USA ગયેલો દીકરો ન તો માં બાપને મળવા આવતો કે ન તો ફોન કરતો, જાણો માં બાપની કેવી હાલત થઇ.

0
3018

દાદાએ ભીની આખે આવનાર વ્યક્તિને ઇશારાથી સોફા ઉપર બેસવાનું કીધું. આવનાર વ્યક્તિ એ દાદા સામે જોયું. દાદાની આખ માંથી અવિરત આંસુ વહી રહ્યા હતા.

ફોન ઉપર દાદાની પત્ની મતલબ દાદી કોઈ વખત ગંભીર તો કોઈ વખત હસ્તા ચહેરે ફોન ઉપર કોઈ સાથે લાંબી લાંબી વાતો કરી રહ્યા હતા.

બેટા… તબિયત સંભાળજે… ઉજગરા કરતો નહીં… તું ઇન્ડિયા જયારે આવીશ ત્યારે તને ભાવતા ચુરમાંના લાડુ બનાવીશ. આપણે સાથે સોમનાથ દર્શન કરવા જશું.

હા… મારી તબિયત સારી છે. બેટા… તારી તબિયત સાચવજે. અમારી ચિંતા ન કરતો તારી તબિયત સાચવજે.

દાદાએ અધવચ્ચે વાતને અટકાવતા કીધુ, સુધા ફોન મૂકી દે. તને મળવા જો કોઈ આવ્યું છે.

એ અજાણી વ્યક્તિ પણ ભીની આંખ સાથે બોલ્યો, દાદા… બા ને વાત કરી લેવા દયો. તેમનું મન હળવું થવા દયો.

અરે બેટા… આતો રોજનું મારા માટે છે.

પણ તમારી ઓળખ… મેં તમને ઓળખ્યા નહીં… દાદા થોડા સ્વસ્થ થઈ બોલ્યા.

એ અજાણી વ્યક્તિ બોલ્યો, દાદા મારૂં નામ શ્યામ છે. હું ટેલિફોન એક્ષચેન્જન માંથી આવું છું. તમારો ફોન ઘણા વખતથી ડેડ થયેલ છે તેવી તમારી ફરિયાદ હતી.

દાદા બોલ્યા બેટા શ્યામ…. તું સ્થિતિ હવે સમજી ગયો છે. હું વધારે તને શું સમજાવું.

આ મારી પત્ની સુધા પુત્ર પ્રેમમાં પાગલ થઈ ગઈ છે. મારો પુત્ર ઘણા વખતથી USA છે. શરૂઆતમાં રેગ્યુલર ઇન્ડિયા વર્ષમાં એક વખત આવતો. હમણાં ઘણા વર્ષોથી સમયના બહાના બતાવી આવતો નથી.

મેં તો મારૂ મન મનાવી લીધું છે. પણ સુધા… મારી પત્નીએ તેનું મગજ અસ્થિર જેવું કરી નાખ્યું છે.

આવી રીતે અચાનક ફોનનું રીસીવર ઉપાડી બેસી જાય. મારા પુત્ર સાથે બનાવટી વાર્તાલાપ કરી મનને આનંદમાં રાખવાનો નિરર્થક પ્રયત્ન કરતી હોય છે. મેં ઘણી વખત તેને સમજાવ્યું મગજ બીજી તરફ વાળ પણ માઁ ખરી ને.

એક તરફી પ્રેમ વ્યક્તિ એ કદી ન કરવો બેટા… નહીંતર તેંના પરિણામ પણ ગંભીર હોય છે.

દાદા આટલા બધા લાગણી હીન સંતાનો હોય છે? શ્યામ બોલ્યો.

બેટા… માઁ ના પેટમાં હોય ત્યારથી સંતનો લા-ત મા-ર-તા હોય છે. એ લા-તો આનંદથી માઁ સહન કરી લેતી હોય છે. પણ એ જ બાળક જયારે મોટું થઈ લાગણીને ઠેસ પહોંચાડે કે લાગણીઓને લા-ત મા-રે છે ત્યારે એ કોઈ માઁ થી સહન નથી થતું. દાદા બોલ્યા.

દાદા…. આ ખુબજ દુઃખદ અને કડવી વાસ્તવિકતા છે.

ખરાબ ન લગાડતા દાદા પણ આ સ્થિતિ માટે માઁ બાપ પણ ઘણી વખત જવાબદાર હોય છે.

