આપણા ચહેરા પરની એક સ્માઈલ અનેકના જીવનમાં કેટલી ખુશી સર્જી શકે છે તે આ સ્ટોરી દ્વારા સમજો.

0
251

એક હોટલના વેઈટરે એક ગ્રાહકને સવારના પહોરમાં સ્માઈલ સાથે ચા નો કપ ધર્યો.

વેઈટરના સ્માઈલે કમાલ કરી. પેલા ગાહકનું જીવન સાવ સુનુ સુનું હતું….. પરંતુ….. જાણે એમાં નવ પલ્લવિત શાખાઓ ફુટી…..!

એણે ખુશ થઈ 50 રુપીયા ટીપ મુકી…..!

વેઈટરને સ્માઈલ બદલામાં આવી બક્ષિસની કલ્પના પણ હતી નહીં. એણે પણ ખુશ થઈ 20 રુપીયા એક ભિખારીના હાથમાં મુકી દીધા…..!

સવાર-સવારમાં 20 રુપીયા મળશે એવી કલ્પના તો એ ભિખારીને ય ક્યાંથી હોય?

એ ખુશ ખુશાલ થઈ, કાલની ભુખીને ભુખી સુઈ ગયેલી પોતાની માં ને મળવા માટે દોડયો…..

રસ્તામાં ભરપુર અવર જવર વાળા રોડ પર નાનકડા ગલુડિયાને પરવા કર્યા વિના દોડીને ગલુડિયાને ઉપાડી લીધું અને પ્રેમથી તેના માથે હાથ ફેરવ્યો…..!

આ દ્રશ્ય મોંધીદાટ કારમાં બેઠેલા એક અતિ શ્રીમંતે જોયું અને એને થયું કે જેની સાથે કોઈ સંબંધ નથી એવા ગલુડિયાને પણ પ્રેમ કરનાર આ ભિખારી પણ કયાં ઓછો ધનવાન છે?

અને મારી પાછળ દોડધામ કરનારા મારી કંપનીના મજુરો કે ગાડીનો ડ્રાઈવર, મારો પરિવાર એ બધાની ઉપેક્ષા કરનારો હું શ્રીમંત કયાંથી કહેવાઉં?

એ શ્રીમંતે ખુશ થઈને ગાડીના ડ્રાઈવરને અને કંપનીના બધા માણસોને 1000 – 1000 રુપીયા બક્ષિસ સ્વરુપે આપી દીધા…..!

શેઠના ખુશ ખુશાલ સ્નેહ ભીના ચહેરે મળેલા 1000 રુપીયા લઈ ડ્રાઈવર તો પોતાના પરિવારને લઈને દરિયા કિનારે ફરવા ગયો…..!

આજે આ ડ્રાઈવર ધણો ખુશ હતો. જેવો એ ગાડીમાંથી ઉતર્યો ત્યાં એક યુવાન ઊભો હતો….. બન્નેની આંખો એક ક્ષણ માટે મળી અને પેલો યુવાન દરિયાથી વિરુધ્ધ પરત ચાલવા લાગ્યો…

ડ્રાઈવરે પુછયું : “કોણ છો તમે? અચાનક પાછા કેમ વળ્યા?”

આ અજાણ યુવકે ઉત્તર આપ્યો કે, જુઓ ભાઈ હું જીંદગીથી હતાશ થયેલો વ્યક્તિ છું તેમજ દુનિયા છોડી જવા માટે આવેલો પણ…..!

પણ શું?

મેં એક સંકલ્પ કરેલો કે, મને કોઈ માણસના મુખ પર સ્માઇલ દેખાય તો દુનિયા નહિ છોડું…..! તમારી ખુશીએ મારી જીંદગી બચાવી છે…..!

થેન્ક યુ…..!

આમ, આપણા ચહેરા પરની એક સ્માઈલ અનેકના જીવનમાં અપરંપાર કેટલી ખુશી સર્જી શકે છે કે જેની કલ્પના પણ નહીં કરી શકીએ…..!

કયાં છીએ આપણે?

જે આપણા હાથમાં જ નથી એવા ભવિષ્યની ખોટી કલ્પનાઓ કરી જીવનમાંથી ખુશીને ખોઈ બેઠા છીએ આપણે!

એટલે જ દરેક ક્ષણે ખુશ રહેતાં શીખીએ!

મન ભરીને જીવો

મનમાં ભરીને નહી.

– સાભાર રાજેંદ્ર મેહતા (અમર કથાઓ ગ્રુપ)