ભગવાન શિવના પુત્ર કાર્તિકેયના જન્મ સાથે જોડાયેલી છે સ્કંદ ષષ્ઠી, વાંચો કથા.

0
423

ગણેશજીના જન્મની કથા તો બધાએ સાંભળી છે, પણ શું તમને ખબર છે ભગવાન કાર્તિકેયનો જન્મ કેવી રીતે થયો હતો.

દર વર્ષે ભાવપૂર્વક સ્કંદ ષષ્ઠી ઉજવવામાં આવે છે. સ્કંદ ષષ્ઠી ભગવાન શિવના મોટા પુત્ર ભગવાન કાર્તિકેયને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે ભક્તો ભગવાન કાર્તિકેયની પૂજા અર્ચના કરે છે. સ્કંદ ષષ્ઠીનું વ્રત રાખવાથી ભગવાન કાર્તિકેય પ્રસન્ન થાય છે, અને તેમના આશીર્વાદ મળે છે. આ વ્રત ખાસ કરીને દક્ષીણ ભારતના રાજ્યોમાં લોકપ્રિય છે. આવો આજે સ્કંદ ષષ્ઠીનો કથા વિષે જાણીએ.

સ્કંદ ષષ્ઠીની કથા : કુમાર કાર્તિકેયના જન્મનું વર્ણન પુરાણોમાં જ મળે છે. જયારે દેવલોકમાં અસુરોએ આતંક મચાવ્યો હતો, ત્યારે દેવતાઓએ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. સતત રાક્ષસોના વધતા આતંકને જોઇને દેવતાઓએ ભગવાન બ્રહ્માની મદદ માંગી હતી.

ત્યારે ભગવાન બ્રહ્માએ જણાવ્યું હતું કે, ભગવાન શિવના પુત્ર દ્વારા જ આ અસુરોનો નાશ થશે. પરંતુ તે કાળચક્રમાં ભગવાન શિવ માતા સતીના વિયોગમાં સમાધિમાં લીન હતા. ઇન્દ્ર અને બધા દેવતાઓએ ભગવાન શિવને સમાધીમાંથી જગાડવા માટે કામદેવની મદદ લીધી, અને કામદેવે ભસ્મ થઈને ભગવાન ભોલેનાથની તપસ્યા ભંગ કરી.

ત્યાર બાદ ભગવાન શિવે માતા પાર્વતી સાથે લગ્ન કર્યા અને બંને દેવદારુ વનમાં એકાંતવાસ માટે જતા રહ્યા. તે સમયે ભગવાન શિવ અને માતા પાર્વતી એક ગુફામાં નિવાસ કરી રહ્યા હતા. ત્યારે એક કબુતર ગુફામાં જતું રહ્યું અને તેણે ભગવાન શિવના વીર્યનું પાન કરી લીધું, પરંતુ તે તેને સહન ન કરી શક્યું અને તેને ભાગીરથીને સોપી દીધું. ગંગાની લહેરોને કારણે વીર્ય 6 ભાગમાં વિભાજીત થઇ ગયું અને તેનાથી 6 બાળકોનો જન્મ થયો. આ 6 બાળકો ભેગા મળીને 6 માથાવાળો એક બાળક બની ગયા. આ રીતે કાર્તિકેયનો જન્મ થયો.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારી ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા. તેની ઉપર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરો.)

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.