય પણ થયો હતો. પણ તેનૉ કોઇ અસર તેનાં રાજ્ય પર પડી ન હતી.

સિદ્ધરાજ એક પ્રજાવત્સલ રાજા હતા. લોકોના દુઃખને જાણવા મધ્યરાત્રીએ વેશપલટો કરીને નગરચર્યા કરતાં હતાં. સિદ્ધપુરના રુઢ્રમાળનું પણ તેમણે જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. પાટણમાં સહર્ત્રલીંગ તળાવ બંધાવ્યું. તેના ન્યાયની ખ્યાતી દૂરદૂર સુધી હતી. પોતાની માતાના એક શબ્દે સોમનાથની યાત્રા પરના વેરાને દૂર કરી ૭૨ લાખ જેટલી આવક જતી કરી હતી.

સિદ્ધરાજ સાહિત્યના પણ શોખીન હતા. અનેક વિદ્વાનોને તેણે રાજ્યાશ્ર્ય આપ્યો હતો. અવંતીને હરાવીને તેની વિદ્વતાને ગુજરાત તરફવાળિ છે. તેમના સમયમાં થઇ ગયેલા મુનિ હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજની જ પ્રેરણાથી ગુજરાતી વ્યાકરણના નિયમોની રચના કરી. તેમના ગ્રંથ ’સિદ્ધહેમશબ્દાનુશાશન’ ને પોતાના રાજહસ્તિ પર મુકાવી સમગ્ર શહેરમાં શોભાયાત્રા કાઢી હતી. રાજા અને તેના મંત્રીઓ પગપાળા હતાં. સરસ્વતીની આવી પૂજા કે જે ગુજરાતે કરી તે ભૂતકાળમાં કોઇએ કરી ન હતી કે ભવિષ્યમાં કોઇ કરી શકશે.

જો કે આટલી બધી સિદ્ધિ હોવા છતાં, સિદ્ધરાજ અપુત્ર હતો. સંતાનમાં એક પુત્રી જ હતી, કાંચનદેવી. આથી તેના ઉત્તરાદિકારીની ચિંતા હમેશા તેને સતાતવતી હતી. આ ઉપરાંત તેને એક પ્રપન્ન પુત્ર નિલકદેવ હોવાની પણ માન્યતા છે. સિદ્ધરાજે અપુત્ર અવસ્થામાં જ દુનિયા છોડી હતી, ત્યારે પણ તેના ઉત્તરાધિકારીનો પ્રશ્ન ઉકેલાયો ન હતો.

આથી તેની પાદુકાને રાજસિંહાસન પરમુકી ૧૩દિવસ રાજ્ય ચલાવવામાં આવ્યું. તેના રાજ્યના વારસદારોમાં તેનો પ્રપન્નપુત્ર તિલકરાજ, દોહિત્ર સોમેશ્વર, ભત્રીજા મહિપાલ, કુમારપાળ વગેરે હતાં. આ સહુને પાછળ રાખી જૈનસમાજના આગેવાનોની મદદ મેળવી કુમારપાળે રાજ્યસત્ત ગ્રહણ કરી હતી. આ ઈતિહાસ ને માન આપે છે.

પોસ્ટ શેર અવશ્ય કરશો જેથી આ ઇતિહાસ બધા જાણી શકે.

– સાભાર દીપિકા રાષ્ટ્રવાદી (આપણો ઇતિહાસ ગ્રુપ)