કરોળિયાનું તમારા શરીર પર ચડવું કઈ વાતનો આપે છે સંકેત, જાણો તેની સાથે જોડાયેલી માન્યતાઓ.

0
908

સમાજમાં કરોળિયા વિશે ઘણી માન્યતાઓ છે. જેમાંથી કેટલીકને શુભ માનવામાં આવે છે તો કેટલીકને અશુભ માનવામાં આવે છે. શરીર પર કરોળિયાનું ચડવું પણ વિશેષ સંકેત આપે છે.

આપણી આસપાસ એવા અનેક જીવજંતુ રહે છે જે આપણને દરરોજ જોવા મળે છે. આમાંથી કેટલાક જીવજંતુઓને આપણે આપણી સાથે પણ રાખીએ છીએ, જ્યારે કેટલાકને આપણે ઘરની બહાર ભગાડી દઈએ છીએ. જીવજંતુઓને લગતી અનેક માન્યતાઓ સમાજમાં પ્રચલિત છે. તેમાંથી એક જીવ છે ઘરમાં જોવા મળતો કરોળિયો. કરોળિયા સામાન્ય રીતે દરેક ઘરમાં જોવા મળે છે. આ વિશે ઘણી બધી શુભ અને અશુભ માન્યતાઓ છે. ચાલો જાણીએ કરોળિયા સાથે જોડાયેલા શુભ અને અશુભ સંકેતો.

કરોળિયા સાથે જોડાયેલી માન્યતાઓ :

કરોળિયા વિશે એવી માન્યતા છે કે તેનું આપણા ઘરમાં જાળ બનાવવી રહેવું અશુભ છે. જો કે, જોકે કરોળિયા વિશે કેટલાક શુકન પણ છે. કહેવાય છે કે જ્યારે કરોળિયો શરીર પર ચાલે છે ત્યારે નવા વસ્ત્રો પ્રાપ્ત થાય છે.

જો કોઈ કરોળિયો ઘરની અંદર દીવાલ પર નીચેથી ઉપર ચડતો જોવા મળે, તો તે એક સારો સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે, ટૂંક સમયમાં નોકરી અથવા વ્યવસાયમાં પ્રગતિ થશે.

માન્યતાઓ અનુસાર, જો ઘરમાં કરોળિયાનું જાળું નામના પહેલા અક્ષરના આકારનું જેવું બનેલું જોવા મળે છે, તો તે એક શુભ સંકેત હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે, તે આગામી દિવસોમાં નાણાકીય લાભનો સંકેત આપે છે.

એવી પણ માન્યતા છે કે જો કોઈ કરોળિયો ઘરમાં જાળું વણતો જોવા મળે તો તે શુભ ગણાય છે. ઘરમાં જાળું વણતા કરોળિયાને જોવું એ વાતનો સંકેત આપે છે કે સફળતા બહુ જલ્દી મળવાની છે. ઉપરાંત, આ રીતે કરોળિયો દેખાવો નોકરીમાં પ્રગતિનો સંકેત પણ આપે છે.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.