એક ડૉક્ટર બહુ જ હોશિયાર હતા.
તેમના વિશે કહેવાતું કે, એ તો મો તની નજીક પહોંચી ગયેલા માણસોને પાછા લઈ આવે છે.
ડૉક્ટર પાસે જે દર્દી આવે તેની પાસે એક ફોર્મ ભરાવે.
દર્દીને પૂછે કે, તમે આ ફોર્મમાં લખો કે, જો તમે બચી જશો તો તમે કેવી રીતે જીવશો? જિંદગીમાં જે બાકી રહી ગયું છે, એ શું છે?
દરેક દર્દી પોતાના દિલની વાત લખતો.
હું બચી જઈશ તો મારા પરિવાર સાથે પૂરતો સમય વિતાવીશ.
મારા દીકરા અને દીકરીનાં સંતાનો સાથે પેટ ભરીને રમીશ.
કોઈએ પોતાનો ફરવા જવાનો શોખ પૂરો કરવાની વાત કરી તો કોઈએ એમ પણ કહ્યું કે, મારાથી જે લોકોને હર્ટ થયું છે; એની પાસે જઈને માફી માગી લઈશ.
એક દર્દીએ કહ્યું કે, હસવાનું થોડુંક વધારી દઈશ.
જિંદગી સામે કોઈ ફરિયાદ નહીં કરું.
ગિલ્ટ ન થાય, એવું કામ કરીશ.
જાતજાતની વાતો જાણવા મળી.
ડૉક્ટર ઓપરેશન કરે. દર્દી રજા લઈને જાય ત્યારે ડૉક્ટર એ જ ફોર્મ દર્દીને પાછું આપે.
દર્દીને કહે કે, પાછા બતાવવા આવો ત્યારે આ ફોર્મમાં તમે જે લખ્યું છે, એના પર ટિક માર્ક કરતાં આવજો અને કહેજો કે તમે લખ્યું હતું, એ રીતે કેટલું જીવ્યા?
ડૉક્ટરે કહ્યું કે, એકેય માણસે એવું નહોતું લખ્યું કે,
જો હું બચી જઈશ તો મારે જે વેર વાળવું છે, એ વેર વાળી લઈશ.
મારા દુશ્મનને ખતમ કરી નાખીશ.
હું રૂપિયા વધારે કમાઈશ.
મારી જાતને વધુ બિઝી રાખીશ.
દરેકનો જીવવાનો નજરિયો જુદો જ હતો.
ડૉક્ટરે સવાલ કરતા કે, તમે સાજા હતા ત્યારે તમને આ રીતે જીવતા કોણ રોકતું હતું? હજુ ક્યાં મોડું થયું છે?
બે ઘડી વિચાર કરો કે, તમારી જિંદગીમાં એવું જીવવાનું કેટલું બાકી છે, જેવું જીવવાનું તમે ઇચ્છો છો?
બસ, એ રીતે જીવવાનું શરૂ કરી દો.
સાચી જિંદગી એ જ છે કે જ્યારે જીવન પૂરું થવાનું હોય ત્યારે કોઈ અફસોસ ન હોય!
એવું ન લાગવું જોઈએ કે, હું મારી જિંદગી મને ગમે, એમ જીવ્યો નથી !
(સોર્સ – વોટ્સએપ મેસેજ)