માં બાપ આપણને અમુક પ્રકારના લોકોથી દુર રહેવાનું કેમ કહે છે, તે સમજવા માટે રાજાની આ સ્ટોરી વાંચો.

0
608

જ્યારે આપણે નાના હતા ત્યારે આપણા માતા-પિતા ચોક્કસપણે એ વાતનું ધ્યાન રાખતા હતા કે આપણા મિત્રો કેવા છે? તેમનામાં કયા ગુણો છે? અને કયા અવગુણ છે? કારણ કે તેઓ સંગતની અસર જાણે છે. સંગત કોઈ પણ વ્યક્તિના જીવન પર ઊંડી અસર કરે છે.

આપણે જે પ્રકારના લોકો સાથે રહીએ છીએ, તેમના ગુણ-અવગુણ આપણને પણ સીધી રીતે પ્રભાવિત કરે છે. એટલા માટે ખરાબ ટેવો ધરાવતા લોકોથી હંમેશા દુર રહેવાની સલાહ આપવામાં આવે છે. આજે અમે તમને એવી જ એક સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ, જેનો સાર એ છે કે જેવી સંગત હોય તેવો સ્વભાવ બની જાય છે.

જ્યારે ડાકુઓએ રાજાને જંગલમાં પકડી લીધા :

એકવાર એક રાજા જંગલમાં શિ-કા-ર કરવા ગયા. શિ-કા-ર ન મળવાને કારણે તે ધીમે ધીમે ગાઢ જંગલમાં પ્રવેશ્યા. રાજાએ ત્યાં એક જગ્યા જોઈ જ્યાં ડાકુઓ સંતાઈને રહેતા હતા. તેઓ તેની પહોંચ્યા એટલે ઝાડ પર બેસેલો એક પોપટ બોલવા લાગ્યો, “પકડો-પકડો, એક રાજા આવી રહ્યો છે. તેની પાસે ઘણો બધો સામાન છે, લૂંટો – લૂંટો, જલ્દી આવો – જલ્દી આવો.

પોપટનો અવાજ સાંભળીને બધા ડાકુઓ રાજા તરફ દોડ્યા. ડાકુઓની સંખ્યા ઘણી વધારે હોવાથી રાજા અને તેમના બે સૈનિકો ત્યાંથી ભાગ્યા. તેઓ ભાગીને દુર નીકળી ગયા. ત્યાં તેમને એક મોટું ઝાડ દેખાયું. થોડીવાર આરામ કરવા માટે તેઓ તે ઝાડ પાસે ગયા. જેવા જ તેઓ ઝાડ પાસે પહોંચ્યા કે તે ઝાડ પર બેસેલો એક પોપટ બોલ્યો, “આવો રાજન, અમારા ઋષિ મહાત્માની ઝૂંપડીમાં આપનું સ્વાગત છે. અંદર આવો, પાણી પીઓ અને આરામ કરો.

પોપટની આ વાત સાંભળીને રાજા આશ્ચર્યચકિત થઈ ગયો અને વિચારવા લાગ્યો કે એક જ જાતિના બે જીવોનું વર્તન આટલું અલગ કેવી રીતે હોઈ શકે? રાજા કંઈ સમજી શક્યા નહીં. પોપટની વાત સાંભળીને તે અંદર સાધુની ઝૂંપડી તરફ ગયા. તેમણે સાધુને પ્રણામ કર્યા અને તેમની સાથે બનેલો સમગ્ર ઘટનાક્રમ સાધુને જણાવ્યો અને પછી પૂછ્યું, “આ બંને પોપટના વર્તનમાં આટલો તફાવત કેમ છે?”

ઋષિએ ધીરજપૂર્વક બધું સાંભળ્યું અને કહ્યું, “રાજન આ બીજું કાંઈ નહિ પણ સંગતની અસર છે. ડાકુઓ સાથે રહેતો પોપટ પણ ડાકુ જેવું વર્તન કરવા લાગ્યો છે અને તેમની ભાષા બોલવા લાગ્યો છે. જીવ જેવા વાતાવરણમાં રહે છે, તેવા જ બને છે. એટલે કે મૂર્ખ પણ વિદ્વાનોની સાથે રહીને વિદ્વાન બને છે અને વિદ્વાન પણ મૂર્ખની સંગતમાં રહે તો તેનામાં પણ મૂર્ખતા આવે છે.

બોધ : જ્યારે પણ તમે કોઈને મિત્ર બનાવો કે કોઈની સાથે તમારી નિકટતા વધારો તો તેમના વર્તન પર ચોક્કસ ધ્યાન આપો. આપણે જે પ્રકારના લોકો સાથે રહીએ છીએ, તેમના ગુણ-અવગુણ ચોક્કસપણે આપણને સીધી કે આડકતરી રીતે અસર કરશે.