ઘડપણ જોડે થોડો સમય વીતાવ કંઈક નવું મળશે, એમને જોઈ છે ઘણી વિપત્તિઓ સાંભળવા મળશે.
મારા ફળિયા માં હવે બે ચાર ઘરડાં પોતાનો દેહ સંભાળી કુદરત ને સહારે બેઠો છે. મને ગણી વાર એમની જોડે બેસી જૂના વખત નું જાણવાનું મન થાય, હું અત્યારે માનવીની ભવાઈ પુસ્તક વાંચતો હતો તો મારા મનમાં એક વિચાર હડીયે ચડ્યો. મને થયુ કે આ જે ઘરડો છે એમને તો કદાચ એમના બાપ દાદા પાસે થી છપ્પનીયા કાળ ની વાતો સાંભળી હસે અને મે પૂછપરછ કરી અને મને બે ત્રણ વાતો જાણવા મળી.
દિવાળી માં એ મને એક વાત કહી. ખરો કાળ પડ્યો ત્યારે ઘરમાં ખાવા અનાજ નહતુ તો ઘઈડા ખેતરે જાય અને ભંઠ, કોંટીયૂ વાલા ખેતરે જઈ શરીર પર કોબળો ઓઢે અને આખા ખેતર માં આળોટે અને જે કોઈ ભંઠ અને કોંટીયૂ કોબળે વળગે એ ઘરે લાવે અને એણે ઘંટી માં દળી એનાં રોટલા બનવી ખાઈ દિવસો કાઢતાં.
ભીખી માં મારા પપ્પા ના કાકી. સાંજે મે એમને કાળ વિસે પુછ્યું તો મને એમને વાત કરી. જ્યારે છપ્પનીયા કાળ પડ્યો ત્યારે એમનાં દાદા ને ખેતરે એક સ્ત્રી એક બાળક ને લઈ પાદરે થી આવી.
દાદા એ પુછ્યું :- હેં બાઈ ક્યાંથી આવે છે?
બાઈ :- કચ્છડે સી આવુ સુ બાપ.
દાદા :- તેં તારે ખાવા ખાવું છે?
બાઈ :- ખાવા હાટુ થઈ આટલી પા આવી છું બાપ.
દાદા :- લે ઘડી એઠી બેસ હું ઘરે જાવું ડૂઓ લેતો આવુ છું.
બાઈ :- મારા પ્રભુ જર ઉતાવળે આવજો હવે ખમાય એમ નથી.
દાદા :- હોવેં બાઈ આ ગયો આ આયો.
દાદા ઘરે ગયા ડોસી ને કહી પેલી બાઈ માટે ડુવો બનવરાયો. દાદા ડુવા નું ડેગડુ માથે મુકી પાછા ખેતરે આવ્યાં પેલી બાઈ ને ભૂખ નો ઉકળાટ જાણે એણે ખાઈ જતો હોય એમા પડી પડી વેદનાઓ કરી રહી હતી.
દાદા :- લે બાઈ જરા ટાઢિ થા.
એમ કરી દાદાએ ડેગડુ એ બાઈ ને આપ્યું. છોકરા ને બાજુ માં મુકી એ બાઈ ડેગડે વળગી તેં વળગી આખું ડેગડુ ઘટઘટાવી ગઈ. દાદા પેલી પાર છાપર તરફ જાય છે ત્યાં તો પેલા બાળક નો કાકારોળ આવાજ સંભળાયો. દાદા ને ફાળ પડી દાદા ઝપાટે ત્યાં ગયા જોયું તો એમનાં રૂંવાટા ખડુ કરી દે એવું દ્રશ્ય એમની નજર સમક્ષ હતુ. પેલી બાઈ એનાં જ બાળકના બે હા થ રોટલા ની માફક ખાઈ રહી હતી.
દાદા ગયા એટલી વારમાં તો બાળકનો જીવ જતો રહ્યો હતો, પણ પેલી બાઈની ભૂખ જાણે એવી ને એવી જ હતી. એ બાળક ના બન્ને હા થ જાણે મકાઈનાં ડોડો ના હોય એમ વખોડી વખોડી ખાઈ રહી હતી. ભલી ભૂખે મા નવી ખાધો હતો એ વાતો સત્ય છે.
આભાર.
દિવાળી માં અને ભિખી માં.
– સાભાર રશ્મીન પ્રજાપતિ (અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતિકાત્મક છે)