લગ્નના થોડા સમય પછી પતિ-પત્ની અને સાસુ-વહુ વચ્ચે થવા લાગ્યા ઝગડા, પછી જે થયું તે જાણીને ચોંકી જશો.

0
808

સાસુ-સસરા અને પતિ સાથેની કાયમની કચકચથી કંટાળેલી મહિલાના જીવનમાં બન્યો એવો પ્રસંગ કે બધું જ બદલાઈ ગયું, વાંચો આખી સ્ટોરી.

શેફાલીની વિદાય થતા એ પોતાના ભાવિ ઘર તરફ આવી રહી હતી. બાજુમાં પતિ, કારમાં આગળ બકબક કરતા દિયર હતા. આંખોના ખૂણામાં હજી પણ અશ્રુબિંદુ ટમટમી રહ્યા હતા. શું એટલું સરળ હોય છે પોતાનું ઘર છોડી દેવું? “કૈસી હસરત સે બાબુલ કી દેખે ગલી” પાછું ગળામાં કંઈક અટકી જવા જેવું થયું. મનસ્વી(મનુ) આ જ નામ હતું પતિનું, તે શેફાલી તરફ નમીને પૂછી રહ્યા હતા, ચા પીશો તમે?

ના, સાંભળીને પણ તેમણે કાર થોભાવી દીધી. તે એક નાનું એવું ઢાબુ હતું. સ્વાદિષ્ટ ચા સાથે પકોડા પણ લીધા. ચા નો ગ્લાસ પકડાવતા મનુએ ધીરેથી તેની આંગળીને સ્પર્શિ લીધું હતું. શરમથી તેણીના ગાલ લાલ થઇ ગયા હતા, અને પ્રતિઉત્તરમાં મનુ મલકાઈ ગયા. ભૂખ તો સાચે જ લાગેલી હતી. ચા પીને જ્યારે પાછી કાર ચાલવા લાગી, તો દિયર મ્યુઝીક સિસ્ટમ ચાલુ કરી ચુક્યા હતા. ગીત વાગી રહ્યું હતું – “મીત ન મિલા રે મન કા…”

આ વખતે શેફાલીએ આશ્વસ્ત ભાવથી મનુ તરફ જોયું અને મલકાઈ ગઈ. તેનો મીત તો તેના મનનો જ હતો. અને ગરમાટવાળી સાસરીમાં પણ મનુને સહારે સામાન્ય અનુભવતી રહી હતી.

ગીતાના બોલ પાછા મગજમાં ફરી રહ્યા હતા, “કોઈ ઘૂંઘટ ઉઠા દેગા રાત કો, ભૂલ જાયેગી મૈકે કી હર બાત કો…” ઘૂંઘટ ઉચકાતા જ હૃદય કેટલાય ધબકાર ભૂલી ગયું હતું, અને શેફાલી એક રાતમાં જ જાણે બધું ભુલાવી ચુકી હતી. સવારે જ તેને રસોડે આવવાની વિધિ હતી. તેણીએ પરિવારને કંઈક ગળ્યું બનાવીને ખવડાવવાનું હતું. અને તે મજાથી એ કાર્ય કરી રહી હતી.

પછીના દિવસે જ તે લોકોનો કુલ્લુ – મનાલી ફરવાનો પોગ્રામ હતો. કેટલું સપના જેવું હતું બધું. લાગતું હતું કે બધું આમ જ ચાલી રહ્યું છે. પણ ઓફિસની રાજાઓ પુરી થઇ ગઈ હતી, અને હવે મનુ બીઝી રહેવા લાગ્યો હતો. સંયુક્ત પરિવાર હતો એમનો. મનુના બે ભાઈ, અને એક બહેન. શેફાલી સંયુક્ત પરિવારથી પરિચિત ના હતી, પોતાના પરિવારમાં એક માત્ર દીકરી હતી એટલે. પણ મનુ સાથે પ્રેમ પહેલા જેવો જ હતો. તેનું મન કરતુ હતું કે તે તેમની પાસે જ બેસી રહે. વધુમાં વધુ સમય મનુ સાથે પસાર કરે.

પણ સવારે ઉઠતા જ હવે તે તેને મોટા ભાગે કહેતો, જોઈ લે મમ્મી કામ કરે છે, કંઈક મદદ કર. અને મમ્મી, પપ્પા અને મનુના સંબંધી વચ્ચે સારા બનાવના પ્રયત્નમાં, ચકરડીની જેમ નાચતી શેફાલી, પોતાને ઠગાયેલી અનુભવતી હતી.

