માઁ વગરની નાનકડી દીકરીના ચહેરાની ચમક અને તેના મનની વાતનો આ પ્રસંગ તમારી આંખો ભીની કરી દેશે.

0
538

લઘુકથા – ચમક :

– માણેકલાલ પટેલ.

શ્રીકાંત એટલું બધું ડા રૂખાનું લાવેલો કે એ જોઈને નાની દીપાંશી તો રાજીરાજી થઈ ગઈ.

બે મોટી પ્લાસ્ટિકની બેગમાં રહેલા ફટાકડાઓ, ફૂલઝરી, તારામંદર, કોઠી, ચકરડી અને એને નામેય ન આવડે એવું વિવિધ પ્રકારનું ડા રૂખાનું જોઈ એના આનંદનો કોઈ પાર નહોતો.

બધું ડા રૂખાનું એ ઘડીકમાં બહાર કાઢે અને પાછું થેલીઓમાં મૂકી દે. એને તો ડા રૂખાના સાથે રમવાની મજા આવી ગઈ !

આજુબાજુનાં ત્રણેક છોકરાંઓ પણ દીપાંશીની રમતમાં જોડાઈ ગયાં.

શ્રીકાંતે ખોટેખોટું ખીજાઈને કહ્યું પણ ખરું :- “જો તૂટી જશે તો….”

” પપ્પા ! ” દેવાંશીએ કહ્યું :- ” આ બધું સળ ગાવશું તો રાતે ને? અત્યારે અમને રમવા દોને?”

શ્રીકાંત હસવા લાગ્યો.

એ પછી એણે દરેક ફટાકડાની ખાસિયત સમજાવવા માંડી.

એક પેકેટ હાથમાં પકડીને એણે કહ્યું :- ” દીપુ ! આ જો ! આને આપણે રાત્રે સળ ગાવશું ને તો એ છેક આકાશમાં ઊંચે જઈ અજવાળું અજવાળું કરી દેશે. તું છેક ક્યાંય દૂર સુધી જોઈ શકીશ. મજા આવશે, તને? ”

દીપાંશીના ચહેરા પર અચાનક ચમક આવી ગઈ. એણે કાલીઘેલી ભાષામાં પૂછ્યું :- ” પપ્પા ! બધાં કે’છેને કે મારી મમ્મી ઉપર ગઈ છે. તો તો એય મને દેખાશે ને? ”

– માણેકલાલ પટેલ.