સિંહ રાશિફળ 2022 : આર્થિક જીવનમાં અનુકુળતા લાવી રહ્યું છે નવું વર્ષ, જાણો કેવો લાભ થશે.

0
1017

વર્ષ 2022 માં સિંહ રાશિના લોકોની લવ લાઈફમાં ઘણા મોટા ફેરફાર જોવા પડશે, વાંચો વાર્ષિક રાશિફળ.

સિંહ રાશિફળ 2022 :

વર્ષ 2022 સિંહ રાશિના લોકો માટે મિશ્રિત પરિણામ લાવી રહ્યા છે. આ વર્ષ આર્થિક જીવનમાં અનુકુળતા લાવી રહ્યું છે. 26 ફેબ્રુઆરીથી મંગળ તમારી રાશિમાંથી ભાગ્ય ગૃહમાં ઉપસ્થિત રહેશે. તે દરમિયાન સંતાનના આરોગ્યમાં સકારાત્મક ફેરફાર આવશે. મંગળની આ સ્થિતિ કાર્યક્ષેત્રમાં પણ ઉત્તમ ફળ આપશે અને પગાર વધારાના પણ શુભ સંયોગ છે.

વર્ષ 2022 ના ફેબ્રુઆરી અને એપ્રિલ મહિનામાં થોડું સાવચેત રહેવું. ઘણી આકસ્મિક ઘટનાઓનો સામનો કરવો પડશે. 12 એપ્રિલના રોજ રાહુ મેષ રાશિમાં ગોચર કરશે તેનાથી સિંહ રાશિના લોકોનું આરોગ્ય બગડી શકે છે. એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે ગુરુનો મીન રાશિમાં પ્રવેશ થવાથી જીવનમાં ભાગ્યનો સાથ મળશે. વિદ્યાર્થીઓને અપાર સફળતા મળી શકે છે.

એપ્રિલ પછી રાહુની હાજરી કાર્યક્ષેત્ર ઉપર સીનીયર અધિકારીઓ અને સાથી કર્મચારીઓ સાથે તમારા સંબંધ સુધારવામાં મદદ કરશે. ભવિષ્યમાં તેમનો સહકાર પાપ્ત કરીને પદ પ્રતિષ્ઠા અને પગારમાં વધારો કરી શકશો. જો તમે પરણિત છો તો વર્ષની શરુઆતના સમયમાં તમારા જીવનસાથીને થોડી આરોગ્યની તકલીફ પડી શકે છે. એપ્રિલ મહિના પછી ગુરુની કૃપાથી સંબંધમાં સુધારો ફરી વખત પાછો આવી શકશે, જેથી નવપરણિત લોકો પોતાના દાંપત્ય જીવનમાં વિકાસ કરવાનો નિર્ણય લઇ શકશે.

જુન અને ઓગસ્ટ માસમાં વિશેષ સાવચેતી રાખો. પરણિત જીવનમાં તાલમેલ જાળવવાનો પ્રયત્ન કરવો પડશે. 10 ઓગસ્ટથી ઓક્ટોબર વચ્ચે મંગળનું વૃષભ રાશિમાં ગોચર સંબધોમાં મધુરતા લઈને આવશે.

વર્ષ 2022 માં સિંહ રાશિના લોકોની લવ લાઈફમાં ઘણા મોટા ફેરફાર જોવા પડશે. મંગળ તમારા ગુસ્સામાં વધારાનું કારણ બનશે. એપ્રિલથી લઈને મે મહિના વચ્ચે ઘણા ગ્રહોમાં ફેરફાર થશે. સંબંધોમાં કોઈ ત્રીજા વ્યક્તિની હસ્તક્ષેપ ગેરસમજણ ઉભી કરી શકે છે.