સિદ્ધિ યોગ-હસ્ત નક્ષત્રમાં વૈશાખનું પ્રદોષ વ્રત, જાણો પૂજાના વિશેષ મુહૂર્ત

0
273

હિંદુ કેલેન્ડર મુજબ, ત્રયોદશી તિથિ દર મહિનામાં બે વાર આવે છે. પ્રથમ શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ અને કૃષ્ણ પક્ષની બીજી. બંને ત્રયોદશી તિથિઓ ભગવાન શિવને સમર્પિત હોય છે. આ તિથિ પર ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. તેને પ્રદોષ તરીકે પણ ઓળખાય છે. વૈશાખ મહિનાનું પ્રદોષ વ્રત 13 મેના રોજ આવી રહ્યું છે. શુક્રવાર ત્રયોદશી તિથિ હોવાને કારણે તેને શુક્ર પ્રદોષ વ્રત કહેવામાં આવશે.

પ્રદોષ વ્રતનું મહત્વ : હિન્દુ ધર્મમાં પ્રદોષ વ્રતનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસે ભક્તિભાવ સાથે ભગવાન શિવની પૂજા કરવાથી મનુષ્યના તમામ કષ્ટ દૂર થાય છે. મૃત્યુ પછી તેમને મોક્ષ પ્રાપ્ત થાય છે. પુરાણો અનુસાર એક પ્રદોષ વ્રત રાખવાનું ફળ બે ગાયનું દાન કરવા જેટલું જ છે. આ વ્રતનું મહત્વ વેદના મહાન વિદ્વાન સુતજીએ ગંગા નદીના કિનારે શૌનકાદીક ઋષિઓને જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કળિયુગમાં જ્યારે અધર્મની બોલબોલ હશે. લોકો ધર્મનો માર્ગ છોડીને અન્યાયના માર્ગે જતા હશે. તે સમયે પ્રદોષ વ્રત એક એવું માધ્યમ બનશે જેના દ્વારા તેઓ શિવની પૂજા કરીને પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરી શકશે.

પ્રદોષ વ્રતનું શુભ મુહૂર્ત : વૈશાખ માસમા પ્રદોષ વ્રતની પૂજા માટેનો શુભ સમય સાંજના 07.04 થી રાત્રે 09.09 સુધીનો રહેશે. આ દિવસે બપોરે 3.45 વાગ્યાથી સિદ્ધિ યોગ બની રહ્યો છે અને હસ્ત નક્ષત્ર રહેશે. આ બંને માંગલિક અને શુભ કાર્યો માટે શુભ માનવામાં આવે છે.

સોમ પ્રદોષ વ્રતની પૂજા વિધિ : કોઈપણ પ્રદોષ વ્રતમાં ભગવાન શિવની પૂજા સૂર્યાસ્તના 45 મિનિટ પહેલાં અને સૂર્યાસ્તના 45 મિનિટ પછી કરવામાં આવે છે. સવારે સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. આછા લાલ કે ગુલાબી રંગના કપડાં પહેરવા શુભ રહે છે. ચાંદી અથવા તાંબાના લોટાથી શુદ્ધ મધની એક ધારા સાથે શિવલિંગ પર ચઢાવો. તે પછી શુદ્ધ જળની ધારાથી અભિષેક કરો અને 108 વાર ઓમ સર્વસિદ્ધિ પ્રદાય નમઃ મંત્રનો જાપ કરો. આ દિવસે મહામૃત્યુંજય મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.