વૃદ્ધાવસ્થાની સાચી લાકડી “પુત્ર” નહિ પણ “વહુ” હોય છે, જાણો એક મહિલા આવું શા માટે કહે છે.

0
1648

વૃદ્ધાવસ્થાની લાકડી “વહુ” :

મેં ઘણીવાર લોકો પાસેથી એવું સાંભળ્યું છે કે દીકરો એ વૃદ્ધાવસ્થાની લાકડી છે. એટલે જ લોકો ચોક્કસપણે તેમના જીવનમાં “પુત્ર” ની ઈચ્છા રાખે છે, જેથી વૃદ્ધાવસ્થા સારી રીતે પસાર થાય. એ વાત સાચી પણ છે કારણ કે પુત્ર જ ઘરમાં વહુ લાવે છે. ઘરમાં વહુ આવ્યા પછી એક દીકરો પોતાની લગભગ બધી જવાબદારી તેની પત્નીના ખભા પર મૂકી દે છે. અને પછી વહુ પોતાના વૃદ્ધ સાસુ-સસરાની વૃદ્ધાવસ્થાની લાકડી બની જાય છે.

હા, મારું એવું જ માનવું છે. તે વહુ જ છે જેની મદદથી વૃદ્ધ સાસુ સસરા જીવન પસાર કરે છે. એક વહુને પોતાના સાસુ-સસરાની આખી દિનચર્યા ખબર હોય છે. કોણ ક્યારે અને કેવી ચા પીવે છે, શું રાંધવું, સાંજે નાસ્તામાં શું આપવું, કોઈપણ સંજોગોમાં રાત્રે 9 વાગ્યા પહેલા જમવાનું બનાવવું એ બધું વહુએ જ કરવાનું હોય છે. સાસુ-સસરા બીમાર પડી જાય તો વહુ તેમની સંભાળ રાખે છે.

જો વહુ એકાદ દિવસ બીમાર પડે કે ક્યાંય બહાર જાય તો બિચારી સાસુને લાગે છે કે જાણે કોઈએ તેમની લાકડી છીનવી લીધી હોય. તેમના ચા નાસ્તાથી લઈને ભોજન સુધી બધું અટવાઈ જશે. કોઈ તેમને પૂછશે પણ નહિ, કારણ કારણ કે પુત્ર પાસે તો સમય નથી હોયો, અને પુત્રને સમય મળે તો પણ તે કંઈ કરી શકશે નહીં, કારણ કે તેને સવારથી રાત સુધી માતા અને પિતાને શું આપવું તે ખબર નથી હોતી.

કારણ કે પુત્રના સાવ ઓછા સવાલ હોય છે અને તેની જવાબદારી પુરી થઇ જાય છે. જેમ કે મમ્મી પપ્પાએ ખાવાનું ખાધું? ચા પીધી? નાસ્તો કર્યો? પરંતુ તેઓ શું ખાય છે, કેવા પ્રકારની ચા પીવે છે આ બધું જાણવાનો તે ક્યારેય પ્રયત્ન કરતા નથી.

આ તો લગભગ દરેક ઘરની વાત છે. મેં એવી વહુઓ પણ જોઈ છે જેઓ સાસુની માંદગીમાં તન-મનથી તેમની સેવા કરે છે એકદમ નાના બાળકની જેમ. જે રીતે નાના બાળકો બધાં જ પથારીમાં કરે છે, એ જ રીતે ક્યારેક સાસુ બીમાર પડે તો બિચારી વહુ જ તેમનું ધ્યાન રાખે છે. પુત્ર એવું કહીને નીકળી જાય છે કે હું મારી માં ને આવી હાલતમાં નથી જોઈ શકતો. આવી વહુઓના તો ઘણા ઉદાહરણો છે.

મેં મારી માં અને કાકીને મારા દાદા-દાદીની આ રીતે સેવા કરતા જોયા છે. તમે આવા ઘણા ઉદાહરણો જોયા જ હશે, તમારામાંથી ઘણી વહુઓએ સાસુ-સસરાની આવી સેવા કરી હશે અથવા કરતી હશે. ક્યારેક એવું બને છે કે પુત્ર દુનિયા છોડી દે છે, તો વહુ એકલી જ દરેક રીતે સાસુ-સસરાનું ધ્યાન રાખે છે, નોકરી પણ કરે છે.

પણ જો વહુ દુનિયા છોડીને જાય છે તો પુત્ર બીજી વહુ લઇ આવે છે, કારણ કે તે તેના માતા-પિતાની સેવા કરી શકતો નથી, તેને પોતે તે વહુ નામની લાકડીની જરૂર પડે છે. એટલે મારું માનવું છે કે વહુ જ પણ વૃદ્ધાવસ્થાની અસલી લાકડી હોય છે. પણ અફસોસ એ વાતનો છે કે તે લોકોને “વહુ” નું બલિદાન અને સેવા નથી દેખાતી જેમના માટે તેમની વહુ આખો દિવસ ભાગદોડ કરતી રહે છે. અને તે લોકો પુત્ર અને પુત્રીનું રટણ કર્યા કરે છે.