એક સમે સંઘ ચાલ્યો, તે જાત્રા કરવા જાય,
સખું પૂછે એની સાસુ ને મારે જાત્રા કરવા જાવુ
સાસુજી એમ બોલ્યા તમે બેસો ઘરની માય,
મોટા ઘરની વવારુથી બહાર તે કેમ, જવાય
શખુ ને બંધન બાધ્યા ને પુરીયા ઓરડીની માય,
મેણા ટોણા મારીને, ઉપરથી સખુને માર્યો માર
****
વાલે મનમાં વિચાર્યું મારા ભક્તને બંધન થાય,
મારા ભક્તને દુઃખ પડે તો મારુ હૃદય વલોવાઇ
વાલે શખુનુ રૂપ લીધું ને, ચાલ્યો ઓરડી ની માય,
સખુના બંધન છોડાવ્યા, સખુ હરખે જાત્રા જાય
****
વવારુ થઈ ને વાલો આવિયો રે લોલ,
લીધું છે કાંઈ સખુબાઈ રૂપ જો, વવારુ થઈને…..
પાણી ના બેઠા લીધા હાથમાં રે લોલ,
લાંબી સરખી તાણી વાલે લાજ જો, વવારુ થઈને….
છાણ વાસીદા કરે શામળો રે લોલ,
વલોણાની ઉડે છાકમ-છોર જો, વવારુ થઈને…
અડધી તે રાતનું દળે, દળનુ રે લોલ,
પરોઢિયે કંઈ પાણી ભરવા જાય જો,…..
રસોડામાં પગ વાલે મુક્યો રે લોલ,
ધંબકે રસોઈ બની જાય જો…..
સખુના સસરા બેઠા જમવા રે લોલ,
કરે છે કાંઈ સખું ના વખાણ જો…..
હવે તો સખું, ઘણા સુધરયા રે લોલ,
રસોઈમાં છે કાંઈ અનેરો સ્વાદ જો….
સાસુ કહે છે માર બહુ પડ્યા રે લોલ,
માર વગર, ન સુધરે ઘરની નાર જો……
સાસુ પોઢીયા છે પલંઞમા રે લોલ,
મારો વાલો પગ દબાવવા જાય જો….
એવામાં સંગ બધો આવ્યો રે લોલ,
મારા વાલે, વિચારી છે વાટ જો……
પાણી ના બેઠા લીધા, હાથમાં રે લોલ,
દળ દળતી મેલી વાલે ડોટ જો…..
આ ભજનને ગાવા નો રાગ, મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માત જો…
– સાભાર લાલજી રમતાજોગી (અમર કથાઓ ગ્રુપ)