દીકરો વિદેશથી લઈને આવ્યો નવી વહુ, તે વહુએ નણંદ સાથે જે કર્યું તે જોઇ સાસુને આવ્યા આંસુ.

0
3736

અરે તું સવારથી દોડધામ કરે છે, પહેલા ચા પી અને પછી કંઈક કર. આટલું કહી મેં મારી દીકરી પમ્મીને મારી પાસે બેસાડી.

ચા નો કપ હાથમાં લઈને પમ્મીએ કહ્યું,

મમ્મી, ગામની લગભગ બધી સ્ત્રીઓ આવી ગઈ છે. શું હું ભાભીને મોંજોણું (નવી વહુનું મોં જોવાની રીત) ની વિધિ માટે લઇ આવું?

હજુ એક-બે જણ બાકી છે, હમણાં આવી જશે, તે લોકો આવે એટલે તરત જ મોંજોણુંની વીધી માટે વહુને લઇ આવજે. વહુ તૈયાર થઈ ગઈ છે ને?

હા મમ્મી, પણ બહાર બેસેલી ગામની સ્ત્રીઓ નવી વહુ વિષે અલગ-અલગ પ્રકારની વાતો કરી રહી છે.

એ તો થવાનું જ હતું. અમેરિકામાં ભણેલી અને મોટી થયેલ ભારતીય છોકરી જયારે આ ગામની વહુ બનીને આવી છે તો દરેક પ્રકારની વાતો થશે જ, પણ મારે આ બધાની વાતોથી મારું મન ખરાબ કરવું નથી. થોડા અઠવાડિયામાં દીકરો અને વહુ પાછા પરદેશ જતાં રહશે, એવામાં જેટલો પણ સમય આપણી સાથે પસાર કરે તે હસી ખુશીથી પસાર થાય એવી રીતે રહેવાનું છે.

મમ્મી, તમે તમારી નવી વહુથી ખુશ છો?

હું ખૂબ જ ખુશ છું પમ્મી. નવી વહુ વિદેશમાં રહીને પણ ભારતીય સભ્યતા સંસ્કૃતિ સાથે જોડાયેલી છે, આ ઘણી મોટી વાત છે. તે ઘરના તમામ સભ્યોનું કેટલું સન્માન કરે છે તે જોઈને એવું લાગતું નથી કે તે આટલા દૂરના દેશમાંથી આવી છે. મને મારા પુત્રની પસંદગી પર ગર્વ છે. જા હવે નવી વહુને લેવા જા, બધા આવી ગયા છે.

નવી વહુની મોંજોણુંની વિધિની શરૂઆત થાય છે અને ગામની તમામ મહિલાઓ આશીર્વાદ રૂપે પુત્રવધૂને કંઈક સગુન આપે છે અને નવી વહુ આભાર રૂપે બધા વડીલોના ચરણ સ્પર્શ કરે છે. તેની સાસુ પણ પોતાના પરિવારની પૈતૃક બંગડી બધાની સામે પુત્રવધૂને આપે છે.

તે કહે છે – આ મને મારી સાસુએ આપી હતી, અને આજે હું તને આપી રહી છું. આને માત્ર બંગડી ન સમજતી વહુ, આ આપણા પૂર્વજોના આશીર્વાદ છે, જે પીઢી દર પીઢી પરંપરાના રૂપમાં આપણા કુટુંબમાં ચાલી આવે છે.

નવી વહુ ઉભી થઈને તેમને પગે લાગે છે અને પછી પમ્મી પાસે જઈને તેને એક બંગડી પહેરાવતા કહે છે,

દીદી, જુઓ આ બંગડી આપણા પૂર્વજોના આશીર્વાદ છે, તો આપણને બંનેને તેમના આશીર્વાદ મળવા જોઈએ, તેથી આ એક બંગડી હંમેશા તમારી પાસે અને બીજી મારી પાસે રહેશે.

આ સાંભળીને પમ્મી પોતાની ભાભીને ભેટી પડી અને સાસુની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા.