એક અંધ માં અને તેના બે બાળકોની સ્ટોરી તમારી આંખોમાં પાણી લાવી દેશે.

0
494

બે વર્ષ પહેલાં ની મેં મારી નજર સમક્ષ જોયેલી એક હૃદયદ્રવ્ય ઘટના હું તમને કહેવા જઈ રહ્યો છું.

હું એક જગ્યાએ કોઈ પ્રસંગ માં જમવા ગયેલો હતો. જમ્યા બાદ હું એક દાદર પર બેઠો હતો ત્યાં થી જે લોકો જમી રહ્યાં હતાં એ આખું દ્રશ્ય જોઈ શકાતું હતુ મે જોયું કે બધાં લોકો ભોજન ને હોંશે હોંશે જમી રહ્યાં છે

એવા માં એક બાઈ જેને સામાન્ય કૂર્તી પહેરેલી હતી. એ બાઈ સાવ પાતળી હતી. પણ એણા ચહેરા પર ગોરા પણાનો ચમકારો હતો. એ બાઈ કોઈ ભિક્ષુક નહીં પણ જેમ અમે બધાં છીએ એવીજ હતી કોઈ ખાનદાની ઘરની એ બાઈ હતી. પણ એની આંખો પર જાણે કોરાકટ તળાવ માં ચીકણી માટી ની પોપડીઓ બાજી હોય એમ ચામડી ફરીવળી હતી.

એ બાઈ અંધ હતી એનાં ચહેરા પર આ બધાં એણે જોઈ સકે છે અને એ પોતે એનાં કાન ને આંખો કરી સાંભળવા કરતાં જાણે જોઈ સકતી હોય અને એણે લાગતું હોય કે બધાં મારી સામું જોઈ રહ્યાં છે એવો સંકોચનાં અનુભવી રહી હતી. નીચું તાકી ઉભેલી એ બાઈનાં હાવભાવ ધડફાયેલા પંખી ની માફક હતાં અંહુઠા ને વારે વારે દબાવી રહેલી એ આંગળીઓ એનાં હૃદયની સંકોચનાં છતી થતી હતી.

એ બાઈ ત્યાં ઊભી હતી અને પાછળ થી બે છોકરા આવ્યાં એક બાર વર્ષ નો હસે તો એક સાત વર્ષ નો હસે બન્ને એ આવી ને માં નો હાથ પકડ્યો એ હાથ ના સ્પર્શ થી જ જાણે પેલાં સંકોચ અનુભવતા ચહેરા પર એક ઊર્મિઓનું ઘોડા પૂર દોડી વળ્યું હોય એમ નમનણુ હાસ્ય રેલાય આવ્યુ. એનાં ચહેરા પર જાણે એની બન્ને આંખોએ વર્ષો પછી પાલકારો કર્યો હોય એમ પેલી ચામડી થોડી સળવળી.

” મમ્મી તું અહિયાં બેસ અમે ખાવાનું લઈ આવીયે….” સલામતી થી માં ને નીચે બેસાડી બન્ને ભાઈ જમવાનું લેવા ગયા.

બે ડીસ જમવાનું આવ્યુ જેમ ઉછરતાં બાળક ને એની માં કેટલાં સ્નેહ થી જમાડે ! બસ એજ રિતે બન્ને ભાઈઓ પોતાની ડીસમાં થી વારાપરથી પોતાની માં ને એક એક કોળિયો જમાડી રહ્યાં હતાં.

આ કોળીયાનો સ્વાદ ચાખતી એ માં ની સૂકી આંખો માંથી પૂર લાવી દે એવાં આંસુડાં સરી પડ્યાં એનાં હૈયે ભરાતાં પ્રેમ નાં વાદળો સુકા રણમાં આવી સરી પડતાં હતાં ત્યારે બાર વર્ષ નો એ દિકરો પોતાના ગજવા માં થી રૂમાલ કાઢી એ આંસુ ને સાફ કરતો માં ને કોળિયો જમાડી રહ્યો હતો.

કોળિયો ગળે ઉતારતી વખતે આંખો ની લાચારીમાં નેત્ર બનેલા આ ફુલ જેવા ભૂલકાઓ નાં આશિર્વાદ માનવા માં એ બન્ને હાથે પેલાં જામાડતાં દિકરાનું માથું પકડી એનાં માથાં માં ચુંબન કરી દીકરાનો આભાર માની રહી હતી. બાજુ માં જમતાં બીજા દિકરા એ એનાં ભાઈ ને પુછ્યુ ” મમ્મી કેમ રડે છે…..” જાણે બાર વર્ષ નો દિકરો માં ની એ લાચાર આંખો ને સમજી ગયો હોય એમ બોલ્યો એતો શાખ થોડુ તિખુ છે એટ્લે અને પરાણે એનાં ગળાનો કોળિયો અંદર ઉતારી સક્યો.

ધન્ય છે એ બન્ને દિકરાઓને.

– રશ્મિન પ્રજાપતિ (અમર કથાઓ ગ્રુપ)