પોતાનો ભાગ લઈને ઘરેથી દૂર રહેલા દીકરાનું પિતાએ કેમ કર્યું સન્માન, વાંચો રસપ્રદ સ્ટોરી

0
1496

એક ધનવાન વ્યક્તિ હતો, તેના બે દીકરાઓ હતા. ઉંમર થવાના કારણે તેણે પોતાના દીકરાઓ વચ્ચે મિલકત વહેંચી દીધી હતી. મોટો દીકરો પિતાની સાથે રહીને તેમના ધંધાને આગળ વધારવાનું કામ કરતો હતો અને નાનો દીકરો પોતાનો ભાગ લઈને શહેર જઈને રહેવા લાગ્યો.

શહેરમાં રહેવાના કારણે નાના દીકરાએ ઘણા શોખ-મસ્તી અને ખોટા ખર્ચાઓ કરીને પોતાના ભાગની બધી મિલકત પૂરી કરી નાખી. તેની હાલત એવી થઇ ગઈ કે પેટ ભરવા માટે બીજાને ત્યાં નોકર બનીને કામ કરવું પડ્યું. નાના દીકરાને પોતાની ભૂલનો પસ્તાવો તો હતો પણ તેને સમજવામાં ઘણો સમય લાગી ગયો.

નાના દીકરાને પોતાના પિતા અને ઘરની યાદ આવવા લાગી પણ તે વિચારતો કે કયા મોઢે ઘરે જવું. મારા ભાગની મિકલતો તો મેં પૂરી કરી નાખી. છેવટે તેણે વિચાર્યું કે મારા પિતાના ત્યાં નોકરો પણ બે-ત્રણ ટાઈમ ભર પેટ ભોજન કરતા હતા તો હું પણ ત્યાં નોકર બનીને રહીશ. આવો વિચાર કરીને નાનો દીકરો ગામમાં ગયો.

ગામમાં જતા જતા નાના દીકરાએ વિચાર્યું કે, પિતા થોડે ગુસ્સે થશે પણ હું સાંભળી લઈશ. પિતાએ જયારે નાના દીકરાને આવતા જોયો તો તે ખુબ ખુશ થયા અને દોડીને તેને ભેટી પડ્યો. નાના દીકરાએ રડતા-રડતા કહ્યું કે : “પપ્પા હું તમારો દીકરો કહેવાવાને લાયક નથી, મને મારી ભૂલનો ખુબ પસ્તાવો છે અને મારી ભૂલ સુધારવા માટે હું આજથી અહીં નોકર બનીને રહીશ.” પિતા કાંઈ બોલ્યા નહિ, અને તેને ઘરમાં લઇ ગયા.

બીજા દિવસે પિતાએ બધા નોકરો સામે પોતાના દીકરાનું સન્માન કર્યું અને તેને નોકરોના કામકાજ પર ધ્યાન રાખવાનું કામ સોંપ્યું.

આ બધું જોઈએ મોટા દીકરાએ પિતાને પ્રશ્ન કર્યો કે, હું તમારી સાથે રહું છું, આપણા ધંધાને ખુબ આગળ પણ વધાર્યો. તો પણ તમે કદી મારું સન્માન કર્યું નહિ અને નાનાએ આટલી મોટી ભૂલ કરી છતાં તમે તેનું સન્માન કરી રહ્યા છો.

પિતાએ જવાબ આપ્યો : ‘તું તો મારો છે અને રહીશ, પણ આ તારો નાનો ભાઈ ખોવાઈ ગયો હતો તે મળી ગયો તેનો મને આનંદ છે.

આપણે બધા પ્રભુના બાળકો છીએ. માણસ ગમે તેટલા તુચ્છ હોય પણ જો તેને પસ્તાવો થાય અને પ્રભુના શરણે જાય તો પ્રભુનો પ્રેમ એને પણ મળે છે અને એ સુખી થાય છે.