કેટલીક પ્રેરણાત્મક કોર્પોરેટ કથાઓ જે તમને જીવનમાં સફળ થવા માટે ઉપયોગી શીખ આપતી જશે.

0
392

આ બે કોર્પોરેટ કથાઓ સદાય યાદ રહેશે.

૧) Yahoo એ Google ને નકારી હતી.

૨) Nokia એ Android ને જાકારો આપ્યો હતો.

ઉપસંહાર :

તમારી જાતને સમય સાથે અપડેટ કરતા રહો, નહિતર એક દિવસ તમે બિન જરૂરી બની રહેશો અને ફેંકાઈ જશો.

જોખમ ના લેવું એ સૌથી મોટું જોખમ છે. સાહસી બનો અને નવી નવી ટેકનોલોજી સ્વીકારતા રહો.

બીજી બે કોર્પોરેટ કથાઓ પણ યાદ રાખો :

૧) Google એ You Tube અને Android ને હસ્તગત કરી લીધાં.

૨) Facebook એ Instagram અને WhatsApp હસ્તગત કરી લીધાં.

ઉપસંહાર :

એટલાં શક્તિશાળી બનો કે તમારાં શત્રુ કે પ્રતિસ્પર્ધીને તમારાં દોસ્ત બની જવાની ફરજ પડે.

ઝડપથી વૃદ્ધિ સાધો, મોટાં બની જાઓ અને સ્પર્ધા દૂર કરી દો.

આ બે મહાન હસ્તીઓનાં ભૂતકાળની કથા વાંચો :

૧) બરાક ઓબામા એક સમયે આઇસક્રીમ વેચવાનું કામ કરતા હતા.

૨) એલન મસ્ક લાકડાની વખારનો કક્ષ સાફ કરવાનું કામ કરતા હતા.

ઉપસંહાર :

કોઈનું તેના ભૂતકાળના કામ ને આધારે આકલન ના કરો.

તમારો વર્તમાન તમારું ભવિષ્ય નક્કી કરતો નથી, તમારી મહેનત અને હિંમત એનું નિર્માણ કરે છે.

આ બે વાતો જાણો છો? :

૧) કર્નલ સેન્ડર્સ પાંસઠ વર્ષની ઉંમરે KFC નું સર્જન કરે છે.

૨) જેક મા KFC દ્વારા અસ્વીકૃતી પામી Alibaba નું સર્જન કરે છે.

ઉપસંહાર :

ઉંમર માત્ર એક આંકડો છે. તમે ગમે તે ઉંમરે સફળતા પામી શકો છો.

જીવનમાં ક્યારેય હિંમત હારશો નહીં, જે ક્યારેય હિંમત હારતાં નથી, તે અંતે જીતે જ છે.

આ પણ વાંચો અને તેમાંથી બોધપાઠ લો :

૧) Ferrari નાં માલિકે એક ટ્રેક્ટર બનાવનારનું અપમાન કર્યું હતું.

૨) એ જ ટ્રેક્ટર બનાવનારે Lamborgini નું સર્જન કર્યું.

ઉપસંહાર :

ક્યારેય કોઈને નાના ગણશો નહીં કે કોઈનું અપમાન કરશો નહીં.

સફળતા એ બદલો લેવાની શ્રેષ્ઠ રીત છે.

આ બધી કથાઓ પરથી શીખવા મળે છે કે :

તમે કોઈ પણ કામ કરતાં હોવ કે કોઈ પણ ઉંમર ના હોવ; ખંત, ધગશ અને મહેનત કરી સફળતા પ્રાપ્ત કરી શકો છો.

મોટાં સ્વપ્નો જુઓ. ધ્યેય નિર્ધારીત કરો. અથાગ મહેનત કરો.

જીવનમાં ક્યારેય હિંમત હારશો નહીં. સદાય એવી શ્રદ્ધા રાખો કે આવતી કાલ બહેતર હશે.

(ઈન્ટરનેટ પરથી)