દીકરાનું ટ્રાન્સફર થતા સાસુએ વહુને કહ્યું ‘મને મળવા આવતી રહેજે’, પછી જે થયું તે આંખમાં આંસુ લાવી દેશે.

0
9544

“મમ્મી હવે તમારે કામ કરવાની શું જરૂર છે? આપણી પાસે બધું છે. મને કહો કે શું કમી છે, કે તમે હજુએ દિવસ-રાત કામ કરતા રહો છો?” શ્યામે પ્રેમથી પોતાની મમ્મીને ગળે લગાવીને તેનો હાથ પકડ્યો અને જીદ કરવા લાગ્યો કે તેમણે અત્યાર સુધી ખૂબ મહેનત કરી છે. અમને લાયક બનાવ્યા, હવે આરામ કરો. આ બીજા લોકોના કામ ક્યાં સુધી કરશો?

દીકરા, હું જાણું છું કે તું તારા પગ પર ઊભો રહેતો થઈ ગયો છે. તું મારી સંભાળ રાખી શકે છે. પણ તારા પિતાના ગયા પછી આ કામે જ મને સાથ આપ્યો. તને લાયક બનાવવા માટે આ કામ જ એક સાધન બની ગયું, જેથી હું ગર્વ અનુભવી શકું. મારા માટે મારું કામ જીવન છે. જે દિવસે હું કામ બંધ કરી દઈશ એ પછી કદાચ હું પણ વધુ નઇ જીવી શકું.” શ્યામ પોતાની માતાની વાત સાંભળીને ફરી ચૂપ થઈ ગયો.

જ્યારથી શ્યામનો સંબંધ નક્કી થયો, તે દિવસથી તેની મમ્મીએ થોડું વધારે કામ કરવાનું શરૂ કર્યું. શ્યામની મમ્મી પૂર્ણિમા બેનને ખબર હતી કે શ્યામની નોકરીની બદલી થવાની છે. એક દિવસ તે તેની પત્ની સાથે દૂર જતો રહેશે. તેની પત્ની પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવશે અને પોતાનું ભવિષ્ય બનાવસે, તેથી જો તે તેની સાથે રહેશે તો તેના પોતાના દીકરાનું જીવન નરક બની જશે. આવા પ્રકારની આશંકાઓથી ઘેરાયેલા પૂર્ણિમા બેન કોઈપણ કિંમતે પોતાનું ઘર અને તેના ગ્રાહકોને ગુમાવવા માંગતા ન હતા.

પ્રતીકાત્મક ફોટો

આખરે એ દિવસ પણ આવી ગયો કે જ્યારે પૂર્ણિમા બેનની વહુ તેમના ઘરમાં આવી. નવા વિચારો અને ઉચ્ચ શિક્ષણથી સજ્જ હતી શ્યામની પત્ની. પૂર્ણિમા બેનને જેનો ડર હતો તે જ બન્યું. તેના પોતાના સપના હતા. તે ઝડપથી ઉડવા માંગતી હતી અને આધુનિક જીવન જીવવા માંગતી હતી. પરંતુ તેના સંસ્કારોની પરીક્ષા કરવાનું બાકી હતું. તે તેની સાસુના કામમાં મદદ કરતી હતી, પરંતુ ક્યારેય તેમને તેમના કામને અટકાવાના પ્રયત્નો કરતી ન હતી.

આ દરમિયાન શ્યામના ટ્રાન્સફરનો સમય આવી ગયો. આ સાંભળીને શ્યામની પત્ની ખૂબ ખુશ થઈ. તેને લાગ્યું કે હવે તે મોટા શહેરમાં એક મોટા મકાનમાં રહેશે. આ ગરીબી ભર્યા જીવનથી મુક્તિ મળશે.

તે પોતાની સાસુ પાસે ગઈ અને કહ્યું, “મમ્મી, આખરે તેમની બદલી થઈ ગઈ. હવે આપણે આ જૂના મકાનમાં રહેવાની જરૂર નથી. આપણે નવા અને મોટા ઘરમાં શ્વાસ લઈ શકીશું. મારા પિતાએ પણ અમારું ભવિષ્ય સુખી બનશે એવું વિચારીને તેમની સાથે લગ્ન કરાવ્યા હતા.”

“હા દીકરા, તારા સપના પૂરા થશે એનો મને આનંદ છે. તું તારા હિસાબે જીવન જીવી શકીશ. પણ રજાઓમાં તું મને મળવા જરૂરથી આવજે. અને ફોન પણ કરતી રહેજે.”

શ્યામ દરવાજા પાછળ ઉભો ઉભો પોતાની મમ્મી અને પત્નીની વાતો સાંભળળી રહ્યો હતો. તે ખૂબ જ ગુસ્સામાં હતો પરંતુ તે લાચાર હતો. તે પોતાની પત્નીની વિરુદ્ધ જઈ શકતો ન હતો અને પોતાની વૃદ્ધ મમ્મીને એકલી છોડી શકતો ન હતો. પરિસ્થિતિને સ્વીકારવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ નહોતો.

ત્યારે શ્યામની પત્નીએ પોતાની સાસુને બોલતા અટકાવી ને કહ્યું કે, અત્યાર સુધી તમે કામ કરતા હતા, અને મેં તમને ક્યારેય રોક્યા નથી. તો હવે તમારે પણ મારી વાત સાંભળવી પડશે. તમે પણ અમારી સાથે આવશો અને સાથે રહેશો. જેમ તમે અમારા વિના અધૂરા છો, તેમ અમે પણ તમારા વિના જીવી નઈ શકીએ.

આ સાંભળીને પૂર્ણિમા બેનનો બધો ભય દૂર થઈ ગયો અને તેમની આંખોમાંથી ખુશીના આંસુ આવી ગયા. શ્યામે પણ નિરાંતનો શ્વાસ લીધો.