સંસ્કૃત ભાષાનું સામર્થ્ય જાણશો તો માનશો કે આપણે કેટલી મોટી વસ્તુ ગુમાવી રહ્યા છીએ.

0
473

સંસ્કૃત ભાષાનું સામર્થ્ય :

સંસ્કૃત ભાષાની પોતાની એક આગવી વિશિષ્ટતા છે જેના કારણે તેમાં જુદા જુદા શબ્દોની સંધિ કરીને એક અસિમિત લંબાઈવાળો નવો જ શબ્દ બનાવી શકાય અને દર સંધિ વખતે તે શબ્દસમૂહનો અર્થ બદલાતો રહેતો હોય છે.

સાપના શત્રુ ગરુડના સ્વામી શ્રીવિષ્ણુની પત્ની લક્ષ્મીના પિતા સાગરને સેતુ બાંધનાર શ્રીરામની પત્ની સીતાને હરનાર રાવણના પુત્ર મેઘનાદના સંહારક લક્ષ્મણના પ્રાણદાતા હનુમાન જેના ધ્વજમાં બિરાજે એવા અર્જુનના સખા શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધની પ્રિયા ઉષાના પિતા બાણાસુરના પૂજ્ય શ્રીશંકરની પત્ની પાર્વતીના પિતા હિમાલયના શિખરેથી નીચે વહેનાર, એટલે કે ‘ગંગા’ને સંસ્કૃતમાં એક જ શબ્દમાં કઈ રીતે લખી શકાય એ જોવું છે?

લો, જોઈ લો..

अहिः = સાપ

अहिरिपुः = સાપનો શત્રુ સંહારક એવો ગરુડ

अहिरिपुपतिः = ગરુડપતિ, એટલે કે શ્રીવિષ્ણુ

अहिरिपुपतिकान्ता = શ્રીવિષ્ણુપ્રિયા, લક્ષ્મી

अहिरिपुपतिकान्तातातः = લક્ષ્મીપિતા, સાગર

अहिरिपुपतिकान्तातातसम्बद्धः = સાગરને સેતુ બાંધનાર, શ્રીરામ

अहिरिपुपतिकान्तातातसम्बद्धकान्ता = શ્રીરામપ્રિયા, સીતા

अहिरिपुपतिकान्तातातसम्बद्धकान्ताहरः = સીતાહરનાર, રાવણ

अहिरिपुपतिकान्तातातसम्बद्धकान्ताहरतनयः = રાવણપુત્ર, મેઘનાદ

अहिरिपुपतिकान्तातातसम्बद्धकान्ताहरतनयनिहन्ता: = મેઘનાદનો હણનાર, લક્ષ્મણ

अहिरिपुपतिकान्तातातसम्बद्धकान्ताहरतनयनिहन्तृप्राणदाता = લક્ષ્મણના પ્રાણદાતા, હનુમાન

अहिरिपुपतिकान्तातातसम्बद्धकान्ताहरतनयनिहन्तृप्राणदातृध्वजः = હનુમાન જેનાં ધ્વજે બિરાજમાન, અર્જુન

अहिरिपुपतिकान्तातातसम्बद्धकान्ताहरतनयनिहन्तृप्राणदातृध्वजसखा = અર્જુનસખા, શ્રીકૃષ્ણ

अहिरिपुपतिकान्तातातसम्बद्धकान्ताहरतनयनिहन्तृप्राणदातृध्वजसखिसुतः = શ્રીકૃષ્ણપુત્ર, પ્રદ્યુમ્ન

अहिरिपुपतिकान्तातातसम्बद्धकान्ताहरतनयनिहन्तृप्राणदातृध्वजसखिसुतसुतः = પ્રદ્યુમ્નપુત્ર, અનિરુદ્ધ

अहिरिपुपतिकान्तातातसम्बद्धकान्ताहरतनयनिहन्तृप्राणदातृध्वजसखिसुतसुतकान्ता = અનિરુદ્ધપ્રિયા, ઉષા

अहिरिपुपतिकान्तातातसम्बद्धकान्ताहरतनयनिहन्तृप्राणदातृध्वजसखिसुतसुतकान्तातातः = ઉષાના પિતા, બાણાસુર

अहिरिपुपतिकान्तातातसम्बद्धकान्ताहरतनयनिहन्तृप्राणदातृध्वजसखिसुतसुतकान्तातातसम्पूज्यः = બાણાસુરના પૂજ્ય, શ્રીમહાદેવ

अहिरिपुपतिकान्तातातसम्बद्धकान्ताहरतनयनिहन्तृप्राणदातृध्वजसखिसुतसुतकान्तातातसम्पूज्यकान्ता = મહાદેવપ્રિયા, પાર્વતી

अहिरिपुपतिकान्तातातसम्बद्धकान्ताहरतनयनिहन्तृप्राणदातृध्वजसखिसुतसुतकान्तातातसम्पूज्यकान्तापिता = પાર્વતીના પિતા, હિમાલય

अहिरिपुपतिकान्तातातसम्बद्धकान्ताहरतनयनिहन्तृप्राणदातृध्वजसखिसुतसुतकान्तातातसम्पूज्यकान्तापितृशिरोवहा = હિમાલયના શીખરેથી વહેનારી, ગંગા

આવું સામર્થ્ય અન્ય ભાષાઓમાં નથી.