એક પેટર્નવાળી જિંદગી પણ અજીબ હોય છે, અને શેફાલી અને મનુની જિંદગી પણ એક જ પેટર્નમાં બંધાઈ ગઈ હતી. લગ્નના એક એક એમ કરીને 12 વર્ષ પસાર થઈ ગયા હતા. સવાર, સાંજ, રાતનું ભાન જ ના થતું, પરિવાર બે બાળકો દ્વારા સમૃદ્ધ થઇ ગયો હતો.

આજે પણ મનુનું ફેવરેટ ગીત એ જ હતું, પેટર્નમાં બંધાયેલ… હર મહફિલ મેં સુનાતા ઔર યુ ભી ગુનગુનાતા, તારીફ બટોરતા, મીત ન મિલા રે મન કા…

અને દિવસની જેમ રાત પણ પેટર્નવાળી હોય છે કદાચ, રાતે તાજામાજા હોવાના ભ્રમમાં રહી કેમ કે રાત પણ દિવસની જેમ થકવી નાખનારી હોય છે, અને બોલી પણ પેટર્નવાળી હોય છે.

તીખા ટોણા અને લડાઈનો કદરૂપો ચહેરો હવે સામે આવવા લાગ્યા હતા. મીત… સાંભળતા જ શેફાલી ચીસો પાડીને કહેતી, તારા માટે તો મીત શબ્દ દૂર કરીને ‘મીટ’ કરી દેવો જોઈએ, અને બદલામાં ‘ભાડમાં જા’ સાંભળીને રોતી રોતી સુઈ જતી.

પણ એક સાંજે ઝડપી કામ પતાવીને પેટર્નને તોડી, શેફાલી બગીચામાં બેઠી હતી. ધીરે ધીરે વહેતો પવન જાણે તેના હૃદય ઉપર પડેલા ઘાને હળવે હળવે પંપાળી રહ્યો હતો. ચૂપચાપ એ ખુલ્લા આકાશની નીચે, એ વાતાવરણની હળવાશને અનુભવતી શેફાલી, અચાનક એક અવાજ સાંભળીને ચક્કિત થઇ ગઈ. “શું હું અહીં બેસી શકું છું?” સામે તેની માઁ ની ઉંમરની ચશ્માં લગાવેલ એક આકર્ષક મહિલા ઉભી હતી.

ચોક્કસ… શેફાલીએ જવાબ આપતા તેમને આવકાર્યા.

ક્યાં રહે છે દીકરી? તેમનો પ્રશ્ન.

અહીં જ સામે રહેલા ફ્લેટમાં.

કંઈક પરેશાન હોય એમ દેખાય છે, શું વાત છે?

કઈ નહીં આંટી, પરેશાન તો આખી દુનિયા જ છે. શેફાલીએ હસતા કહ્યું.

જવાબમાં આંટી હસી, આ તો તે બરાબર કહ્યું.

હવે જો ને, હું શોર્ટ ફિલ્મ બનાવું છું, પણ અણીના સમયે કલાકાર જ દગો આપી ગઈ. હવે શેફાલીને તેમની વાતોમાં રસ પડવા લાગ્યો. અચાનક જ તે મહિલા બોલી શું તું મારી હિરોઈન બનીશ?

હું? આ અચાનક પુછાયેલ સવાલ માટે એ તૈયાર નોહતી.

હા, પણ તેની તારે તૈયારી કરવી પડશે. મારી શોર્ટ ફિલ્મ પારિવારિક ઝઘડા વિષે છે, જે છેલ્લે પ્રેમમાં બદલાઈ જાય છે. પણ તારે રિહર્સલ કરવું પડશે, પોતાના પરિવાર વચ્ચે… સ્ક્રીપ્ટ ડાયલોગ બધું હું તને આપીશ. તું સિચુએશન પ્રમાણે થોડો ગણો ફેરફાર કરી શકે છે. એક અઠવાડિયા પછી હું તને કેમેરા સામે બોલતા, અભિનય કરતા જોવા માંગુ છું. જો સફળ બની તો એક લાખ… એ એક જ શ્વાસમાં બોલી ગયા.

એક લાખ? થોડા જ દિવસોના અભિનય માટે? શેફાલીને પોતાના કાન ઉપર ભરોસો નોહતો થતો. પણ આંટી એક અઠવાડિયા પછી એ જ જગ્યાએ આવવાનું આશ્વાસન આપીને ચાલી ગઈ હતી.

હવે શેફાલીના જીવનની પેટર્ન બદલાઈ. સ્ક્રીપ્ટ અને ડાયલોગ પ્રમાણે તેને દિવસ રાત, ઘરમાં પોઝીટીવ જ બોલતા રહેવાનું હતું. પણ એક લાખની અવેજીમાં પોઝીટીવ બોલવું તેના માટે એટલું અઘરું નોહતું.

આજે તે મમ્મીના રસોડામાં પહોંચતા પહેલા, મનુ ના કઈ કહેવાના પહેલા જ, જાતે જ રસોડામાં પહોંચી ગઈ હતી. રસોડામાં આવેલી સાસુને તેણે આગ્રહ પૂર્વક તેમના રૂમમાં મોકલી દીધા. તે અચરજ સાથે તેને જોતા જોતા, પોતાના રૂમમાં પાછા જતા રહ્યા.

ટ્રે માં ચા લઈને જ્યારે તે તેમના રૂમમાં પહોંચી, તો સાસુના મોઢામાંથી નીકળી ગયું કે – શેફાલી બધું બરાબર તો છે ને?

અને તે હસી પડી. ટિફિન, નાસ્તો, ખાવાનું, આજે તો તેને કામમાં પણ આંતરિક પ્રસન્નતા અનુભવાતી હતી. “જિંદગી તાઉમ્ર કરતી રહી સંજીદા મજાક, જવાબ મેં હમ ભી, ઠહાકા માર કર રો દીયે.”

શેફાલીના બદલાયેલ વ્યવહારથી બધા અચરજ પામી ગયા હતા. અને શેફાલી અચરજ પામી ગઈ 2-3 દિવસના રિહર્સલ પછી જ્યારે એક દિવસ તેણે મનુને ઓફિસેથી વહેલા આવતા જોયા. અને તેની આંખો ત્યારે ખુશીથી છલકાઈ ગઈ જ્યારે તેના હાથમાં મુકવામાં આવેલા થેલામાં તેણે પોતાના ફેવરિટ ઢોકળા અને સોહનનો હલવો જોયો.

મમ્મી, પપ્પા પણ ખચકાટ વગર બધાની સામે તેના વખાણ કરતા, અને મનુ? મસ્તી કરતો તેનો નકલી ગુસ્સો શેફાલીને મજા આપી જતો.

આજે ફરી 7 વાગે ઘરે આવી ગયેલા મનુને તેણે અચરજ સાથે જોયા. તેમના હાથમાં ફરી એક પેકેટ હતું. જિજ્ઞાસાથી તેણે એ પેકેટમાં અંદર જોયું, અને ખડખડાટ હસી પડી. વેણી? કાપેલા વાળ માટે… ભાડમાં જાવ તમે કહીને તે રસોડામાં જતી રહી.

અને પછી જ્યારે તે રસોડામાંથી વધેલું કામ પતાવીને ગણગણાટ કરતી રૂમમાં પહોંચી, તો મનુને તેનું ફેવરેટ ગીત ગાતા સાંભળ્યા, મીત ન મિલા રે મન કા… મનુ તેને જોઈને હસ્યા અને બોલ્યા, જઈએ ભાડમાં?

તેના જવાબમાં શેફાલીના હાથ મનુની ગરદનની આસપાસ પહોંચી ગયા, અને તેના હોઠ પર ગીતની આગળની પંક્તિ હતી – ‘કોઈ તો મિલન કા કરો રે ઉપાય…’

આજે રિહર્સલનો છેલ્લો દિવસ – બગીચામાં પેલા આંટી પોતે આપેલા વચન પ્રમાણે હાજર હતા. તે શેફાલીને જોઈને હસ્યા અને શેફાલી પણ હસી પડી. શેફાલી બોલી : આજે પહેલા હું બોલીશ… બેસી જાઉં?

જરૂર બેટા.

બેસતા બેસતા શેફાલી બોલી – “આંટી એમ.બી.એ. કરીને ઘરમાં દાળ-રોટલી બનાવવી અને એ કામનો સ્વીકાર ના થવો, આ બાબતે મને બદલી દીધી હતી. હું એવી નોહતી કે જેવી આને લીધે બની ગઈ હતી.

તે ફરી હસી અને બોલી – હું એટલી પણ અક્કલ વગરની નથી. મને ખબર પડી ગઈ છે કે તમે કોઈ શોર્ટ ફિલ્મ નથી બનાવતા, અને ના તો ડાયરેક્ટર છો. શું તમને ‘મમ્મા’ કહીને બોલાવી શકું?

સાચું મેનેજમેન્ટ તો તમે જ શીખવાડી ગયા મને.

અને આંટી માંથી મમ્મા બનેલી આંટીએ તેને ગળે લગાડી દીધી. વાતાવરણમાં જાણે એક ભીનું હાસ્ય તરવા લાગ્યું… અને ફૂલ જેવી હલકી શેફાલીના મનમાં ઘરે પાછા જતા સમયે કેટલીક પંક્તિઓ ફરી રહી હતી –

‘યે ક્યા કિ, ઉઠાયે કદમ, ઔર મંજિલ આ ગઈ…

મજા તો તબ હૈ, પબ પૈરોં મેં ઉચ્ચ થકાન રહે….

– રશ્મિ સિન્હા (મૌલિક રચના)