સોના રુપાની ઘંટડી ભાગ 9 : દેહના આકર્ષણ, યુવાનીના આવેગ અને ફિલ્મોની નકલમાં ન કરવી આવી ભૂલ.

0
797

ભાગ 1 થી 8 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

અચુ આજે સાવ ગમગીન દેખાતી હતી. બપોર સુધીમાં કંઈ ટીખળ ન થયું. એટલે મમ્મીએ પુછપરછ કરી.

અચુએ કહ્યું ”આજ થોડું માથું દુ:ખે છે.“

બપોરે નયનાએ એને પોતાના ઓરડામાં બોલાવી, ”અહીં આવ.. થોડીવાર માથું દાબી દઉં. એકાદ કલાક ઉંઘ આવી જશે, તો ઠીક થઈ જશે.”

હળવે હાથે માથું દાબતાં દાબતાં પડખામાં સુતેલી અચુને પુછ્યું.. “અચુ, સાચું બોલ. કાલ સાંજથી જ તું કંઈક વિચાર ચીંતામાં છો.”

“ભાભી.. ગઈ આખી રાત મને ઉંધ ન આવી. મારી બેનપણી ઉર્વિ જૈન હતી ને એણે ત્રણ મહિના પહેલાં એક પંજાબી છોકરા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ઘરના ના પાડતા હતા, એટલે ભાગીને કર્યા. થોડા દિવસ પહેલાં એણે જીવન ટૂંકાવી દીધું.”

નયનાએ પુછ્યું.. “અરેરે.. બિચારી.. એમ કેમ થયું.. તને કોણે વાત કરી?”

“મારી બીજી બેનપણી એના ઘર પાસે રહે છે, તેણે કહ્યું. છોકરો ડા રુ પી તો ને ઘરમાં માં સ રાંધવાનું કહેતો. એને પાછું તો આવવું હતું, પણ મા-બાપે ના પાડી દીધી. પછી બિચારી શું કરે?”

નયના બોલી.. “થોડા દેહના આકર્ષણથી, યુવાનીના આવેગથી, થોડું નખરા નાટકથી અંજાઈને, થોડી ફિલ્મોની નકલ કરીને. પોતાનો ને આખા કુટુંબનો વિચાર કર્યા વગર ખોટાં, ઉતાવળાં પગલા લેવાય જાય તો આવું થાય.“

“અચુ, હવે એનો વિચાર મનમાંથી કાઢી નાખ ને સુઈ જા.“

અચુએ ભાભીને હળવું આલિંગન લીધું. નયના તેની પીઠ પર હાથ ફેરવવા લાગી.

“ભાભી, એક વાત સાવ સાચે સાચી કહું. એણે લગ્ન કર્યા, ત્યારે મને મનમાં થયું હતું કે હું પણ છોકરો મારી મેળે શોધી લઈશ. પણ આજે મનમાં પ્રતિગ્ના લીઘી કે છોકરો પસંદ કરવાનો વિચાર કરવો જ નહીં. ઘરના બધા કહેશે, ત્યાં જ પરણીશ. પપ્પા મમ્મી જેટલી અક્કલ આપણે નાની ઉમરનામાં થોડી હોય? ખરું ને.“

“હા, અચુ.. ના હોય.”

“પણ મારી ભાભીમાં તો ઘણી છે.. હો..” કહેતાં એ નયનાને એકદમ વળગી પડી.

– જયંતીલાલ ચૌહાણ ૨૯-૧૦-૨૦

ભાગ 1 થી 8 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.