સાહેબ આ દેશ ના વિર પુરૂષો એ ગાય માટે પોતાના પ્રા ણ ત્યાગી દીધા છે. મંદૉ નામા થા પડ્યા પછી ધડ લડ્યા ના કેટલાક ઈતિહાસ આપડા દેશ માં છે. પણ આજ એક એવા સાંઢ (આખલો) ની વાત છે કે, ધીંગાણું કરીને પોતાના મા થુ પડી ગયા પછી લુ ટારાઓ ને ભગાડી ને બે કિલોમીટર સુધી ગાયુ ના ધણ ને સલામત સ્થળે પહોંચાડ્યુ.
આસરે બસો વર્ષ પહેલાં ની વાત છે, લખતર ગામના પાદરે તળાવ છે. તળાવ ની પાસે ઝોક એટલે પશુધન ની બેઠક. સવાર ના નવ દસ વાગ્યા છે. એજ સમયે લુ ટારાઓએ ગાયનું ધણ વાડયુ. ધન મા સોગઠીયો કરીને એક સાંઢ (આખલો). ધન મા સાંઢ નિકળી ને ઝોક માં પાસો આવ્યો ને ઝોક (બેઠક) માં ડોડા શાખા ના ભરવાડ ના ડોશી મા વાસીદુ વાળતાં હતા. સાંઢ જોયો ને ડોશી મા બોલ્યા, અરે મારી ગાયનું ધન લઈ ગયાં ને તું નુગરા પાછો આવ્યો.
તારી શું પુજા કરવાની છે, તું તો યા કપ ઈ ગયો હોત તો સારું હતું.
કોઈ માણસ ને મેણાના ઘા વાગે એમ સોગઠીયા સાંઢને મેણાં ના ઘા વાગ્યા અને સોગઠીયો સાંઢ પાછો ફર્યો. એમ કહેવાય છે કે, લખતર ના સીમાડે આવતા લુ ટારાઓની સાથે ધીંગાણું ખેલાયું ને સોગઠીયા સાંઢ નું મસ્તક જુદું થયા પછી ધડે ઘમસાણ મચાવી. આથી તે લુ ટારાઓ ગાયનું ધન મેલીને ભાંગી ગયાં. પછી સોગઠીયા સાંઢ ધડે બે કિલોમીટર સુધી ગાયુ ના ધન ની બપોર ની જે બેઠક હતી લખતર ના વીડમા, ત્યાં પહોંચ્યાળી ને સોગઠીયા સાંઢ નું ધડ પડ્યું.
આજે લખતર અને ભાલાળા ના સીમાડા ઉપર સાંઢ મસ્તક પડ્યું છે ને આ ખાંભી એ ધડ પડ્યું હતું. આજે તમારી કોઈ ગાય ભેંસ ને બીમારી હોય તો તમે બાધા રાખો, હે સોગઠીયા દાદા બીમારી મટી જાશે, તો બીમારી મટી જાય છે.
જય સોગઠીયા દાદા
આ છે અમારી ધરતી ની અમીરાત, ગુજરી માત ના ખોળે ખેલતી ધન્ય ધન્ય હો સોરઠ ધરણી.
– સાભાર ભરવાડ મફાભાઈ સાટીયા (અમર કથાઓ ગ્રુપ)