વાંચો ભારતના છેલ્લા છેડે આવેલા આ મંદિરની પૌરાણિક કથા, આ પહેલા તમે ક્યાંય વાંચ્યું નહીં હોય

0
604

આ મંદિરમાં આશીર્વાદ પ્રાપ્ત કરવા દુનિયાના ખૂણે-ખૂણાથી આવે છે લોકો, વાંચો તેની પૌરાણિક કથા. ભારતના પ્રાચીન મંદિરોમાંથી એક કન્યાકુમારી મંદિર ભારતના તમિલનાડુમાં આવેલું છે. ભારતના દક્ષિણ ક્ષેત્રમાં આવેલું આ મંદિર ઘણાં વર્ષોથી સંસ્કૃતિ, કલા અને સભ્યતાનું પ્રતીક છે. પ્રવાસીઓ અહીં ભક્તિ ભાવ સાથે આવે છે અને તેમની મનોકામના તો માંગે જ છે, પરંતુ તેની સાથે સાથે લોકો સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો જોવા માટે પણ અહીં પહોંચી જાય છે. એવું માનવામાં આવે છે કે, જો કોઈ ભક્ત અહીં સાચા હૃદયથી મનોકામના માંગે છે, તો તે ચોક્કસ પુરી થાય છે. માતાના આશીર્વાદ લેવા વિશ્વના ખૂણે ખૂણેથી લોકો અહીં આવે છે.

કન્યાકુમારી સાથે જોડાયેલી દંતકથા : એવું માનવામાં આવે છે કે, દક્ષિણમાં જે વિસ્તારમાં કન્યાકુમારીનું મંદિર છે, ત્યાં એક સમયે બાણાસુર નામના અસુરનો ઉપદ્રવ હતો. બાણાસુરે ભગવાન શિવ પાસેથી વરદાન મેળવ્યું હતું કે, તેનું મૃત્યુ કુંવારી યુવતીના હાથે જ થઈ શકે છે.

તે સમયે ભરત નામનો એક રાજા હતો, જેને 8 પુત્રીઓ અને એક પુત્ર હતો. ભરતે પોતાનું સંપૂર્ણ રાજ્ય પોતાની પુત્રીઓ અને એક પુત્રમાં વહેંચી દીધું. દક્ષિણ ભાગ ભરતની પુત્રી કુમારીને મળ્યો. કુમારી ભગવાન શિવ સાથે લગ્ન કરવા માંગતી હતી, અને તેના માટે તેણે કઠોર તપસ્યા પણ કરી હતી. ભગવાન શિવ કુમારી સાથે લગ્ન કરવા રાજી પણ થઇ ગયા હતા, પરંતુ નારદ મુનિ ઇચ્છતા હતા કે, બાણાસુરનો વ ધ કુમારીના હાથે થાય. એટલા માટે શિવ અને કુમારીના લગ્ન થઈ શક્યા નહિ.

કુમારીની સુંદરતાના વખાણ સાંભળીને એકવાર બાણાસુરે કુમારી સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. તેના પર કુમારીએ કહ્યું કે, હું લગ્ન કરીશ પણ એ શરતે કે, તારે મને યુ ધ માં હરાવવી પડશે. ત્યારબાદ કુમારી અને બાણાસુર વચ્ચે યુ ધ થયું અને યુ ધ માં બાણાસુર મૃત્યુ પામ્યો. માતા કુમારીની યાદમાં દક્ષિણ ભારતના આ મંદિરનું નામ કન્યાકુમારી રાખવામાં આવ્યું હતું. અહીંના લોકોનું માનવું છે કે, શિવ અને કુમારીના લગ્ન માટે જે સામગ્રી રાખવામાં આવી હતી, તે પાછળથી રેતીનું સ્વરૂપ ધારણ કરી લે છે, અને તે રેતી આજે પણ રંગબેરંગી દેખાય છે.

કન્યાકુમારી મંદિરની વિશેષતા શું છે? કન્યાકુમારી મંદિર પોતાના સૂર્યોદય અને સૂર્યાસ્તના દૃશ્ય માટે ઘણું પ્રખ્યાત છે. આ મંદિરના દર્શન કરવા આવતા લોકો સવાર-સાંજ સૂર્યના પ્રકાશમાં આ મંદિરને જોવાનું વધુ પસંદ કરે છે, અને તે ખૂબ જ મનોહર અને આકર્ષક પણ હોય છે. પ્રવાસીઓ સવાર-સાંજ હોટલોની છત પર કન્યાકુમારી મંદિર ઉપર પડતા સૂર્યપ્રકાશનો મનોહર નજારો જોવા ઉભા રહે છે.

તેની સાથે જ આ મંદિરમાં એક રિવાજ છે કે, પુરૂષો તેમની કમરની ઉપરના ભાગ પર વસ્ત્ર પહેરીને અંદર પ્રવેશી નથી શકતા. સમુદ્ર કિનારે આવેલું આ મંદિર દેવી પાર્વતીને સમર્પિત માનવામાં આવે છે. મંદિરમાં પ્રવેશતા પહેલા ભક્તો સૌ પ્રથમ ત્રિવેણી સંગમમાં સ્નાન કરે છે. અહીં દરિયાના મોજાનો અવાજ પણ ખૂબ જ આનંદ દાયક હોય છે.

આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.