સમાજ અને કુટુંબમાં પોતાનું સંતાન બધાથી અલગ પ્રકારનું છે તેવી તેને ટ્રેનિંગ માઁ બાપ જ આપતા હોય છે. સમાજ અને કુટુંબ સાથે હરીફાઈ કરતા કરતા બાળકને લાગણીશીલ બનાવવાનો પ્રયત્ન તેઓ કરતા જ નથી હોતા. પોતાની અને બાળકની કેરિયર પાછળ આંધળી દોટ મુકવામાં બાળકને પ્રેમ અને લાગણીનું મહત્વ સમજાવી શકતા નથી.

સારા ભણતર પછી સારી નોકરી.. સારી નોકરી પછી ઉચ્ચ પગાર.. ઉચ્ચ પગાર પછી.. સમાજ માંથી સારા અને ધનવાન ઘરની છોકરી ગોતી દિકરાને પરણાવી.. કોલર ઉંચા કરી ફરનાર માં બાપને ખબર નથી હોતી કે તે પોતાની કબર જાતે ખોદી રહ્યા હોય છે.. દાદા.

જીવનમાં ફક્ત ઉચ્ચ ભણતર અને ઉચ્ચ પગાર અગત્યનું નથી. પરિવારના દરેક સભ્યોના સ્વભાવને લાગણીશીલ બનાવવાનો જો આપણે પ્રયતન નહીં કરીયે તો પરિણામ તમારી સામે છે. આ મારી જીંદગીનો નિચોડ છે. કદાચ હું ખોટો પણ હોઈ શકું.. દાદા.

ના.. બેટા.. તું ખોટો નથી.. તારી વાત 100% સાચી છે. બાળકોને ઉચ્ચ ભણતર આપતી વખતે બાળકોને તેની જવબદારી સમજાવવી જોઈયે. લાગણી કે પ્રેમની જીંદગીમાં શુ અગત્યતા છે. તેનું વખતો વખત તેમને ભાન કરાવવું જોઈયે.

આ બાબતે માઁ બાપ તરીકે અમે નિષ્ફળ રહ્યા.

અમારી વાત ચાલુ હતી.. ત્યાં…

ફોન ઉપર વાત કરતા.. કરતા.. દાદી સોફામાં ઢળી પડ્યા… અમે દોડીને બાજુમાં ગયા… દાદાએ હાથ પકડી સુધા.. સુધા ઘણી બુમો મારી. પણ સુધા આ સ્વાર્થી દુનિયા છોડી ચાલી ગઈ હતી. દાદા ભાંગી પડ્યા.

મહા મહેનતે શ્યામે દાદાને કંટ્રોલ કર્યા પછી પૂછ્યું… તમારા પુત્રને USA જાણ કરવી છે?

ના બેટા…. જે સંતાન ને માઁ બાપને જીવતા મળવા આવવાનો સમય ન હોય… તેને અત્યારે આવા સમયે બોલાવીને શું ફાયદો છે?

જે વ્યક્તિને જીવતી વ્યક્તિ ઉપર લાગણી ન હોય તેને મડદા ઉપર શુ લાગણી હોય… તે આવે તો પણ કોઈ ફરક નથી પડતો… આ ન આવે તો પણ…

શ્યામ ઉભો થઇ ફોન પાસે ગયો.

દાદા બોલ્યા બેટા.. રેહવા દે હવે ફોનને સરખો નથી કરવો.

સુધાની સાથે ફોનને પણ વિદાય કરવાનો છે. અને હું પણ શહેરના ઘરડા ઘરમાં જતો રહીશ.

દાદા તમે એકલા નથી શ્યામ તમારી સાથે છે. તમને વાંધો ન હોય તો મારુ ઘર પણ તમારે માટે ખુલ્લું છે.

ના બેટા… આ ઉમ્મરે ફરીથી લાગણીના સંબંધોથી જોડવવું નથી. દિલ તૂટે તો અવાજ નથી આવતો. પણ વ્યક્તિ અંદરથી તૂટી જરૂર જાય છે. સુધાને મેં મારી નજર સામે જોઈ છે.

તારો આભાર બેટા… જીંદગી ફકત લેણદેણના સંબંધો ઉપર જ ટકે છે. ઋણાનુબંધ પુરા, ખેલ ખતમ. આટલું બોલી દાદા ફરીથી તેમના પત્ની સુધા સામે જોઈ રડી પડ્યાં.

ભૂલો ભલે બીજું બધું, માબાપને ભૂલશો નહી

અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહી

ધન ખરચતાં મળશે બધું, માતાપિતા મળશે નહી

એનાં પુનિત ચરણો તણી, કદી ચાહના ભૂલશો નહી.

– સાભાર વીરેન સાગર સોની (હું ગુજરાતી ગ્રુપ)