જાણો ક્યારે છે સોમવતી અમાસ, આ ખાસ તિથિ પર ધન પ્રાપ્તિ માટે જરૂર કરો આ એક કામ.

0
779

સોમવતી અમાસ પર આ દેવી દેવતાની કરો પૂજા અને આ મંત્રોનો કરો જાપ, તમને somvati amasથશે લાભ.

સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવાય છે. આ વ્રત કડવા ચોથ જેટલું ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સુખ માટે વ્રત રાખે છે. આ મહીને 30 મી મે ના રોજ સોમવતી અમાસનું વ્રત રાખવામાં આવશે. તેની ખાસ વાત એ છે કે તે આ વર્ષની છેલ્લી સોમવતી અમાસ પણ હશે.

હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે માત્ર બે જ સોમવતી અમાસ છે. પહેલી સોમવતી અમાસ 31 જાન્યુઆરીએ હતી. ત્યાર બાદ બીજી સોમવતી અમાસ 30 મી મે ના રોજ હશે. આ પછી આ વર્ષે કોઈ સોમવતી અમાસ નથી. તેથી જ આ સોમવતી અમાસનું મહત્વ વધી ગયું છે. આ દિવસે ઉપવાસ અને વિધિ પ્રમાણે પૂજા કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.

સોમવતી અમાસની પૂજા વિધિ : સોમવતી અમાસના દિવસે પરિણીત મહિલાઓ પીપળાની પૂજા કરે છે. સોમવતી અમાસના દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા કરવાથી નબળા ચંદ્રને બળવાન બનાવી શકાય છે. આ દિવસે પવિત્ર નદી, તળાવ કે કુંડમાં સ્નાન કરીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. ગાયત્રી મંત્રનો પાઠ કરો. એ પછી ભગવાન શિવની પૂજા કરો. પિતૃઓને તર્પણ અર્પણ કરો અને તેમના મોક્ષ માટે પ્રાર્થના કરો. પૂજા પછી કોઈપણ જરૂરિયાતમંદને અન્ન અને કપડાંનું દાન કરો. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે.

સોમવતી અમાસ પર ધન પ્રાપ્તિના ઉપાય : સોમવતી અમાસના દિવસે 10 ચમત્કારી મંત્રોનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે નીચેના મંત્રોનો જાપ કરવાથી આર્થિક પક્ષમાં લાભ પ્રાપ્ત થઈ શકે છે.

ॐ धनाय नम:

ॐ धनाय नमो नम:

ॐ लक्ष्मी नम:

ॐ लक्ष्मी नमो नम:

ॐ लक्ष्मी नारायण नम:

ॐ नारायण नमो नम:

ॐ नारायण नम:

ॐ प्राप्ताय नम:

ॐ प्राप्ताय नमो नम:

ॐ लक्ष्मी नारायण नमो नम:

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.