રાત્રે ઉજ્જૈનમાં અને દિવસે ગુજરાતના આ મંદિરમાં રહે છે દેવી હરસિદ્ધિ, જાણો શું છે અહીંની માન્યતા

0
808

શા માટે માતા હરિસિદ્ધિ દિવસે ગુજરાત અને રાત્રે ઉજ્જૈનના મંદિરમાં રહે છે, જાણો રોચક વાતો.

હિંદુ ધર્મમાં કુલ 51 શક્તિપીઠોની માન્યતા છે. એમાંથી એક છે ઉજ્જૈનમાં આવેલું માતા હરસિદ્ધિ શક્તિપીઠ, જ્યાં માતા સતીની કોણી પડી હતી. એવું માનવામાં આવે છે કે, દેવી હરસિદ્ધિ રાત્રે ઉજ્જૈનમાં અને દિવસ દરમિયાન ગુજરાતમાં હર્ષદ માતાના મંદિરમાં નિવાસ કરે છે. આ માન્યતા સાથે જોડાયેલી એક દંતકથા પણ પ્રચલિત છે. આવો જાણીએ આ પરંપરા વિશે અને મંદિર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.

આ છે માન્યતા : ગુજરાતના પોરબંદરથી લગભગ 48 કિમી દૂર મૂળ દ્વારકા નજીક દરિયાની ખાડીના કિનારે મિયાં નામનું ગામ આવેલું છે. ખાડીની પેલે પાર પર્વતના પગથિયાં નીચે હર્ષદ માતા (હરસિદ્ધિ)નું મંદિર છે. એવી માન્યતા છે કે, ઉજ્જૈનના સમ્રાટ વિક્રમાદિત્ય અહીંથી પૂજા કર્યા પછી દેવીને ઉજ્જૈનમાં લાવ્યા હતા. ત્યારે દેવીએ વિક્રમાદિત્યને કહ્યું હતું કે, હું રાત્રે તમારા નગરમાં અને દિવસ દરમિયાન આ સ્થાન પર રહીશ. જેના કારણે આજે પણ માતા દિવસ દરમિયાન ગુજરાતમાં અને રાત્રે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં વાસ કરે છે.

આ કારણે પડ્યું હરસિદ્ધિ નામ : સ્કંદ પુરાણ અનુસાર, એકવાર જ્યારે ચંડ-પ્રચંડ નામના બે રાક્ષસો કૈલાસ પર્વતમાં પ્રવેશ કરવા લાગ્યા ત્યારે નંદીએ તેમને રોક્યા. રાક્ષસોએ નંદીને ઇજા ગ્રસ્ત કરી દીધા. આથી ભગવાન શિવે ભગવતી ચંડીનું સ્મરણ કર્યું. શિવના આદેશ પર દેવીએ બંને અ સુરોનો વ- ધ-ક-ર્યો. તેમનાથી પ્રસન્ન થઈને મહાદેવે કહ્યું, તમે આ રાક્ષસોનો વ-ધ-ક-ર્યો છે. એટલા માટે આજથી તમારું નામ હરસિદ્ધિ તરીકે પ્રસિદ્ધ થશે.

રાજા વિક્રમાદિત્યએ 11 વખત પોતાનું મસ્તક અર્પણ કર્યું હતું : સમ્રાટ વિક્રમાદિત્ય માતા હરસિદ્ધિના પરમ ભક્ત હતા. એવી દંતકથા છે કે, દર બાર વર્ષમાં એક વખત તે માતાના ચરણોમાં મસ્તક અર્પણ કરતા હતા, પરંતુ માતાની કૃપાથી તેમને ફરીથી નવું મસ્તક મળી જતું હતું. જ્યારે તેમણે બારમી વખત પોતાનું મસ્તક અર્પણ કર્યું, ત્યારે તે ક્યારેય પાછા આવ્યા નહીં. જેના કારણે તેમના જીવનનો અંત આવ્યો હતો.

કેવી રીતે પહોંચવું? ઉજ્જૈન આપણા દેશના અન્ય ભાગો સાથે રોડ, ટ્રેન અને ફ્લાઈટ્સ દ્વારા સારી રીતે જોડાયેલું છે.

ટ્રેન : ઉજ્જૈન પશ્ચિમ રેલ્વેનું રેલ્વે સ્ટેશન છે, અહીં પહોંચવા માટે ઘણી ટ્રેનો ઉપલબ્ધ છે.

રોડ : નિયમિત બસ સેવાઓ ઉજ્જૈનને ઈન્દોર, ભોપાલ, રતલામ, ગ્વાલિયર, માંડુ, ધાર, કોટા અને ઓમકારેશ્વર વગેરે સાથે જોડે છે.

આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.