એક નાના બાળકે પ્રાર્થનામાં ભગવાનને એવું તે શું કહ્યું કે દાદાની આંખમાં આંસુ આવી ગયા, વાંચો.

0
1650

એક બાળક દરરોજ પોતાના દાદાને ઘર મંદિરમાં સાંજની પૂજા કરતા જોતો હતો.

તેમની પૂજા જોઈને એ બાળક પણ અંદરથી આ બધી વિધિ પૂરી કરવા માંગતો હતો, પરંતુ દાદાની હાજરીમાં તેને આ તક મળતી નહોતી.

એક દિવસ દાદાને સાંજે આવવામાં મોડું થયું, તો આ તકનો લાભ લઈને બાળકે સમયસર પૂજા કરવાનું શરૂ કર્યું.

એટલામાં દાદા આવ્યા. તેમણે પોતાના પૌત્રને પૂજા કરતા જોયો. તેઓ થોડા દુર ઉભા રહી ચુપચાપ પાછળથી બધું જોઈ રહ્યા કે પૌત્ર કેવી રીતે પૂજા કરે છે.

બાળક ઘણી બધી અગરબત્તીઓ અને અન્ય તમામ સામગ્રીનો ઉપયોગ કર્યો અને ધાર્મિક વિધિથી પૂજા કરી. પછી તે પ્રાર્થના કરતા બોલ્યો… ભગવાન, પ્રણામ. તમે મારા દાદાને સ્વસ્થ્ય રાખજો અને દાદીના ઘૂંટણના દુઃખાવાને જલ્દીથી દુર કરજો, કારણ કે દાદા-દાદીને કાંઈ થઇ ગયું તો મને ચોકલેટ કોણ આપશે?

પછી બાળક આગળ કહે છે, મારા વ્હાલા ભગવાન, મહેરબાની કરીને મારા બધા મિત્રોને સારા રાખજો, નહીંતર મારી સાથે કોણ રમશે?

મારા પપ્પા અને મમ્મીનું પણ સારું ધ્યાન રાખજો. ઘરના કૂતરા ટોમીનું પણ ધ્યાન રાખજો, કારણ કે તેને કંઈક થઈ જશે તો ઘરને ચોરોથી કોણ બચાવશે?

પણ ભગવાન, જો તમને વાંધો ન હોય તો મારે તમને એક વાત કહેવી છે. બધાનું ધ્યાન રાખજો, પણ તે પહેલાં તમે તમારું ધ્યાન રાખજો, કારણ કે જો તમને કંઈક થઈ જશે, તો પછી અમારા બધાનું શું થશે?

પૌત્રની આ પ્રાર્થના સાંભળીને દાદાની આંખમાં પણ આંસુ આવી ગયા. કારણ કે તેમણે પોતે પણ જીવનમાં આવી પ્રાર્થના કરી નથી કે ક્યારેય સાંભળી પણ નથી.

મિત્રો, કોમેન્ટ કરીને તમારું મંતવ્ય જરૂર જણાવજો, અને હા, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ.