રાજકુમાર સિદ્ધાર્થ જ્યારે બુદ્ધ બનીને પિતા સમક્ષ આવ્યા ત્યારનો આ પ્રસંગ ઘણો જ અદ્દભુત છે, વાંચજો જરૂર.

0
934

બુદ્ધના પિતા શુદ્ધોધન તેમના પુત્રને ખુબ પ્રેમ કરતા હતા.

તેમનો રાજકીય ઉત્તરાધિકારી સિદ્ધાર્થ આ રીતે સંસાર છોડી દેશે તેવી સંભાવના તેમના જન્મ સમયે જ રાજાને કહેવા માં આવી હતી.

શુદ્ધોધન રાજા હતા. બુદ્ધને બધા વૈભવો વચ્ચે મોટા કર્યા છતાં જે બનવાનું હતું તે બન્યું.

સિદ્ધાર્થ હવે બુદ્ધ હતા. તેમના અસ્તિત્વમાં રહેલી કરુણા આશીર્વાદ બનીને સમગ્ર જગતને પ્રેમનો પ્રકાશ આપતી હતી.

આજે બુદ્ધ તેમના પિતાના રાજ્યમાં હતા.

રાજા શુદ્ધોધન હાથી ઉપર બેસીને બુદ્ધ ને મળવા માટે રવાના થયા.

બુદ્ધ ધીમે ધીમે નગર તરફ આવી રહ્યા હતા.

રાજા શુદ્ધોધન હાથી ઉપર બેસીને બુદ્ધ નો જ્યાં ઉતારો હતો તે ઉપવન તરફ જતા હતા.

રસ્તામાં જ બુદ્ધના અસ્તિવની ચેતના રાજાના હાથીએ સૌથી પહેલા અનુભવી.

તે ઉભો રહી ગયો. સૂંઢ ઊંચી કરી મહાવત ને ઈશારો કર્યો.

રાજાને કહો બુદ્ધને મળવા હાથી ઉપર બેસીને ના જવાય.

પ્રતીકાત્મક ફોટા

નીચે ઉતારો.

મહાવતે રાજાને કહ્યું મહારાજ હાથી આગળ નહિ ચાલે.

મહારાજા નીચે ઉતર્યા.

હાથીની સાથે સાથે ચાલીને બુદ્ધ તરફ જવા લાગ્યા.

રાજા શુદ્ધોધનને મનમાં વિસામણ હતી. બુદ્ધનું અભિવાદન કેવી રીતે કરવું? દીકરો છે. છાતી સરસો ચાંપી લઈશ.

બસ બુદ્ધ શિષ્યો સાથે દેખાયા. તેમની આંખમાં કરુણા, હાથમાં ભિક્ષા પાત્ર હતું.

ભિક્ષા પાત્ર ની બનાવટ સુજાતાના ખીરના પાત્ર જેવી હતી.

એક સરખા ભિક્ષા પાત્ર, એક સરખી સાધુતા, એક સરખા ભાવ.

રાજા જોઈ રહ્યા.

અરે આ શું? તેમનો હાથી તો બુદ્ધના પગમાં નમી ગયો.

રાજા શુદ્ધોધન દીકરાને ભેટવાની તૈયારી કરીને ઉભા હતા.

નમેલા હાથીને જોઈને તેમણે પણ વિચાર બદલ્યો.

દીકરાને ભેટવાને બદલે તેવોએ પણ ધરતી ઉપર લાંબા થઈને બુદ્ધના ચરણ પકડવા હાથ લંબાવ્યા.

એક બાપ દીકરાના ચરણમાં હતો. સમગ્ર અસ્તિત્વ કરુણાના શરણ માં હતું

બૌદ્ધ સાધુઓ બસ ત્યારથી જ હાથીઓને પાળે છે.

– સાભાર અતુલ રાવ (અમર કથાઓ ગ્રુપ)