મુંબઈનું નહિ પણ આ જગ્યાએ આવેલું સિદ્ધિવિનાયક મંદિર છે અષ્ટવિનાયક મંદિર યાત્રાનું બીજું ધામ. બધા દેવોમાં સર્વપ્રથમ પૂજનીય ભગવાન ગણેશનો દશ દિવસ ઉત્સવ ચાલી રહ્યો છે, જે અનંત ચતુર્દશી સુધી ચાલે છે. ભગવાન શ્રીકૃષ્ણ સાથે સાથે ભગવાન ગણેશ જ એકમાત્ર એવા દેવતા છે જેને બાળકો, યુવાનો, વડીલો બધા પસંદ કરે છે. તેનું વિચિત્ર રૂપ તેને વધુ આકર્ષક બનાવે છે. મહારાષ્ટ્રમાં તો ગણેશોત્સવની ધૂમ દુનિયામાં સૌથી વધુ જોવા મળે છે.
માયાનગરીથી લઈને રાજધાની કહેવાતા મહાનગર મુંબઈમાં તો બધી મોટી હસ્તીઓ તેમના ઘરે બપ્પાની સ્થાપના કરે છે. પરંતુ મહારાષ્ટ્રમાં જ નહિ દુનિયાભરથી રિદ્ધી, સિદ્ધી, બુદ્ધીના દાતા ભગવાન શ્રી ગણેશને પૂજવા માટે લોકો તેના અષ્ટવિનાયક મંદિરોની યાત્રા માટે આવે છે. અમારા પહેલા લેખમાં અમે અષ્ટવિનાયક મંદિરોમાં પહેલા પ્રાચીન મંદિર મયુરેશ્વર (મોરેશ્વર) વિષે જણાવ્યું હતું. આ લેખમાં આવો જાણીએ બીજા મંદિર સિદ્ધીવિનાયક મંદિર વિષે.
સિદ્ધીવિનાયક મંદિર સિદ્ધ ટેક : સિદ્ધીવિનાયક મંદિરનું નામ લેતા જ તમે જરૂર મુંબઈના પ્રભાદેવીમાં આવેલા સિદ્ધીવિનાયક મંદિર વિષે વિચાર્યું હશે. પરંતુ આ મંદિર છે તો સિદ્ધીવિનાયક જ અને તેની લોકપ્રિયતા પણ દુનિયાભરમાં ફેલાયેલી છે. શ્રદ્ધાળુઓની ભીડ અહિયાં પણ લાગેલી જ રહે છે. મંગળવારના દિવસે તો અહિયાં સિદ્ધીવિનાયકના દર્શન માટે કલાકો લાઈનમાં રહેવું પડે છે.
અમિતાભ બચ્ચનથી લઈને તેંદુલકર સુધી અહિયાં બપ્પાના દર્શન કરવા આવે છે. પરંતુ અમે જે સિદ્ધીવિનાયક વિષે જણાવી રહ્યા છીએ તે મંદિર એ નથી. આમ તો આ મંદિર સિદ્ધીવિનાયક મંદિરોમાં નથી આવતું. અમે જે સિદ્ધીવિનાયક મંદિરની વાત કરી રહ્યા છીએ, તે છે મહારાષ્ટના અહમદનગર જીલ્લાના સિદ્ધ ટેકના ગણપતિ.
અષ્ટવિનાયકમાં સિદ્ધ ટેકના ગણપતિ જ બીજા ગણેશ માનવામાં આવે છે તેને સિદ્ધીવિનાયક કહેવામાં આવે છે. આ મંદિર પુણેથી લગભગ 200 કી.મી. દુર છે. મંદિરની નજીકમાં જ ભીમ નદી પસાર થાય છે. અહમદનગર જીલ્લાના ગામ સિદ્ધટેકમાં આ મંદિર આવેલું છે. આ પ્રાચીન મંદિર વિષે માન્યતા છે કે ભગવાન શ્રી હતી એટલે સ્વયં વિષ્ણુએ અહિયાં સિદ્ધીઓ પ્રાપ્ત કરી હતી. આ મંદિર એક પહાડના શિખર ઉપર નિર્મિત કરવામાં આવ્યું છે. તેનું મુખ્ય દ્વાર ઉત્તરમાં છે. મંદિરની પરિક્રમા માટે પહાડોની યાત્રા કરવી પડે છે.
સિદ્ધીવિનાયક મૂર્તિનું સ્વરૂપ : સિદ્ધ ટેકના સિદ્ધીવિનાયક મંદિરમાં ગણેશજીની જે મૂર્તિ સ્થાપિત છે તે 3 ફૂટ ઉંચી અને અઢી ફૂટ પહોળી છે. મૂર્તિનું મુખ્ય દ્વાર ઉત્તર દિશા તરફ છે. અને મૂર્તિની વિશેષ વાત એ છે કે તેમાં ગણેશનીની સુંઢ જમણા હાથ તરફ છે. જે મંદિરોમાં ગણેશ મૂર્તિની સુંઢ જમણી તરફ હોય તે મંદિરોને ગણેશ સિદ્ધપીઠ પણ માનવામાં આવે છે. માન્યતા છે કે સિદ્ધીવિનાયકના દર્શન કરવાથી વિનાયક શ્રદ્ધાળુઓની મનોકામનાઓ પૂર્ણ કરે છે.
આ માહિતી એસ્ટ્રો યોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.