સોના રુપાની ઘંટડી ભાગ 7 : વાંચો પારિવારિક સંબંધ, ભારતીય સંસ્કાર, પહેરવેશ પર આધારિત રસપ્રદ લઘુકથા.

0
1328

ભાગ 1 થી 6 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

રુપરુપનો અંબાર

રોંઢાની ચા પીયને બધા બેઠા હતા, રવિવાર હતો. અચુ કોલેજના વાર્ષિક કાર્યક્રમમાં જવા તૈયાર થતી હતી. એણે ચામડી જેવા રંગની ચુસ્ત લેગી (જીન્સ) અને ટુંકુ ટીશર્ટ પહેર્યું. પપ્પાએ ટકોર કરી.

“અચુ, આવા કપડાં સારા ન લાગે. બીજાં પહેરી લે.“

એ અંદર જતી રહી, ઘણીવાર થઈ તોય બહાર ના આવી એટલે મમ્મીએ નયનાને ઈશારો કર્યો ”જા.. જો તો.. એ શું કરે છે?”

નયનાએ જોયું અચુ ખીજાઈને ઉંધી સુતી છે. એણે પાસે બેસી અચુના વાળ હાથમાં લીધા.

અચુ બોલી “ભાભી.. હવે તો બધી આવું પહેરે છે. હું પહેલીવાર બેનપણી પાસેથી માંગીને પહેરું છું. તોય પપ્પા ના પાડે છે. દુનિયામાં સમાનતાની વાતો ચાલે છે ને અહીં છોકરીઓને મનપસંદ કપડાં પહેરવાની છુટ નહીં. એમ?“

“જો અચુ, તને સમજાવું.” નયના તેના માથાપર હાથ ફેરવવા લાગી.

“બોલ. છોકરામાં ને છોકરીમાં કંઈ ફેર હોય કે નહીં?”

“હા.. ઘણો બધો.”

“આ ફેર ભગવાને રાખ્યો છે ને? એ ફેરને કાયમ યાદ રાખવો જોઈએ.” નયનાએ કહ્યું. “પરદેશમાં એક રમત રમાય છે. એક ખુંટિયાને મેદાનમાં ઉતારી લાલ કપડું બતાવી ઉત્તેજીત કરવામાં આવે. ને પછી એ ખુંટિયો મા રવા દોડે. તેં ક્યારેય ટીવીમાં આ રમત જોઈ છે?”

પ્રતીકાત્મક ફોટો

“હા.. પણ એને ને આપણા કપડાંને શું લેવાદેવા?”

નયના હસી. ”છોકરીઓ આવા કપડાં પહેરીને નિકળે એટલે રસ્તે રખડતા મવાલી ભુરાયા થઈ તેની પાછળ પડે અને સજ્જન પુરુષોની નજર પણ આકર્ષાય. એનાથી બચવા આવા કપડાં ન પહેરાય.“

“અને જો હવે વિગ્નાન સમજાવું. આપણે સસ્તન વર્ગનું પ્રાણી છીએ. આ વર્ગમાં નર કદમાં મોટો, મજબુત અને આ કરમક હોય. માદા નાની અને સુંદર હોય. માદાથી આકર્ષાયેલ નર હુ મલો કરે. એ કુદરતી છે.”

“પપ્પા પુરુષ છે, એટલે એને સમજાયું કે આવા કપડાં સારા નથી લાગતાં. તો બહારના પર પુરુષો તને કેવી નજરથી જોત. જરા વિચાર કર.”

“પણ નારી સ્વતંત્રતાનું શું?” અચુએ પુછ્યું.

“અચુ, એ બધી તર્ક લડાવવાની વાતો છે. આપણે બેય કેટલી સ્વતંત્ર છીએ? માણસના વર્તન વહેવારની અસર બીજા પર પડે. જો આવા કપડાં પહેરવાથી સમાજના કોઈ ભાગ પર ઉલટી અસર પડતી હોય, તો તેમ ન કરવાની આપણી ફરજ નથી?”

“ને હવે તને આપણા ભારતીય સંસ્કારની વાત કહું. અહીં ગમે તેવી ચડતી પડતી સહન કરી પતિ-પત્ની સાથે જ રહે. બીજા સ્ત્રી પુરુષથી આકર્ષાયા વગર જીવનભર વફાદાર રહે. પત્નીના દેહની નમણાઈ અને રુપની સાચી મુલવણી પતિ જ કરી શકે. બીજું કોઈ નહીં. એ રુપ બીજાને શા માટે બતાવવું?”

અચુ ઢીલી પડી. ”તો ભાભી. તમે કહો તે પહેરું. બસ.“

નયના પોતાનો એક ડ્રેસ લાવી. અચુએ પહેર્યો. નયનાએ દુપટ્ટો છાતી પર સરખો કરી આપ્યો. બોલી.

“કેવી રુપરુપનો અંબાર લાગે છે મારી અચુ.“

– જયંતીલાલ ચોહાણ ૨૪-૧૦-૨૦.

ભાગ 1 થી 6 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.