સોમનાથ મંદિરનો ઇતિહાસ : જાણો ભોલેનાથના આ ધામ સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો.

0
1779

સોમનાથ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આ મંદિરની સ્થાપના ચન્દ્રદેવે કરી હતી. પુરાણકથા મુજબ ચંદ્રએ દક્ષ રાજાની 27 પુત્રીઓ સાથે લગ્ન કર્યા હતા. જેમા રોહિણી તેની માનીતિ રાણી હતી. તેથી બાકીની પુત્રીઓએ દક્ષ પ્રજાપતિને ફરિયાદ કરી. આથી ક્રોધે ભરાયેલા દક્ષે ચંદ્રને ક્ષય થવાનો શ્રાપ આપ્યો. આ શ્રાપમાંથી મુકત થવા માટે ધરતીના એવા છેડા પર શિવની તપસ્યા કરવાનું સૂચવ્યું જ્યાંથી સીધી લીટીમાં કોઈ અડચણ વગર દક્ષિણ ધ્રુવ આવતો હોય. સમગ્ર પૃથ્વી પર આવુ એક માત્ર સ્થળ છે. એ સ્થળ એટલે હાલનું સોમનાથ મહાદેવ મંદિર.

ચંદ્રએ અહીં સોમેશ્વર મહાદેવની આરાધના કરી અને મંદિરની સ્થાપના કરી. આ તપસ્યા કરવાથી ચંદ્રને શ્રાપમાંથી આંશિક રૂપે છુટકારો થયો અને આજે પણ આ મંદિર હજારો વર્ષોથી હિન્દુ ધર્મમાં પરમ આસ્થાનું કેન્દ્ર ગણાય છે. પ્રાચીન માન્યતાઓ અનુસાર સત્યયુગમાં સોમરાજે સુવર્ણ મંદિર બંધાવ્યું હતું. ત્રેતાયુગમાં રાવણે ચાંદીનું મંદિર બંધાવ્યું હતું. અને દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ ચંદનના લાકડાથી મંદિરનું નવ નિર્માણ કર્યું હતું.

આજથી લગભગ હજાર વર્ષ પહેલા ભગવાન શ્રી સોમનાથનું અતિ ભવ્ય અને દિવ્ય મંદિર મોજુદ હતું. આ મંદિરમાં 56 સ્તંભો પર સોનું, હીરા અને રત્નો જડેલા હતા. અહીયા ગંગા નદીનું કાવડ દ્વારા પવિત્ર જળ લાવીને મહાદેવ પર દરરોજ અભિષેક થતો હતો. પૂરા ભારતમાં સોમનાથ પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી. સોમનાથના વૈભવનું કારણ એ હતું કે એ સમયે અહીંનું બંદર ભારતના વિશ્વ વ્યાપારનું કેન્દ્ર હતું.

ઇતિહાસકારોના મતે આ જૂનું મંદિર ખૂબ જ સમૃદ્ધ હતું. મહાદેવને અભિષેકનું જળ ગંગામાંથી અને કમળનું ફૂલ કાશ્મીરમાંથી લાવવામાં આવતું હતું. મંદિરના ગર્ભગૃહમાં લાખો હીરા, ઝવેરાત અને સોનાની મૂર્તિઓ આવેલી હતી અને લગભગ 1000 જેટલા પૂજારીઓ હંમેશા ભગવાનની પૂજામાં મગ્ન રહેતા હતા.

સોમનાથ મંદિર કયા કયા લૂ ટારાઓએ આક રમણ કર્યું અને ક્યારે ક્યારે તેનો જીર્ણોદ્ધાર થયો : સમય જતાં જ્યારે મૈત્રક વંશ આવ્યો ત્યારે મૈત્રક વંશના રાજાઓ દ્વારા સોમનાથનો જીર્ણોદ્ધાર કરવામાં આવે છે. આ પછી સિંધના મુસ્લિમ સુબેદારે આ મંદિર તોડી પાડ્યું. ત્યારબાદ પ્રતિહાર વંશના રાજા નાગભટ્ટ દ્વારા આ મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવે છે. આ પછી મહમૂદ ગઝની પોતાના 5000 સાથીઓ લઈને સોમનાથ મંદિર લૂ ટયું હતું. આ પછી સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમે સોમનાથ મંદિરનો જિર્ણોધ્ધાર કરાવ્યો હતો અને આ મંદિર લાકડાનું બનાવ્યું હતું

ઘણા બધા પુસ્તકોમાં મંદિર પથ્થરનું લખવામાં આવે છે પણ ખરેખર પથ્થરનું મંદિર સન 1868 માં કુમારપાળ દ્વારા બનાવવામાં આવ્યું હતું. મુસ્લિમ શાસકો દ્વારા આ મંદિરને લૂ ટવાનું અને હિન્દુ શાસકો દ્વારા આ મંદિરનું સમારકામ કરવાનું કામ ચાલુ જ રહે છે. મંદિરો તોડયા પછી આ મંદિર ખંડેર હાલતમાં રહ્યું હતું. ત્યાર સુધી આપણો દેશ આઝાદ થતો નથી. પછી આપણો દેશ આઝાદ થાય છે અને 13 નવેમ્બર, 1947 ના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ, દિગ્વિજયસિંહ, સૌરાષ્ટ્રના મુખ્ય મંત્રી, કનૈયાલાલ મુનશી અને કાકાસાહેબ સોમનાથ આવે છે.

ત્યારે સરદાર પટેલ સોમનાથના ભાંગેલા અવશેષો જુએ છે અને તેમનું હૃદય દ્રવી ઉઠે છે. ત્યારે તેઓ દરિયામાંથી પાણી લઈને ફરીથી સોમનાથનું ભવ્ય મંદિર બંધાવવાની પ્રતિજ્ઞા કરે છે. આ બનાવવાનું કાર્ય શરૂ થાય છે. સરદાર પટેલના ગયા પછી આ મંદિરનું કામ કનૈયાલાલ મુનશી દ્વારા સંભાળવામાં આવે છે. 8 મે, 1950 ના રોજ રાજા દિગ્વિજયસિંહે સોમનાથની પ્રથમ આધારશીલા મૂકી હતી અને 11 મે, 1951 માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા તેમાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી.

1970 માં જામનગરની રાજ માતા દ્વારા તેમના પતિની યાદમાં દિગ્વિજય દ્વાર રચના કરવામાં આવી અને આ સોમનાથ મંદિર બનાવવાનું સપનું સરદાર પટેલ જોયુ હોવાથી સોમનાથ મંદિરની બહાર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનાવવામાં આવી છે. જે સતત સોમનાથના દર્શન કરી રહી છે. આ મંદિરની ઉંચાઇ 155 ફૂટ છે. ગર્ભગૃહમાં એકમાળ અને શિખરના ભાગ સુધી સાત માળ છે. મંદિરનો સભાગૃહ અને નૃત્ય મંડપ ત્રણ માળનો છે અને એના ત્રીજા માળ પર 1000 જેટલી નાની-નાની કળશો બનાવવામાં આવી છે.

મંદિરની વિશેષતા એ છે કે 800 વર્ષો પછી પણ નગરશૈલીમાં નિર્માણ થયેલ આ પ્રથમ મંદિર છે. ધર્મ અને ધર્મ સ્વાતંત્ર્યની રક્ષા કાજે લાખો લોકોએ પોતાના બલિદાન આપ્યા છે. સોમનાથની રક્ષા માટે કેટલાય ભયંકર યુ ધથયા. સોમનાથ મંદિર હમીરજી ગોહિલના વિરત્વની ઐતિહાસિક ઓળખ ધરાવે છે. ગજનીના આક રમણના વખતે સોમનાથ મહાદેવની રક્ષા કરવા હેઠળ ઊતરેલી સૈન્યમા લાઠીના હમીરજી ગોહિલે પોતાના લગ્ન થયા એ જ દિવસે સોમનાથની રક્ષા કાજે બલિદાન આપ્યું હતું.

સોમનાથ મહાદેવ મંદિરમાં આરતીનો સમય સવારે 7 વાગ્યે, બપોરે 12 વાગ્યે અને સાંજે 7 વાગ્યાનો છે. આ મંદિરનું સંચાલન શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે અતિથિગૃહમાં 400 થી વધુ રૂમની સુવિધા ઉપલબ્ધ છે તથા ચાર જેટલા ભોજનાલયમાં અલગ-અલગ વ્યંજન પરોસવામાં આવે છે.

સોમનાથના સ્થાપના દિવસે, શ્રાવણ માસમાં, શિવરાત્રી અને કાર્તિકી પૂર્ણિમાના દિવસે અહીં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. આ સોમનાથ મંદિર લગભગ 17 વખત લૂ ટવામાં આવ્યું છે. સોમનાથ ભગવાનના અલૌકિક દર્શનથી દરેક ભક્તને અદભૂત શક્તિનો અનુભવ કરાવતા દિવ્ય જ્યોતિર્લિંગના દર્શન કરવા દુનિયાભરમાંથી લાખોની સંખ્યામાં લોકો આવે છે. ભગવાન ભોળાનાથ દરેકની મનોકામના પૂર્ણ કરે છે.

– સાભાર હીર ચાવડા.